________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપાલન
[ આજની ચાલ પરિસ્થિતિ માટે આ વાર્તા કેટલી ઉપયુકત છે એનો ખ્યાલ સહજમાં આવી જાય છે. આજે સંઘરાખોરી કરનાર અને વ્રત લઈને પણ અપવાદ માર્ગો શોધનારા માનવીને આ વાર્તા વાસ્તવિક બોધપાઠ આપે છે. એક વ્રતને બીજા વ્રત સાથે કેટલો સંબંધ છે તેને વાસ્તવિક મર્મ સમજનાર એક જ વ્રતના પાલનથી પોતાનું આત્મકલ્યાણ કરી શકે એ આપણું સેંકડો ઉપદેશ ગ્રંથનો સાર છે અને એનું રહસ્ય આ વાર્તામાં ગૂંથાયેલું છે. સં.]
એક વાર એક જૈન સાધુ ભિક્ષા લેવા જઈ રહ્યા હતા. રસ્તામાં એક મનુષ્ય તેમને વિનંતિ કરી
મહારાજ ! મારે ઘેર ભિક્ષા લેવા પધારે.” “ના, હું તારે ત્યાં નહિ આવું.” મુનિએ જવાબ વાળ્યો. “મહારાજએમ કેમ?” “કેમકે તે કઈ વ્રત અંગીકાર કર્યું નથી.” “ઠીક, તે હું વ્રત લઉં છું. આપ મને વ્રત આપે. પછી તે આપ આવશેને?” “કયું વ્રત લઈશ ? શું મદ્યપાન ન કરવાનું વ્રત લઈશ?” “ના, મહારાજ ! એ કેવી રીતે નભી શકે? બીજું કોઈ વ્રત આપે.” “તે પછી આજથી જુગાર ન રમવાનું વ્રત લે.” મહારાજ! જુગાર રમ્યા વિના કામ કેમ ચાલી શકે?” તે વ્યભિચાર ન કરવાનું વ્રત લે.” “આપ શું કહી રહ્યા છે, મહારાજ ! શું એવું વ્રત કદી લઈ શકાય ? ” “ઠીક, તે ચોરી ન કરવાનું વ્રત લે.”
તમે તે વિચિત્ર વાત કરી રહ્યા છે, મહારાજ! જે હું ચોરી ન કરું તો પછી ખાઉં શું?”
તે પછી સત્ય બોલવાનું વ્રત લઈ શકીશ?”
ત્યારે એ મનુષ્ય વિચાર કર્યો કે આ વ્રત જ એક એવું વ્રત છે જેમાં કંઈ પણ છોડવું પડતું નથી. તેણે તરત જ જવાબ વાળ્યાઃ “સારુ, આજથી હું એ વ્રત લઉં છું.”
વ્રત લીધા પછી બીજે જ દિવસે તેને મદિરા પીવાની ઈચ્છા પ્રબળ થઈ, પરંતુ વ્રતની યાદ આવી જતાં તે વિચારવા લાગે કે મદિરા પીધા પછી તેના નશામાં જે જૂઠું બોલાઈ જાય તે મેં જે સત્ય વ્રત લીધું છે તેને ભંગ થશે. પછી તેને જુગાર રમવાની અને વ્યભિચારની ઈચ્છા થઈ આવી, પરંતુ તેને વિચાર કરતાં તેના મનમાં એવો અનુભવ થવા લાગ્યો કે આ બધી વાતોમાં સત્ય વ્રતને સર્વાગ રૂપે નભાવવું કઠણ છે. તેમ છતાં ગોરી કર્યા વિના મારું કામ ચાલી શકે એમ નથી. કેમકે ચોરી કર્યા વિના મારા જીવનનિર્વાહ કેવી રીતે ચાલે?”
થોડીવાર સુધી તેણે ખૂબ વિચાર કરીને નિશ્ચય કર્યો કે ચેારી કરવી તે એવી કરવી
For Private And Personal Use Only