________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિડાથી પિસીનાજી તીર્થને સંઘ લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી)
[ મતથિી પૂર્ણ ] હિડાથી પિસીનાજી જતાં ત્રણ રાજ્યોની સરહદ આવે છે. રાહીડાથી ભૂલા સુધી સિરોહી રાજય છે. પછી નદી ઉપર ઢોળાવ ચઢીને ઊતર્યો એટલે મેવાડ રાજ્યની હદ આવે છે. તે ઠેઠ કાલીકાંકરના બંગલા પાસેની નદીની આ પાર સુધી મેવાડ રાજ્ય છે અને નદીના સામા કાંઠેથી ઈડર રાજયની હદ શરૂ થાય છે. કાલીકાંકરની ચોકી ઈડર રાજ્યની છે. આમ ત્રણ સરહદમાંથી પસાર થવું પડતું હોવાથી બરાબર સાવચેતી પૂર્વક જવું પડે છે.
પસીનાજી તીર્થના શિલાલેખે ? પસીનાજીમાં સૌથી વધુ પ્રાચીન મંદિર શ્રી મહાવીર પ્રભુનું મંદિર છે,
આ મંદિરના મૂલગભારાની બહારના રંગમંડપમાં કેટલાક કાઉસગ્ગિયા અને મૂર્તિઓ રાખેલી છે તેમાં એક શ્રાવક શ્રાવિકાનું યુગલ–સાથે જ છે તેની નીચે આ પ્રમાણે લેખ છે. લેખ સુંદર પઢિમાત્રા લિપિમાં છે?
" संवत् १३५५ वर्षे वैशाख शुदि १२ महं नरपतिमूर्तियुग्म ॥ महं कर्मणैण રાપિતા (પુરુષની નીચેને એ લેખ છેમતિ ભૌહીની મૂર્તિ (સ્ત્રીની નીચે આટલે લેખ છે) *
બીજું એક શ્રાવક શ્રાવિકાનું યુગલ છે, તેમાં પુરુષની નીચેનો લેખ સીમેંટથી દબાઈ ગયો છે. સ્ત્રીની નીચે આ પ્રમાણે વંચાય છે?
॥९॥ सं. । १३५१ वर्षे अषाढ शुदि १० गुरुसेत(ड)ढा(टा) त्रयमती कपुरदेवी कुलउद्योतितं ।
શ્રાવક શ્રાવિકાઓ હાથમાં પૂજાની સામગ્રી લઈને જતા હોય તેવી આકૃતિ છે, મતિ સારી છે
આ જ મંદિરની પ્રદક્ષિણામાં રહેલ પરિકરની ગાદીમાં નીચે પ્રમાણે લેખ છેઃ ॥९॥ संवत् १० वर्षे वैशाख शुदि १४ गुरु xxx के जाकारिते। . આવી જ રીતે બીજા પરિકરની ગાદી નીચે પણ ઉપર પ્રમાણે જ લેખ છે.
આમાં બન્ને બાજુ શાસનદેવ અને શાસનદેવી છે. વચ્ચે સુંદર ધર્મચક્ર છે, એની બને બાજુ નીચે હરણ છે અને ધમચક્રની પાસેની બન્ને બાજુમાં સિંહ છે.
For Private And Personal Use Only