________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૭ ]. હીરસૌભાગ્યનું રેખાદર્શન
[ ૧૩૩ ભાષા-મૂળ તેમજ પત્ત વૃત્તિ એ બંનેની ભાષા સંસ્કૃત છે. એમાં કેટલાક શબ્દોને સંસ્કૃતિને સ્વાંગ સજાવાય છે જેમકે મોગલ માટે મુદ્દગલ, મોગલોમાં મહત્વ જણવનાર યુવન જતિ નામ તરીકે “ ગાજી' (સ. ૧૪, શ્લો, ૪૨,) ખાનખાન (સ. ૧૪, શ્લો. ૯૪) અર્થાત્ મિયાંખાન, પાદશાહ માટે પાતિસાહિ (સ. ૧૪, ગ્લો. ૮ની વૃત્તિ), મહમ્મદ માટે મહમુન્દ (સ. ૧, સ્લો ૧૨૯), શેખ માટે શેષ (સ. ૧૭, બ્લો. ૧૯૧), ત્યારી (એક જાતનું નાણું) એ માટે ક્યારી અને લ્યારિકા (સ. ૧૭, લો. ૧૭૧ ને ૧૭૨ અનુક્રમે, કથી એક જાતના વસ્ત્ર માટે કથીપક (સ. ૧૭ લો ૧૭૧), ફરમાન માટે સ્કુરમાન (સ. ૧૧. લો. ૧૮), પયગંબર માટે પૈગંબર સ. ૧૩, શ્લો. ૧૩૭), કુરાને માટે કુરાન (સ. ૧૩ લો. ૧૪૧) અને ખુદા માટે ખુદા (સ. ૧૩ લા. ૧૩૮)
છંદ-આ કાવ્યમાં જાતજાતના છંદોને ઉપયોગ કરાય છે. દા. ત. પ્રથમ સર્ગ મુખ્યતયા ઉપજત છંદમાં અને છેલ્લાં ત્રણ પદ્યો શાર્દૂલવિક્રીડિતમાં છે. બીજો સર્ગ પ્રાયઃ વંશસ્થમાં, એનું ૧૩ મું પદ્ય મંદાક્રાન્તામાં, ૧૪ મું હરિમાં અને ૧૪૧મું તથા ઉપરમું શાર્દૂલમાં છે. ત્રીજો સર્ગ મોટે ભાગે વસંતતિલકામાં અને એનું ૧૩૪મું પદ્ય શિખરિણીમાં છે. એવી રીતે અન્ય સગો વિષે ઉલ્લેખ થઈ શકે, આ તો રેખાદર્શન છે. એટલે હું અહીં વિશેષ અધિક હકીકતે નધિતો નથી.
લી—શૈલી સુગમ અને રોચક છે. એમાં વધુ પડતા સમાસો નથી. રસપ્રવાહ એકસરખો વહે છે.
વિષય –આ કાવ્યને મુખ્ય વિષય “જગદ્દગુર’ ‘હીરવિજયસૂરિની જીવનરેખા-ધર્મપ્રવર્તન આલેખવાને છે. પાર્શ્વનાથને, વાવીને અને પિતાના ગુરુને પ્રણામ કરી તેમજ સંતને પિતાને અનુકૂળ રહેવા વિનવી દેવવિમલગણિએ કાવ્યને પ્રારંભ કર્યો છે. હીરવિજયસૂરિનાં સંસારી-પક્ષે પિતા કંરા અને માતા નાથીનું વર્ણન અપાયું છે. સ. ૩. વ્હે. ૨૬૨૮માં લગ્ન સમયના ગ્રહો અને એ દિવસને ઉલ્લેખ છે. વૃત્તિમાં વિ સં. ૧૫૮૩ નાં માસ તિથિ ઈત્યાદિને જન્મ આશ્રીને નિર્દેશ છે. હીરવિજયસૂરિની બાલક્રીડા, અને એમને વિદ્યાભ્યાસ, એમની દીક્ષા, દેવગિરિ (દોલતાબાદ)માં દ્વિજ પાસે પઠન, એમને અપાયેલી વાચક અને સૂરિની પદવી, એમણે કરેલું રિમંત્રનું ધ્યાન, સમ્રાટ અકબર સાથેને એમને પરિચય, એમના વિવિધ સ્થળોમાં વિહાર અને ચાતુર્માસ, અકબર દ્વારા “અમારિ’ નું પ્રવર્તન, સૂરિની સંખના અને અંતિમ આરાધના, એમણે આદરેલું અનશન, એમનું વિ સં. ૧૬૫માં નિર્વાણ, એમને અંગે રચાયેલી માંડવી એમના મૃત દેહને ચંદનાદિ વડે અગ્નિસંસ્કાર, અને સ્તૂપની રચના એમ મુખ્ય મુખ્ય બાબતે મનોહર પદ્યો દ્વારા નિરૂપાઈ છે.
આ પ્રમાણેના મુખ્ય વિષયની સાથે સાથે આનુષંગિક વિષયો તરીકે કેટલાંક નગરનાં વર્ણન છે. ચોથા સર્ગમાં મહાવીરસ્વામીથી માંડીને તેની વિજયદાનસૂરિ સુધીની પટ્ટપરંપરા વર્ણવાઈ છે. વિવિધ ઋતુઓનાં સૂર્યોદય, સૂર્યાસ્ત વગેરેનાં વર્ણન છે. આઠમા સર્ગમાં શાસનદેવતાનાં
૧ એમને જન્મ વિ. સં. ૧૬૫૮૩માં અને સ્વર્ગવાસ ૧૫રમાં થયેલ છે. ૨. શિશુપાલ વધુ ( સ. ૧૧ ) માં માલિની’ ઇદમાં પ્રભાતનું ભવ્ય વર્ણન છે,
For Private And Personal Use Only