________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈતિહાસના અજવાળે લેખક શ્રીયુત મોહનલાલ દીપચ શાસ
[૩] જ મહત્વે વૈશાલીનું પૂવે જોઈ ગયા, એ વિચારતાં આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ શોધળના આધારે “વૈશાલી' નામની હિંદી પુસ્તિકામાં જે નિર્ણય પર આવ્યા છે. એ વિના સંકોચે સ્વીકારે ર એ નિર્ણય સ્વીકારતાં વર્તમાન ક્ષત્રિયકુંડ એ ભગવાન શ્રી મહાવીરદેવનું જન્મસ્થાન નહીં પણ સ્થાપનાતીર્થ છે એમ માનવું રહ્યું. પૂર્વકાળમાં ભકિતથી પ્રેરાઈ ઉપાસકવર્ગ પૂજન-દર્શનનો લાભ લઈ શકે એ રીતે સ્થાપનાતીર્થ ઊભાં કરવામાં આવતાં હતાં, એવું આજે પણ આબુ અને નાડલાઈમાં શત્રુંજય-ગિરનારની અવતારણરૂપે દેવાલયો જોતાં સહજ મને તિરે એમ છે. એતિહાસિક ગણતરી પર મદાર બાંધતાં નીચેના કારણેને લઈ આજનું શત્રિયકુંઠ એ સ્થાપનાતીર્થ છે એમ પુરવાર થાય છે.
૧. ચિકું અને લિચ્છવા તરીકે ઓળખાતા સ્થાને મુર જિલ્લામાં ગણાય છે. મહાભારતમાં આ પ્રદેશનું સ્વતંત્ર નામ “મેદગિરિ' લખેલું છે. પાછળથી એ સમાવેશ અંગદેશમાં કરી છે. એ ઉપરથી ફલિત થાય છે કે આ સ્થાનો વિદેહમાં આવી શકે નહીં.
૨. આજનું ક્ષત્રિય પર્વત પર છે, જ્યારે પ્રાચીને વર્ણનો પર્વતની વાત જણાતી નથી. વૈશાલીની આસપાસ પહાડ છે જ નહી; એટલે પણ જન્મસ્થાન વૈશાલી નજીક હેવું સંભવિત છે.
૩. પ્રાચીન સાહિત્ય અનુસાર ક્ષત્રિયકું અને વિશાલીની પાસે ગંડકી નદી હોવાને ઉલ્લેખ છે, જ્યારે આજના ક્ષત્રિયકુંડની તળેટીમાં માત્ર એક નાનકડું નાળું છે જે ગંડકી નદી નથી જ. ગંડકી નદી આજે પણ વૈશાલી સમીપ વહી રહી છે.
૪. આગમમાં આવતા વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય છે કે, ક્ષત્રિય ગામ વૈશાલીની નજીક હોવું જોઈએ, જ્યારે આજનું ક્ષત્રિયકું તે દૂર આવેલું છે.
છે. ક્ષત્રિયકુંડ “વિદેહની અંતર્ગત હતું એવા ઉલ્લેખ મળે છે, અને વિદેહ દેશ ગંગાની ઉત્તરે આવેલું છે એમ જણાવેલું છે જયારે આજનું થાન તે ગંગાની દક્ષિણમાં આવ્યું છે. આંખ સામેની આ પરિસ્થિતિ ચેખું પુરવાર કરે છે કે ક્ષત્રિયકુ-ભગવાન મહાવીરની જન્મભૂમિ-વાસ્તવિક રીતે વૈશાલીની નજીક હેવી ઘટે. હવે વૈશાલી વિચાર કરીએ
For Private And Personal Use Only