________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૭ ગયા અંકમા રાજગિર અંગે થોડું જોયા પછી, જે ટાછવાયા ઉલ્લેખો સંગ્રહેલા છે તે તરફ નજર ફેરવીએ. ઉપરની અંગ્રેજી પચે નોંધામાં જે કે બહુ મહત્વની માહિતી જૈનધર્મ સંબંધમાં નથી, પણ એના પરથી એટલું તે સહજ પુરવાર કરી શકાય તેમ છે કે જેન અંગોમાં, એ પછીના આગમ ગ્રંથમાં અને જૈન સાહિત્યમાં જે વાત કહેવામાં આવી છે એ કોઈ કલ્પના કે તરંગ નથી પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી બનેલી હકીકત છે.
(૧) “રાજગૃહ'નું નવું શહેર શ્રેણિક ઉર્ફે બિંબિસારે બંધાવ્યું હતું અને સમ્રાટ શ્રેણિક એ અજાતશત્રુના પિતા હતા.
(૨) વૈભાર પર્વત પર પાંચ જૈન મંદિર છે અને નજીકમાં શિવ મંદિરનું ખંડિયેર છે. આ બે ને લખાઈ ત્યારે જે સ્થિતિ પ્રવર્તતી હતી એ એટલું તો જણાવે છે કે જૈન ગ્રંથોમાં મહારાજા શ્રેણિકના ચુસ્ત જૈનધની તરીકે–ભગવંત શ્રીમહાવીરના પાકા અનુથાયી તરીકે-જે વર્ણને ઉપલબ્ધ થાય છે અને રાજગૃહમાં—એની નજીકના પહાડમાં-ખાસ કરી વૈભારગિરિ પર વારંવાર પ્રભુ શ્રી મહાવીરના આગમન પ્રસંગે તેમજ દીધેલી દેશનાઓ આદિનાં વર્ણને એ બનેલા બનાના વિવરણે છે. લગભણે પચીસ વર્ષ પૂર્વેના એ પ્રસંગ ગની આછી-પાતળી રમૃતિ દર્શાવતાં મંદિર, ગુફા કે લેખ આદિના રહ્યાં--સહ્યાં ચિહ્નો એ વાતની સાક્ષી પૂરતા આજે પણ દષ્ટિગોચર થાય છે.
(૩) સેનભંડાર યાને સુવર્ણભંડાર તરીકે આલેખાતા સ્થાનમાં ઈસ. ૨૦૦ લગભગના. લેખની વાત છે અને એમાં મુનિ વૈદેવ નામના શક્તિસંપન્ન અને પ્રતિભાવાન આત્માએ અનશન કરી, અરિહંતના સ્થાનમાં રહી મુક્તિ મેળવ્યાની નોંધ છે. એને સંબંધ બૌદ્ધધર્મ જોડે નથી પણ જૈન ધર્મ જોડે હોવાનું વધુ સંભવિત છે. એ સંબંધમાં આપણું સાહિત્યમાં ઊંડા ઊતરી અંકેડા મેળવવા પ્રયાસ કરવાની જરૂર છે. એટલું તો જણાય છે કે જેનધન સંત આત્માનો સાક્ષાત્કાર કરવા ગુફાઓ જેવા એકાંત સ્થાનનો ઉપયોગ કરતા હતા. ગુફાઓ કેવળ બૌદ્ધધર્મના સાધુઓની વસ્તી સ્થાનરૂપ હતી એવું એકદેશીય મંતવ્ય ઉચિત નથી. વળી “અનશન સંબંધી વાત એ જૈનધર્મ સાથે જોડાયેલી છે.
(૪) પાંચ ટેકરીઓમાં એક બાજુ ત્રણ અને બીજી બાજુ બે આજે મોજુદ છે. વચમાં જે ખીણ જેવો પ્રદેશ સંભવે છે ત્યાં પૂર્વે જૂનું રાજગૃહ વસેલું હોવું જોઈએ. ખંડિયેર તરીકે જે ઈ–માટી વિગેરેને ઢગલે, લગભગ વીસ ફીટનો નજરે ચડે છે એ પર એક જૈન મંદિર છે અને એ મણિયારમઠ' તરીકે ઓળખાય છે. બીજા અવશેષમાં જે મૂર્તિઓ છે એમાં એક નગ્ન ઊભી મૂર્તિ માથે સાત સર્ષની ફણાવાળી છે.
જૈનધર્મને અભ્યાસી ઉપરના વૃતાન્ત પરથી સહજ જાણી શકે કે સર્પ ફણાવાળી મૂર્તિ કાં તે સાતમાં સુપાર્શ્વનાથ અથવા ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથની અને કાયોત્સર્ગ મુદ્રામાં હોવી જોઈએ. વળી ‘મણિયારમઠ' ના મૂળમાં જૈન સાહિત્યમાં નંદ મણિયારે અને એ ઉપરની વકુલિકાના વર્ણનવાળો પ્રસંગ બંધબેસતે હોઈ શકે.
ઉપરના સામાન્ય ઉલ્લેખો પરથી એટલું તો વગર શંકાએ કહી શકાય કે આજે રાજગિર યાને રાજગૃહના પાંચ પહાડ પર જે દેરી ના છે એ લગભગ ત્રણ હજાર વર્ષો પૂર્વેનાએ સ્થાનમાં જૈનધર્મને પ્રભાવ દર્શાવનારાં એતિહાસિક ચિહ્યો છે. ભગવંત મહાવીર પૂર્વે
For Private And Personal Use Only