________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧ ]. ધ્યાન આપવા યોગ્ય વિનતિ
બીજી વાત, આ સોળ વર્ષ દરમ્યાન સંસ્થાના સંચાલનમાં તેમજ માસિકના પ્રકાશનમાં સમિતિએ જે મધ્યસ્થતા જાળવી છે એ સાચે જ બેનમૂન છે. આ બધાં વર્ષો દરમ્યાન ઘણુય એવા અવસરે આવી ગયા જ્યારે આવી સંસ્થા એક યા બીજા તરફ ખેંચાઈ જવાને ભય લાગે, પણ આપણું વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધમાં ઊમા થયેલ અનેક ચર્ચાસ્પદ સવાલે વખતે પણ સમિતિએ પૂરેપૂરી તટસ્થતા જાળવીને જૈન સમાજમાં અતરકલહના લેશ પણ ભાગીદાર ન થવાય તેમજ જૈન સંઘની એકતાને ખંડિત કરવાના નિમિત ન બની જવાય તેમજ એ માટે જે જાગરુકતા અને ધ્યેયનિષ્ઠા બતાવી છે એ સાચે જ અભિનંદનને પાત્ર છે.
વળી, સહુથી વિશેષ મહત્ત્વની વાત તો એ છે કે આપણે સમાજના સર્વ મુનિવરોની પાસે વિના સંકોચે પહોંચી શકે અને જરા પણ સંકોચ રાખ્યા વગર સહુ કેઈના સહકારની માગણી કરી શકે એવું માસિક આપણી પાસે આ એક જ છે. સર્વ ગ૭ અને સર્વ સમુદાયના મુનિવરો એક સ્થળે ભેગા થઈ શકે એટલે કે જે બધાયનાં લખાણો સમાન રીતે એક સ્થાને આપણને જોવા મળી શકે એવું સર્વજન સુલભ અને સર્વજનપ્રિય આ માસિક છે. એમ કહી શકીએ કે મુનિસમેલને આપણે કવેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના જુદા જુદા ગ૭ અને સમુદાયના મુનિવરોને એક સ્થળે ભેગા કરવાનું જે ભગીરથ કાર્ય કર્યું હતું તે જ કાર્ય જુદા જુદા ગચ્છ અને સમુદાયના મુનિવરોની લેખન સામગ્રીને એક સ્થળે એકત્રિત કરીને આ માસિક નાના પાયા ઉપર સેવા બજાવી રહ્યું છે અને એમ કરીને પોતે સમેલનના સાચા સંભારણારૂપ છે એ વાત ચરિતાર્થ કરી રહ્યું છે.
પિતાને ૧૬ વર્ષ જેટલા કાર્યકાળ દરમ્યાન માસિક આક્ષેપને પ્રતિકાર પણ ઠીક ઠીક કર્યો છે. એ પ્રતિકારમાં પણ અઘટિત આક્ષેપો કે ખોટા વાદવિવાદમાં ન પડતાં દલીલ અને ઇતિહાસ તેમજ શાસ્ત્રીના પુરાવાઓને જ ઉપયોગ કરવામાં આવ્યો છે એ બાનખેંચે એવી બીના છે કે તાજેતરમાં જ આપણું સમર્થ તિર્ધર આર્ય કાલસૃષ્ટિ અને સારી સરસ્વતીને છ વન ઉપર ખૂબ અઘટિત અને આધારશુન્ય આક્ષેપ કરતાં શ્રી દાવલાલ વર્મા . હું સમયૂર’ નાટકની સામે સમિતિએ જે રીતે કામ કરી બતાવ્યું છે તે આ વાતની સાક્ષી પૂરે છે.આવ પ્રતિકારાત્મક લખાશે ઉપરાંત આ માસિક જેન ઈતિહાસ તત્ત્વજ્ઞાન,કળા કે સાહિત્યને લગતી સામગ્રી પણ પિતાને મળતી શક્તિ અને સગવડ તેમજ વિદ્વાને તરફથી સહકારના પ્રમાણમાં હમેશાં જૈન સંઘ સમક્ષ ઉપસ્થિત કરતું રહીને જેન સંઘની સેવા કર્યા કરે છે. - આમ અનેક રીતે ઉપયોગી આ સંસ્થા અને આ માસિકને નભાવવાં અને એને પુષ્ટ કરવાં એ જૈન સંઘની ફરજ છે. સંમેલન વખતે આપણી સંસ્કૃતિના ગૌરવને ટકાવી રાખવા માટે જે દૂરંદેશીભર્યું કાર્ય આપણે કર્યું હતું તે કેવળ આર્થિક સગવડના અભાવે અટકી ન જાય એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જ્યાં એક યા બીજા ધાર્મિક કાર્યો નિમિતે આપણું સુખી ગૃહસ્થ હજારો રૂપિયા વાપરે છે ત્યાં વાર્ષિક માત્ર બે ચાર હજારની જ જરૂરિયાતવાળી આ સંસ્થા એ કેવળ આર્થિક સંકડામણના કારણે જ પિતાનું કામ ચાલુ ન રાખી શકાય એવી મૂંઝવણમાં આવી પડે એ આપણને નહીં શોભે.
આશા છે સમસ્ત જૈન સંઘ પોતાની સમિતિની વિનંતિને ધ્યાનમાં લઈ એની આર્થિક મૂંઝવણને દૂર કરવા કટિબદ્ધ થશે.
[ " જન ” તા. ૨૨-૯-૫૧]
For Private And Personal Use Only