SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ૩] જૈનેનું તત્વજ્ઞાન અને ચારિત્ર [ ૬૫ ઉપર કહેલા ન સ્વીકાદના પૂરક છે. જેને મત છે કે, આ બધા નો એકાતિક છે. અર્થાત પદાર્થને એક અપેક્ષાએ વિચાર કરે છે. આથી તેમાં સત્યને કેવળ અંશ રહેલો હોય છે. ' ના સાતે પ્રકારના છે. નૈગમ, ૨ સંગ્રહ, ૩. વ્યવહાર, ૪ મજુસૂત્ર, ૫ શબ્દ, ૬ સમભિરૂઢ અને ૭ એવભૂત, આમાંથી ચાર નો “ અર્થનય” અને બાકીના ત્રણ શબ્દનય' છે. આવી ભિન્નતાનું કારણ વેદાંતીઓ જેમ કહે છે કે, પદાર્થનું અસ્તિત્વ અમિશ્ર નથી, અર્થાત તેમાં જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ છે. આથી કોઈ પણ પદાર્થનું વર્ણન અથવા કોઈ પણ પ્રકારનું વિધાન સ્વભાવથી જ અપૂર્ણ અને એકાતિક એકપક્ષીય હોય છે. આ કારણથી કોઈ પણ પદાર્થના વિષયમાં એક જ દૃષ્ટિએ જે વિચાર કરવામાં આવે તો તે અવશ્ય ભ્રમાત્મક કે બેટે ઠરે છે. આ બધા વિચારમાં કોઈ વિશેષ સંભીરતા નથી જોવાતી પરંતુ ઉપનિષદોના પરસ્પર વિધી દેખાતા વિચારોની વિરુદ્ધ સામાન્ય અનુભવ જ્ઞાનનું સમર્થન કરવાને આ જૈન સિદ્ધાંતનો હેતુ છે. આ જ પ્રકારે તેનો જ બીજે પરંતુ બાણ હેતુ બૌદ્ધોના ક્ષણિકવાદની વિરુહને છે છતાં બૌદ્ધમતની સાથે સ્પષ્ટતઃ જાણીબુઝીને વાદ કરવાનો જૈન સિદ્ધાંતને અભિપ્રાય નથી લાગતું, અને ઐતિહાસિક દૃષ્ટિએ એ સ્વાભાવિક પણ છે કેમકે મહાવીરને જન્મ ઉપનિષદોથી બહુ પાછળ અને બૌદ્ધોના સમસમયમાં થયેલો છે, એટલા જ માટે બ્રાહ્મણના તત્વનો સ્પષ્ટતાથી નિષેધ કરો અને બૌદ્ધ સિદ્ધાંતથી જુદો સિદ્ધાંત પ્રતિપાદન કરે છે તેને માટે જરૂરી હતું. [૨] હજી સુધી એ જણાવવામાં નથી આવ્યું કે સાંખ્ય-યાગ અને જૈન ધર્મનો સંબંધ શો છે? જેમને અત્યારે પેગી કહેવામાં આવે છે તેમની ઉત્પત્તિ શ્રમણામથિી થઈ છે, આથી આ બંને મતોમાં એક બીજાને મળતા અનેક સિદ્ધતિ જોવામાં આવે છે. એ વાત હવે સર્વમાન્ય થઈ ચૂકી છે કે, સાધુઓના આચારે તથા યોગના હેતુઓ અને માર્ગોના વિષયમાં બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધોને નિકટ સંબંધ છે અને તેમની ઉત્ક્રાંતિ એક જ સ્થળે થયેલી છે. મારે અહીં કેવળ સાધુધર્મ અને તેમની જરૂરિયાત સંબંધ તાત્વિક કલ્પનાઓને વિચાર કરવો છે. સાંખ્યમતે ઉપનિષદો અને અનુભવ જ્ઞાનને મેળવવા પ્રયત્ન કર્યો છે. સખ્યના મતથી આત્મા અથવા પુરુષ નિત્ય છે અને પ્રકૃતિથી સમગ્ર જડ વિશ્વ ઉત્પન્ન થયું છે અને જેનામત અનુસાર પણ પુદગલથી જ આખું. ભાતિક જગત ઉત્પન્ન થયું છે, આથી સાંખ્યું અને જેનામતને આ વિષયમાં એકમત છે અને મને જણાય છે કે, આ મત (પુદગલથી જ જગતની ઉત્પત્તિ માનવાને) સૌથી અધિક પ્રાચીન છે. પ્રત્યેક વસ્તુમાં જે પરિણમન અથવા ફેરફાર થાય છે, પછી ભલે તે સ્વાભાવિક છે કે મંત્રાદિ ઉપાયોથી હોય, પરંતુ તેને આ સિહતિના આધારે ખુલાસો થાય છે, જા દ્રવ્યની આ એક જ કલ્પનાથી સાંખ્યવાદીઓ અને જૈનએ જુદા જુદા સિદ્ધતિ સ્થાપિત કર્યા છે. અત્યંત સર્ભ બુદ્ધિથી લઈને અત્યંત જડ પદાર્થો સુધી બધાની ઉત્પત્તિ અને વિનાશને કમ For Private And Personal Use Only
SR No.521659
Book TitleJain_Satyaprakash 1949 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy