________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિના વિ. સ. ૨૦૦૦ થી ૨૦૦૫ સુધીના
છ વર્ષનો હિસાબ
અખિલ ભારતવષીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમ્મેલન સસ્થાપિત શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિના વિ. સ. ૧૯૯૭, ૧૯૯૮ અને ૧૯૯૯નાં ત્રણ વર્ષના હિંસામ શ્રી જૈન સત્ય પ્રયાશ ' ના હુમા વર્ષના ૭મા અંકમાં– ક્રમાંક ૧૦૩માં-પ્રગટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછીનાં વિ. સ. ૨૦૦૦થી ૨૦૦૫ સુધીનાં છ વર્ષના હિસાબ અહી રજુ કરવામાં આવે છે.
C
,
આ છ વર્ષોંની પહેલાંનાં ૩-૪ વર્ષીની જેમ, આ બધાં વર્ષો પશુ યુદ્ધ અને યુદ્ધોત્તરકાલીન કારમી મેધવારીનાં જ વર્ષો હતાં. તેથી સમિતિના સંચાલનમાં, ખૂબ કરકસર કરવા છતાં, વિશેષ ખચ' કરવા પડ્યો છે. આ સાથેના હિસાબ ઉપરથી જોઈ શકાશે કે સમિતિને વાર્ષિક ત્રણ હજાર રૂપિયા જેટલું ખર્ચ ઉઠાવવું પડ્યું છે.
આ સમિતિ અને માસિક એ જૈન સ’ધનાં જ અંગ છે; એટલે એને જોઈતી મદદ જૈન સંઘ તરફથી યથાસમય મળતી રહે છે. ગત ૧૫ વર્ષ દરમ્યાન સમિતિ અને માણિકનું કાર્ય આર્થિક રીતે જરા પણ અટકી નથી પડ્યું એ જેટલું સાચું છે, તેની સાથે સાથે, પોતાની આર્થિક મર્યાદાના કારણે, સમિતિને પોતાના ઢા ક્ષેત્રને મર્યાદિત રાખવું પડ્યુ છે, ઉપરાંત સમિતિ પાસે કાઈ સ્થાયી ભઢાળ લેગુ થઈ શકયું નથી, એ પણ એટલું જ સાચુ' છે. છતાં આ બધાં વર્ષો દરમ્યાન પૂજ્ય શ્રમણુસમુદાય સહિત સમસ્ત જૈન સથે સમિતિ અને માસિક પ્રત્યે જે મમતા અને પ્રેમ દાખવ્યાં છે તે ઉત્સાહ પ્રેરે તેવાં છે. અમે સમિતિને મદદ કરવાની પ્રેરણા આપનાર પૂજ્ય શ્રમણુસમુદાય અને મદદ માપના સગૃહસ્થા, સધા અને સસ્થાઓના આભાર માનીએ છીએ; અને ભવિષ્યમાં પણ તેમના આવા જ સહકાર અમને મળતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. આ વર્ષો દરમ્યાન સમિતિની કાર્યવાહક કમીટીના એક આગેવાન સભ્ય અને સમિતિના કાર્યમાં પૂરેપૂરા સહકાર અને પ્રેરણા આપનાર શેઠશ્રી પ્રતાપસિંહ માહાલાલભાઈના અવસાનથી સમિતિને એક ભાર માટ આવી પડી છે.
વિ. સં. ૨૦૦૦ની સાલમાં ક્રમાંક ૧૦૦: ‘વિક્રમ વિશેષાંક’ તરીકે પ્રગટ કર્યા પછી, અમે આર્થિક મર્યાઠાના કારણે કાઈ પણ વિશેષાંક પ્રગટ કરી શકયા નથી. આ માટે ઘટતી મદદ મળે તેા, આગલા વિશેષાંકાના અનુસંધાનમાં, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમથદ્રાચાય પછીના જૈન ઇતિહાસને રજી કરતા વિશેષાંકી પ્રગટ કરવાની અમારી ઉમેદ છે. અમારી આ મેઢ પાર પાડવાની વિનંતી સાથે અમે અમારું આ નિવેદન પૂરું કરીએ’ છીએ. —વ્યવસ્થાપ
For Private And Personal Use Only