SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખતીબ [ ગુજરાતના મહાન રાજવીના જીવનના અદલ ઈન્સાફને આ પ્રસંગ દુનિયાના દફતરે નોંધા જોઈતો હતો. પણ કમનસીબે એ સાવ અંધારામાં રહ્યો ને એ પ્રસંગ જનો માટે નામોશીભરી રીતે રજૂ થયો. બલકે રણકેસરી મંત્રીરાજ ઉદયન માથે ને ખંભાતના સમૃદ્ધિવાન જૈને માથે કલંકના ટીલારૂપ ઘડા. શ્રી. ભિખુએ એ આખે કિ મુસલમાન ઇતિહાસમાંથી ઉઠાવીને અત્રે નવલિકારૂપે આપ્યું છે. એ વખતને એક મુસ્લિમ મુસાફર જેણે આ ને, એણે ક્યાંય ઉદયન મંત્રી કે જેનું નામ સુદ્ધાં લીધું નથી, બલકે આતશપૂજકે પર આનું દેવાર પણ કર્યું છે: મદદમાં તમામ હિન્દુ વસતી બતાવી છે. આ નવલિકામાં, ઘટનાનું યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે સંપા] લેખક શ્રી “જયભિખુ” આકાશ મૂંગું હતું, રાત્રિ નીરવ હતી. તારાઓ સ્તબ્ધ હતા. ખંભાત બંદરના એક પરામાં સ્મશનશાતિ વ્યાપી હતી. પાસે જ અરબી સમુદ્રનું ઉલેચાયેલું પાણી નાની શી ખાડી જેવું બનીને વહી રહ્યું હતું. એમાં ખદબદતાં માછલાંની ગંધથી આ પરાને જરાય દખલ થતી નહોતી. અહીંનાં આંગણામાં નિશિમધ નહેતાં વવાતાં. માછલીઓનાં તેરણ હવામાં ઝૂમી રહ્યાં હતાં. શ્રમજીવીઓનું એ પડ્યું હતું. પહેલા પહેરની ગાંડી નીંદરમાં સહુ પડયાં હતાં. કૂકડાના ઘરમાં મરઘીઓને વીંટળાઈને બાળબચ્ચાં સાથે રાતા માંજરવાળો કૂકડે સૂત હતો. કબૂતરે એમની ખાનાંવાળી દિવાલમાં લપાયાં હતાં સવારે દુકાનના ઘરાક માટે ગામડાના વાઘરીઓ પાસેથી આણેલા ચાર-પાંચ બકરા પણ નચિંત મને વાડામાં બેઠા ઘેરતા હતા. દૂધ દેતી બેકરીઓને મીઠી મીઠી જમાડી હમણાં સુવાડી હતીઃ ને દૂધ દેતી બંધ થયેલી એક ગાયને ગામડેથી સસ્તામાં આવ્યું હતી. નાની શી મસ્જિદને વીંટળાઈ આ પેડુ પડયું હતું. મસ્જિના સામાન્ય ઊંચાઈને મિનારા પાછળ શુકનો તાર તેજ વેરતો હતો. રાત શાંત હતી, પણ રાતનો દેવતા અશાન્ત લાગતો હતો. એ અશક્તિમાંથી જાણે આગ ફાટી. કાળી ડિબાંગ રાતમાં પાતાળમાંથી દાને દોડી આવે, હવામાંથી પ્રેત ધસી આવે, ગુફાઓમાંથી રાક્ષસે હુંકાર કરતા ખડા થઈ જાય એમ આ નાના શાપરા પર એકાએક ઝંઝાવાત ઘેરી વળ્યા. - તલવાર વીંઝાઈ, કુહાડીઓ ચાલી, ભાલા તળાયા, લાઠીઓ સમસમવા લાગી. આટલા પ્રકારે અધૂરા હેય, એમ બે બાજુથી પરાને આગ લાગી. સૂતેલાં ઝબકીને જાગ્યાં તે ઓશીકા પર મત જોયું. ગરદન પર તલવાર જોઈ છાતી સામે ભાલા જોયા. કાળા પિકારથી રાત ભયંકર બની રહી. પણ વિનાશ વધતો રહ્યો. મસ્જિદના મિનારા તૂટવા. છાપરાના બંધ છૂટવા. નાસભાગ કરતાં કૂકડાં, કબૂતર ને બકરાંઓએ પગમાં આવી For Private And Personal Use Only
SR No.521682
Book TitleJain_Satyaprakash 1951 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1951
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy