________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીક ન અનુકૃતિઓ.... ઈમારત બળી ગઈ કેમકે ગુપ્તકાલીન ઈમારતના ભગ્નાવશેષો સીધી રાખની સપાટી પર ઊભા રહેલા મળી આવ્યા છે જેનાથી આપણે એ વાતનું અનુમાન કરી શકીએ છીએ કે આગ કદાચ ઈસ્વી ની ચેથી અથવા પાંચમીમાં લાગી હશે. . પૂનરના અભિપ્રાયથી ગુપ્તકાલીન દીવાલે છઠ્ઠી શતાબ્દી પછીની ન હોઈ શકે અને એ વાતની સંભાવના અધિક છે કે, તે એનાથી પહેલાની હોય,
ડો. પૂનરના ખોદકામ સંબંધી વક્તવ્યની વિવેચના કરતાં આપણે નિમ્નલિખિત તો પર પહોંચીએ છીએ (૧) પાટલીપુત્રમાં એ સમયે પૂર આવ્યું જયારે અશકને આ મહેલ ઊભે હતે. પૂરથી
તેના પર ૯ ફૂટ માટી લદાઈ ગઈ છે. (૨) ઈ. સ.ની આરંભિક શતાબ્દીઓના સિક્કા ઈત્યાદિ ગુપ્તસ્તર અને રેતીલી માટીની
વચ્ચેથી મળતાં ડો. પૂનરે એ અભિપ્રાય કાયમ કર્યો કે, પૂર ઈ. સ. પ્રથમ
શતાબ્દીમાં અથવા એકાદ સદી બાદ આવ્યું હશે. (૩) પૂર આવ્યા પછી પણ પુરાણું ઈમારતે ઘેડ ઘણું કામમાં લેવાતી હતી.
અંતિમ કથનનું સમર્થન “તિગાલી' દ્વારા થાય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, પૂર આવ્યા પછી જૂનું નગર છોડીને એક નવું નગર વસાવ્યું. હવે આપણે જોઈ શકીએ છીએ કે “તિલ્યગાલી એ પાટલીપુત્રનું ભીષણ પૂર, જે ઈ. સની પહેલી બીજી શતાબ્દીમાં આવ્યું, તેનું કેવું ઉપાદેય અને વિશદ વર્ણન છવિત રાખ્યું છે!
તિગાલી ના કટકી પ્રકરણના આરંભમાં જ એ કહેવામાં આવ્યું છે કે, નદીના બનાવેલા પાંચ જૈન સ્તૂપને દાટેલા ધનની શોધમાં બદાવી નાખ્યા. યુવાનસ્વાંગ આ કથનનું સમર્થન કરે છે.
યુવાન-વાંગને પાટલીપુત્રની પાસેની નાની પહાડીના દક્ષિણ-પશ્ચિમમાં પાંચ રત્ના ભગ્નાવશેષો દેખાયા હતા. એનાં પડખાં કેટલાક સે કદમ પર હતાં અને તેની ઉપર પછીના લેએ નાના નાના રતૃપિ બનાવી દીધા. આ સૂપના સંબંધમાં યુવાન-વાંગ બે અનુશ્રુતિઓના ઉલ્લેખ કરે છે. એક પ્રાચીન અનુશ્રુતિ અનુસાર અશકે ૮૪૦૦૦ સ્તૂપે બનાવ્યા પછી બુદ્ધચિહ્નતા પાંચ ભાગો બચી ગયા અને અશકે તેના પર પાંચ તૂ, બનાવ્યા. બીજી અનુશ્રુતિ, જેને યુવાન-સ્વાંગ હીનયાનીઓની કહે છે તે મુજબ આ પાંચ રતૂપોમાં નંદરાજાના પાંચ નિધિઓ અને સાત રત્ન દાટયાં હતાં. ઘણા દિવસ પછી એક અબૌદ્ધ રાજા પિતાની સેના સાથે આવે અને તેણે સ્તૂપને ખોદીને ધન કાઢી લેવા ધાયું એટલામાં ભૂકંપ થયે, સૂર્ય વાદળાંથી ઢંકાઈ ગયો અને સિપાહીઓ મરીને પડ્યા. એ પછી કેઈ એ તૂપને અડશે નહીં. (વાટર્સ, યુવાન-વાંગ ૨, પૃ. ૯૬-૯૭) '
પાટલીપુત્રના ખેદકામથી લાકડાના બનેલા સાત ચબૂતરાઓ મૌર્વસ્તરમાંથી નીકળી આવ્યા છે. આમાં પ્રત્યેકની લંબાઈ ૩૦ ફૂટ અને પહોળાઈ ૨૪૪” અને ઊંચાઈ ૪૩' છે. બધાની બનાવટ પ્રાયઃ એકસરખી છે, એની બંને તરફ લાકડાના ખીલા લાગ્યા હતા, જેના હૂંઠાં બચી ગયાં છે. ચબૂતરાઓની વચ્ચે પણ કેટલાક લાકડાના થાંભલા જોવાય છે, પરંતુ એને ચબૂતરાઓ સાથે શો સંબંધ હશે તે કહી શકાતું નથી. (આ. સ.રિ. એજન, પૃ.
For Private And Personal Use Only