________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચીસ-કુસુમાંજલિ મહાકાવ્ય
લેખક : પૂજ્ય પં. શ્રીરઘરવિજયજી શ્રીઅરિહંત પરમાત્માને જન્મ થાય છે ત્યારે તેમને જન્માભિષેક કરવા માટે સર્વે સુરેન્દ્રો સપરિવાર આવે છે ને પ્રભુને મેરુશિખર પર લઈ જાય છે ત્યાં પૂર્ણ ભક્તિથી અને અપૂર્વ ઉત્સાહથી જન્માભિષેક ઊજવે છે.
તેમાં શ્રી તીર્થકરને પ્રથમ કુસુમાંજલિથી વધારે છે. કુસુમાંજલિ એટલે દલનો ખોબો. બે હાથનો ખોબો કરી તેમાં પુપો લઈને પ્રભુને વધાવવા તે કુસુમાંજલિ કહેવાય છે. સુરેન્દ્રોના તે ભક્તિકૃત્યના અનુકરણરૂપે ભવ્યાત્માઓ પણ સ્નાત્ર વગેરે કરે છે ત્યારે કુસુમાંજલિથી વધાવે છે અને તે રીતે કુસુમાંજલિનું વિધાન પ્રચલિત અને સુપરિચિત છે. વિશિષ્ટ વિધિ વિધાનોમાં વારંવાર કુસુમાંજલિ કરવાના વિધાનો આવે છે.
આ સર્વ પ્રસંગે જે કુસુમાંજલિ કરવામાં આવે છે તે મૂકપણે નહિ પણ સુંદર અને ભાવવાહી સુકતાના ઉચ્ચારણપૂર્વક કરવામાં આવે છે. તે અંગેનાં વિશિષ્ટ પઘો પણ તે તે પૂજ્ય પુરુષના ગૂંથેલાં પ્રાકૃત-સંસ્કૃત-ગૂજરાતી વગેરે ભાષામાં પુષ્કળ છે. તે તે પદ્યો વાંચવા માત્રથી પણ ભાવોલ્લાસમાં વૃદ્ધિ થાય છે અને આત્મામાં અનેક ઊર્મિઓ ઊછળે છે. કુસુમાંજલિ અગેના ઉપલબ્ધ સાહિત્યમાં અને વિધાનમાં શિખર સમું વિરાજે છે ૨૫કુસુમાંજલિનું વિધાન એટલે સાહિત્ય.
૨૫-કુસુમાંજલિનું વિધાન સાંગોપાંગ અને વ્યવસ્થિત “આચાર-દિનકર 'ગ્રંથમાં છે. તે વિધાન અંજનશલાકા–પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે, શાન્તિક-અહંત-પૂજન, પૌષ્ટિક-અ-પૂજન આદિમાં અવશ્ય કરણુય છે.
તેમાં પ્રથમ હાથમાં કુસુમાંજલિ લઈને પાંચ સૂક્તો ઉદાર સ્વરે બેસીને પછી તે કુસુમાંજલિથી જિનને વધાવવા. પછીથી પૂજાને શ્લેક ભણીને વિહિત પૂજા કરવી. શક્રસ્તવ નમુત્યુનું ઉચ્ચારીને ધૂપપૂજાને શ્લેક બેલીને ધૂપ ઉખેવો.
આમ ૨૫ કુસુમાંજલિઓ કરવાની હોય છે. તે દરેકનાં પાંચ પાંચ સક્તો એટલે ૧૨૫ સૂતો કુસુમાંજલિનાં છે. ૨૫ સૂક્તો જુદી જુદી પૂજાનાં છે. ધૂપનો બ્લેક સર્વત્ર સમાન છે. એટલે સર મળી ૧૫૧ શ્લોકપ્રમાણ આ કુસુમાંજલિ મહાકાવ્ય છે. તે તે પૂજાને આધારે ૨૫ કુસુમાંજલિનાં નામ જુદાં જુદાં નીચે પ્રમાણે ઓળખવામાં ઉપયોગી થાય છે. ૧-ચલ્ડ્રન - કુસુમાંજલિ.
કુસુમાંજલિ ૨-કેસર
૧૪-વીસધૂપ ૩યક્ષ કર્દમ
૧૫–જલપૂજા
૧૬-અક્ષતારોપણું ૫-વાસ
૧૭–પંચાંગ રક્ષા ૬-મૃગમદ
૧૮-નિશુંછનકરણ ૭-કાલાગુરુ
૧૯-માલાપણુ ૮-પુષ્પાલંકારાવતારણ
૨૦–અપરાધક્ષામણ ૯-સ્નાનપીઠક્ષાલન
૨૧-દીપકપૂજા ૧૦–બિઅમાર્જન
૨૨-દર્પણપૂજા ૧૧-બિંબશિરસિ પુષ્પાપણું,
૨૩–સ્તોત્રપાઠ
For Private And Personal Use Only