________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ ] જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ વિચારવા ઈચ્છું છું; આથી એ પણ જાણી શકાશે કે સંસ્કૃત સાહિત્યના સર્જનમાં જેનોના આ બે મુખ્ય ફિરકાઓ પૈકી કોને કેટલે અને કે ફાળો છે?
જૈન સંસ્કૃત સાહિત્યનાં વ્યાકરણ ઈત્યાદિ અંગે કાં અને કેટલાં સમૃદ્ધ છે એ વિચારતાં આ સાહિત્યને થોડે ઘણે પણ ખ્યાલ આવી શકશે સાથે સાથે ભારતીય સંસ્કૃત સાહિત્યમાં એનું શું સ્થાન છે એ પણ જાણવાની તક મળે તેમ છે. એ દિશામાં જે છૂટું છવાયું કાર્ય થયું છે તેની અહીં નોંધ લઉં છું.
હું ભૂલતે ન હે.ઉં તો જૈન સાહિત્યને- અલબત્ત, સામાન્ય વિજ્યોને સ્પર્શતો ખ્યાલ આપનારું પુસ્તક તે “જેન વેતાંબર કેન્ફરન્સ' તરફથી ઈ. સ. ૧૯૦૯માં પ્રસિદ્ધ થયેલી જૈન ગ્રંથાવલી છે. એમાં સંસ્કૃત અને પાઈય એમ બે વિભાગો જુદા પાડી બને ભાષાની કૃતિઓની નોંધ અપાઈ નથી, પણ એ બનાવવી મુશ્કેલ નથી. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એ નામના સ્વ. મો. દ. દેસાઈને પુસ્તકની ત્રીજી અનુક્રમણિકામાં પણ સંસ્કૃત અને પાઈય કૃતિઓ જુદી જુદી ગણાવાઈ નથી. પ્ર. વેલણકરે વર્ષોની મહેનત લઈને જે જિનરત્નકોશ (ભા. ૧) તૈયાર કર્યો અને જે “ભાંડારકર પ્રા વિદ્યાસંશાધન મંદિર’ તરફથી ઈ. સ. ૧૯૪૪માં પ્રસિદ્ધ થયો છે, તેમાં પણ ભાષાદીઠ વર્ગીકરણ નથી. આ વર્ગીકરણની આવશ્યકતા છે એવા ખ્યાલથી મેં ભાં. પ્રા. સં. મં. તરફથી જેન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કર્યું છે અને જેના અત્યાર સુધીમાં ચાર ભાગ પ્રસિદ્ધ થયા છે અને આઠેક ભાગ બાકી છે તેના ત્રણ ખંડ પૈકી દરેક ખંડ પૂર્ણ થતાં તેના અંતમાં મેં ભાષાદીઠ જૈન કૃતિઓને વિભક્ત કરી તેની સૂચી આપી છે.
અહીં એ વાત ઉમેરીશ કે આ ત્રણ ખડે પિકી પ્રથમ ખંડ “આગમિક’ સાહિત્ય, બીજે ખંડ દર્શનિક' સાહિત્ય, અને ત્રીજો ખંડ “કથાત્મક' સાહિત્ય તેમજ “અવશિષ્ટ' સાહિત્ય સાથે સંબંધ ધરાવે છે.
ઉપલબ્ધ આગમો સાથે દિગંબરોને કંઈ લાગતું-વળગતું નથી એ માન્યતા જાણે ચરિતાર્થ ન કરતી હોય તેમ પ્રથમ ખંડમાં તો કેવળ વેતાંબરોની જ કૃતિઓ છે, બાકીના ખંડમાં પ્રથમ વેતાંબરાની અને એ પૂરી થતાં દિગંબરોની કૃતિઓ રજુ કરાઈ છે. દા. ત. બીજા ખંડના પ્રથમ ભાગમાં વેતાંબરોના ન્યાયના ગ્રંથને વિચાર કર્યા બાદ દિગંબરોના આ વિષયના ગ્રંથોને સ્થાન અપાયું છે. ન્યાય પછી તત્ત્વજ્ઞાન, નીતિ, ઉપદેશ વગેરે વિને લક્ષીને બંને ફિરકાઓના ગ્રંથની અલગ અલગ રજૂઆત કરાઈ છે. - દર્શનિક સાહિત્ય અંગે નૈન નિજ સાત્વિા લિંદાવરોના નામની એક હિંદી પત્રિકા જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ' બનારસ તરફથી ઈ. સ. ૧૯૪૯માં પ્રસિદ્ધ થઈ છે. એ જૈન સાહિત્યનું એક પાસું સંક્ષેપમાં રજુ કરે છે. એવી રીતે એનાં બીજાં પાસાંઓ પણ ભલે સંક્ષેપમાં રજુ થાય તો તે પણ આવકારપાત્ર છે. કેમકે આગળ જતાં એ પ્રત્યેક પાસાને વિરતૃત બનાવાતાં અને એને સમુચિત રીતે સંલગ્ન કરાતાં જૈન સાહિત્યનો ભવ્ય મહાલય તૈયાર થઈ શકશે,
[ અપૂર્ણ ]
For Private And Personal Use Only