SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ બૌદ્ધ ધર્મ ને જૈન ધર્મનો પ્રચાર પરદેશમાં ખૂબ હતા, એમ પુરાણ સંશોધકે માને છે. જે કાળની આ કથા છે એ કાળે યૂનાની રાજાઓ બૌદ્ધધમી હતા. શકે જેન ને બૌદ્ધધમી હતા. વેર, યુદ્ધ ને કાપાકાપીથી થાકેલા પ્રખર પ્રતાપી અશોકના વખતમાં જેમ બૌદ્ધ ધર્મ રાજધર્મ બન્યો, તેમ પ્રતાપી સમ્રાટ અશોક-પૌત્ર સંપ્રતિના વખતમાં જૈનધર્મ ખૂબ પ્રસર્યો. યુદ્ધોથીને વેરભાવથી ત્રસ્ત ક્ષત્રિયોમાં જૈનેની ને બૌદ્ધોની અવેરને અહિંસાની ફિલસૂફીએ ભારે આદર મેળવ્યો હતે. સિકંદરની જેમ યુનાની રાજા રિમેક (DEMETRIES)ને હરાવનાર રાજ ખારવેલ પણ ન હતું. ને એણે શૌર્યભરી રીતે જૈન ધર્મનો પ્રચાર કર્યો,(જુઓ શ્રી. કાશીપ્રસાદ જયસ્વાલ કૃત; ભુવનેશ્વરની હાથીગુફાને રાજા ખારવેલને લેખ). આ રીતે શંગ દરબારમાં આવેલો યુનાની દૂત હેલીઉદર વિષ્ણુપૂજક હતા. એટલે સિકંદરના આગમને જેમ ભારતને માગ ખુલ્લે કર્યો, તેમ એ વેળાના સમાજ પર પણ તેણે ભારે અસર કરી. સિકંદરની ચડાઈ પછી તરત જ યુનાની, ઈરાની ને ભારતીય જાતિઓ એકત્ર થવા લાગી, ને એકમેકના સંબધથી બંધાતી ચાલી. આ કાલકની પહેલાં પણ શક હિંદમાં હતા (૨) શેક લેકે કે જેઓને લાવ્યાનું તહેામત આય કાલકના મસ્તક પર મઢવામાં આવે છે તેઓ ઈ. સ. પૂર્વે સો વર્ષથી હિંદમાં આવી રહ્યા હતા, ને વાર્તાકાળના સમયે તે તેઓ આર્ય બની ચૂકયા હતા,તેમજ જેન તથા બૌદ્ધ તથા વૈદિક તત્વજ્ઞાનથી રંગાઈ ગયા હતા. (જુઓ, ‘તિહાસ ઘરા’ સે. વયવં વિદ્યારા, સંવાદ કરાર ડાયરા પૃ. ૧૧૧) તેઓને પડખે પિક ને તુખાર જાતિઓ પણ રહેતી હતી. સહુ પ્રથમ હિંદ પર આવનાર હણ, શક, ઋષિક વગેરે પ્રારંભમાં જંગલી જાતિઓ હતી. દૂરના દેશોમાં લુંટફાટ કર્યા કરતી, પણ તેમના પર દબાણ થતાં તેઓ હિંદ તરફ વળ્યા. જ્યારે આકાલક શક લોકે પાસે ગયા ત્યારે તેઓ હિંદના આજના સિંધ (પ્રાચીન નામ શકદીપ) પ્રાન્તમાં આવીને કથારના વસી ગયા હતા. ને ધર્મથી આર્ય, બૌદ્ધ અને જૈન બન્યા હતા. અલબત્ત, સંગ્રામમાં તેઓ ભારે ઝનૂની હતા. શક રાજ નહપાન ને ઉષવદાત ભારે ઉજ્જૈનમાં આવી રાજ બન્યા ત્યારે તેઓએ જૈન ધર્મનાં કાર્યો કરવા ઉપરાંત નાસિક જુનેરમાં બુદ્ધ ગુફાઓ સ્થાપી ને બ્રાહ્મણને યજ્ઞો માટે પુષ્કળ દાન દીધું (જુઓ; ઉત તિરાણ કરાર (પૃ. ૧૧૩.) ઈતિહાસને પાને સમ્રાટુ સમુદ્રગુપ્ત તથા વાસિહઠીપુત્ર શાતકણુના અંતપુરમ સપરિસ્થાને કદમ્બવંશની શકરાણીઓ હોવાના ઉલ્લેખો નોંધાયા નજરે પડે છે. (જુઓઃ ભારતીય ઇતિહાસ કી રૂપરેખા પૃ૦ ૮૫૮) - રાષ્ટ્ર વિષેની એ કાળની કલ્પના (૩) રાષ્ટ્ર વિષેની આપણી આજે જે એક ને અખંડ કલ્પના છે, તે એ વખતે નહતી, એમ લાગે છે. જે રાજા જેટલી ભૂમિ પર અધિકાર રાખે છે તેનું રાષ્ટ્ર. અને ને આમ ન હોય તે સિકંદરની સામે લડનાર શશિગુપ્ત રાજા હારીને પાછો એના જ સિન્યમાં જોડાઈ હિંદને જીતવામાં મદદ ન કરત. તક્ષશિલાને રાજા આણિ પણ તેનાથી ડરીને મદદ ન કરત. ને અભિને દેશદ્રોહી કહેનાર રાજા પોરસ પણ આખરે સિકંદરની સેનામાં ઉચ્ચાધિકારીની પદવી ન સ્વીકારત. જુઓ (તિહાસ ના પૃ. ૮૪) અરે ખુદ પિતાના રાજ પ્રત્યે પ્રજાને એ વેળા ઉદાસીનતા હશે; નહિ તે જે સિકંદર ચાર વર્ષમાં For Private And Personal Use Only
SR No.521666
Book TitleJain_Satyaprakash 1950 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy