SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખતીબ ઝગ્યા કરતી. એ તણખા એકદમ ભડકા થશે, એવી કોઈને કલ્પના નહોતી અને આ સર્વનાશ વેરાય એવી કોઈની મનવાંછા પણ નહતી. ન જાણે માનવકુળના કયા નારદે માણસને મરઘાંની જેમ લડાવનારી આ રચના કરી હતી ! સવારમાં ખંભાત શહેરના તમામ અગ્રગણ્ય આ પ્રલયસ્થાન પર હાજર હતા. સત્તાધિકારીઓ આમથી તેમ ઘેડા દેડાવી રહ્યા હતા. સર્વનાશ થયો, એ નજર સામે હતઃ કોણે કર્યો એ કહેનાર કોઈ ત્યાં નહોતું. અને પુરાવા તથા સાક્ષી વગર સત્તા કંઈ કરવાને લાચાર હતી. સો ગુનેગાર છૂટી જાય, પણ એક બિનગુનેગાર મર્યો જેવો ન જોઈએ! સ્થાનિક સત્તા ન્યાય કરવા લાચાર બની. અરે, લીલીછમ વેલ પરથી દૂધીનું ડીંટું તોડતાંય આપણને કમકમાટી છૂટે છે, તે આ તે પંચેન્દ્રિય જીવ !' નગરશેઠે પોતાની સહાનુભૂતિ પ્રગટ કરી ને અબોલ જીવ સુદ્ધાંની દયા જાણી. શું ચવન કે શું આ ! મારા વહાલા ગોવર્ધનધારીને ઘેર કોઈ ભેદ નથી. આપણે તે શેરીના કૂતરાને પણ દુઃખી જોઈ શકતા નથી.’ એક વૈષ્ણવ શેઠે કહ્યું. મહેરબાન સાહેબ, આમાં તે ઘરેઘર સળગ્યું લાગે છે. કોઈકની વહુ-બેટી ઉપાડી લાવ્યા હશે !' એક પારસીભાઈએ કહ્યું. “અરે ! વાત ન પૂછો. અંદરોઅંદરની આગ લાગે છે. કમરૂની વહુ રમજુ લઈ ગયો. રમજુએ બધું સળગાવી માથું !' એક નગરજને કહ્યું. “ખરેખર! પેટને બળે ગામ બાળે જેવું ! ભારે ઝનૂની કોમ!' આવા સમવેદનાદર્શક એકપક્ષીય વાર્તાલાપ સાથે, આ સર્વનાશ ઉપર પડદો પડી ગયો. ખંભાત ગુજરાતનું સુપ્રસિદ્ધ બંદર હતું, પણ ગુજરાતની રાજધાની તે અણહિલપુર પાટણમાં હતી. એ ગાદી પર સોલંકીરાજ જયસિંહની હાક બેલતી હતી. “સિદ્ધરાજ' એનું બિરદ હતું. એના કાર્યમાત્રમાં, વિચારમાત્રમાં સિદ્ધિ રહેલી હતી. | ગુજરાતની ગાદી પર થયેલા ભૂપાળો કરતાં આ ભૂપાળ ભારે મહત્ત્વાકાંક્ષી હતો. અદલ ઈન્સાફ ને રણભૂમિમાં અજોડ પરાક્રમ એનાં મનાતાં. વિક્રમી સ્વપ્નનો એ અવતાર હતે. આજ એ ગુજરાતને ચક્રવતી “સધરે જેસંગ’ હાથીએ ચડી મૃગયા રમવા નીકળે હતા. કેઈ લુચ્ચા દીપડાની પાછળ પડેલે હાથી ઘણે આઘે નીકળી ગયા. બપોર તપ્યા. એક ઘેઘૂર વડલા નીચે વિશ્રાંતિ માટે રાજા સિદ્ધરાજે હાથી થોભાવ્યો. વૃક્ષ પર ધમધખતા તાપમાં વાનરે લપાઈને ઠંડી હવાને આસ્વાદ માણતા શાન્ત બેઠા હતા. પણ એ બધામાં એક વિચિત્ર વાનર રાજાની નજરે પડ્યો. - રાજા પાસે સર્યો. પણ એ વાનર આકૃતિમાંથી જાણે માણસ ખડો થયો. માણસ તે કેવો? મડા જેવો! મૃત્યુએ જેને લઈ જવાની ના પાડી હોય તેવો એ દીનહીન કંગાળ માણસ! મસાણમાંથી પ્રેત ખડું થાય તે, કબ્રસ્તાનમાંથી રૂહ જાગે તેવો માણસ ! એના હાથમાં એક કાગળ હતે. ધ્રુજતા હાથે, કંપતા દેહે એ ચરણમાં પડ્યો. કાગળ રાજા સિદ્ધરાજના કદમમાં ધર્યો. કાગળમાં હિંદી ભાષામાં લખેલી એક કવિતા હતી. કણભાવે ભરી હતી. એમાં ખંભાતના એક પરામાં મુસલમાને પર વરસી ગયેલા જુલમની કહાણી હતી. ૮૦ મુસ્લિમો મર્યા હતા. ઘરબાર For Private And Personal Use Only
SR No.521682
Book TitleJain_Satyaprakash 1951 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1951
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy