________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૭
મંદિરમાં દશમી શતાબ્દીના શિલ્પસ્થાપત્યના જે અવશેષો મળે છે તે આ જ કળાનાં સાક્ષી છે. આની પહેલાં એટલે ગુપ્તકાળથી લઈ ને લગભગ નવમી શતાબ્દીના આ પ્રદેશની શિલ્પકળા જુદી હતી. એથી તેને ગુજરાતી નામે સખેાધિત નહિ કરી શકાય. અહીં' ગુજરાતી શિલ્પકળાના જૈનાશ્રિત કંઈક નમૂના ઉપસ્થિત કરવામાં આવે છે.
ગુજરાતી જૈન શિલ્પનું પ્રાચીન અને ઉત્કૃષ્ટ પ્રતીક અત્યારે શત્રુંજય પર્યંત પર મૂળનાયક શ્રી. આદીશ્વર ભગવાનના દેવાલયની ડાબી બાજુના ઓરડામાં અવસ્થિત છે, જેની પીઠિકા પર એક લેખ ઉત્ક છે. પૂજ્ય મુનિ શ્રી, પુણ્યવિજયજી મહારાજે મને આ લેખની એક નકલ માકલી હતી જે આ પ્રકારે છેઃ
“श्रीमयुगादिदेवस्य पुण्डरीकस्य च क्रमौ । ध्यात्वा शत्रुंजये शुध्यन् सल्लेश्या ध्यानसंयमैः ॥ श्रीसंगमसिद्ध ( ह ? )मुनिर्विद्याधरकुलनभस्तलमृगांकः। दिवसैश्चतुर्भिरधिकं मासमुपोष्याचलितसत्त्वः ॥ वर्षसहस्रे षष्ट्या चतुरन्वितयाधिके दिवमगच्छत् । सोमदिन आग्रहायणमासे कृष्णद्वितीयायाम् ॥ अम्मैयकः शुभं तस्य श्रेष्ठी रौधैयकात्मकम् ( ? ) । पुण्डरीकपदासङ्गी चैत्यमेतदचीकरत् । "
આ લેખથી જણાય છે કે, વિદ્યાધરકુલના મહાન જૈનશ્રમણ શ્રીસંગમસિદ્ધ મુનિએ સંવત્ ૧૦૬૪ ના મા`શી માસના કૃષ્ણપક્ષની ૨ ને સોમવારે એક મહિના અને ચાર દિવસના ઉપવાસ પછી સલેખનાપક શત્રુંજય પર્વત પર શ્રીમદ્ભુગાદેિવ અને તેમના પ્રથમ ગણધર પુ'ડરીકના ચરણેામાં ધ્યાન રાખીને દેહ છેડયો. આ સ`ગસિદ્ધ મુનિ કદાચ તે જ છે, જેમને “ નિર્વાણુકાલિકા 'કારે ગ્રંથની અત પ્રશસ્તિમાં પેાતાના દાદાગુરુ બતાવ્યા છે. ત્યાં તેમના આ રીતે નિર્દેશ કરેલા છે:
“
'श्रीविद्याधरवंशभूषणमणिः प्रख्यातनामा भुवि श्रीसंगमसिंह इत्यधिपतिः
श्वेताम्बराणामभूत् ॥”
શ્વેત સંગમરમર( Marble )ની બનેલી આ પ્રતિમા અનુમાનતઃ રા ફીટ ઊંચી અને ૧૫ ફૂટ પહેાળા છે. એક માટા અને વિકસિત કમળ ઉપર શ્રીપુ ડરીક ગણુધર પદ્માસનમાં વિરાજમાન છે. કમલદડ લાંબા બનાવીને પ્રતિમાની ઉપરના ભાગથી લઈ તે લગભગ મધ્ય સુધી ગણધરને વિરાજમાન કરેલા છે અને આ કમળડના જમણા ભાગમાં સ્થાપનાચાની સામે આચાય પ્રતિમા બનાવેલી છે. તેઓ એક હાથમાં પુસ્તક ધારણ કરીને મલદંડની ખીજી બાજુએ બેઠેલા પેાતાના એ શિષ્યાને ઉપદેશ આપી રહ્યા છે. સ'ભવતઃ આ આચાય સંગસિદ્ધ મુનિ છે. અને શિષ્યેા હાથ જોડીને અંજલિમુદ્રા રાખી ઉપદેશ ગ્રહણુ કરી રહ્યા છે. પુ’ડરીકસ્વામીના મસ્તક ઉપર છત્ર અને છત્રની બાજુમાં એકેક માલાધર ષ્ટિગાચર થાય છે. આ પ્રતિમા શિલ્પકલાનુ એક અતિમનોહર પ્રતીક છે. શારીરિક સૌં
અને ગહન સુંદર છે. કમલદંડ અને પૂર્ણવિકસિત કમલની કારણી પણ સુંદર છે. શિલ્પશાસ્ત્રની દષ્ટિએ આ પ્રતિમા આયુની વિમલવસહિકાના શિપેાથી પણ ચઢિયાતી છે. એ વાતના
૧. આશા છે કે, મુનિશ્રી ભવિષ્યમાં આ લેખને Epigraphia indica જેવી સામયિક-પત્રિકામાં ચગ્ય રીતે પ્રસિદ્ધ કરશે. શત્રુ જગિથી મળેલા બધા લેખામાં આ પ્રાચીન છે અને તેની મ્યુલર મહાશયે નોંધ કરી નથી.
For Private And Personal Use Only