________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ વિદ્યાથીઓના સંસ્કાર ઉપર કારી ધા સમી અને જૈન સમાજને પડકાર સમી થઈ પડે છે. આ વિષયમાં જૈન સંઘે જાગ્રત થઈ એ સરકાર સામે વિરોધ નોંધાવી તેને રદબાતલ કરાવવાની કોશીષ કરવાની જરૂરત છે. એટલું જ નહિ Aવેતાંબર, દિગંબર કે સ્થાનકવાસી તરીકેના મતભેદોને ભૂલી જઈ સમગ્ર સધે અને ખાસ કરીને યૂ. પી.માં આગરા, લખનૌ, બનારસ, કાનપુર વગેરે સ્થળામાં વસતા જેન ભાઈઓએ સંગઠિત થઈને વિરોધ નોંધાવવો જોઈએ. જેનાચાર્યને વિકૃત ઇતિહાસ ચિતરતા લેખક પાસે સરકાર દ્વારા પણ આવી ભૂલ સુધરાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને ભવિષ્યમાં ઈતિહાસની ઘટનાઓ સામે આવાં ચેડાં કરતા લેખકને રોકવા જેઈ એ.
–અભ્યાસી શ્રીસ્યુલિભદ્ર ભગવાન બુદ્ધને શરણેઃ
દૈનિક પત્ર “સંદેશ'ના દીવાળી અંકમાં પ્રગટ થયેલી નાટિકા “ભગવાન બુદ્ધને શરણેમાટે જૈન સમાજમાં મેટો ઊહાપોહ થયા છે. અમે એ વિશે કંઈપણુ લખીએ તે પહેલાં તેના લેખક સાથે પત્ર વ્યવહાર ચાલ કર્યો છે, આથી અહીં માત્ર તા. ૧-૧૧-૪૯ના “જૈન”ના સાપ્તાહિક પત્રમાં જે નોંધ આવેલી છે તેનો ઊતારે આપી સંતોષ માનીએ છીએ.
સં૫.૦ અમદાવાદથી પ્રસિદ્ધ થતા “સંદેશ” પત્રના આ વખતના દીપોત્સવી અંકમાં ભાઈશ્રી સુરેશ ગાંધીએ લખેલ “બુદ્ધને શરણે” નામક એક નાટિકા પ્રકટ થઈ છે. આ નાટિકા તા. ૨૯-૧૦-૪૯ ને શનિવારની રાત્રે અમદાવાદ-વડોદરા રેડિ ઉપર રજુ કરવા માં આવી છે. આ નાટિકામાં યૂલિભદ્રને બુદ્ધને શરણે જતાં એટલે કે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા, બતાવ્યા છે. પણ ઇતિહાસની દૃષ્ટિએ આ બીના સાચી નથી. તેમણે સંભૂતિવિજય નામક જૈનાચાર્યની પાસે જૈન ધર્મની દીક્ષા લીધી હતી અને દીક્ષા લીધા પછી તેમણે પિતાના સંયમની કસોટી તરીકે પોતાની એક કાળની પ્રેયસી કેશાવેશ્યાને ત્યાં જ ચાતુર્માસ રહેવાની હામ ભીડી હતી, અને છેવટે કેશાવેશ્યાને પણ જૈનધર્મને બોધ મળ્યો હતો. તેના ઐતિહાસિક પૂરાવાઓ મળે છે. આમ છતાં ભાઈ સુરેસ ગાંધીએ તેમને બૌદ્ધધર્મની દીક્ષા લેતા શા આધારે વર્ણવ્યા છે તે સમજાતું નથી.
આ માટે બીજા બીજા પૂરાવાઓ ન જોઈ શકે તે પણ છેવટે શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશીના “ભગવાન કૌટિલ્ય' પુસ્તકનાં ૨૦–૨૧નાં પ્રકરણો જોઈ જવાં; એમ ભાઈ સુરેશ ગાંધીને ભલામણું કરીએ છીએ. એમાં સ્થૂલભદ્ર જૈનધર્મની દીક્ષા ગ્રહણ કર્યાને સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો છે. '
આ ઘટના જૈનધર્મને હેવાને ઇતિહાસ એટલો સ્પષ્ટ છે કે એ માટે વિશેષ લખવાની જરૂર નથી." આશા છે કે ભાઈ સુરેશ ગાંધી આ અંગે ઘટતો ખુલાસો વેળાસર પ્રગટ કરશે.
નવી મદદ ૧૫૦) પૂ. આ. કે. શ્રી વિજયપ્રતાપરિજીના સદુપદેશથી શ્રીગોડીજી જૈન ઉપાશ્રય. મુંબઈ ૧૦૦) પૂ. મુનિ શ્રીપરમપ્રભ વિજયજીના સદુપદેશથી શ્રીનાગજી ભુદરની પાળને જેન
ઉપાશ્રય. અમદાવાદ ૫) પૂ આ. ભ. શ્રી વિજયલબ્ધિસૂરિજીના સદુપદેશથી શ્રીજૈન શ્વેતાંબર જૈનસંધ. કરાડ ૧૫) ૫ પં. મ. શ્રી શાંતિવિજયજી ગણિવરના સદુપદેશથી શ્રોજેન સંધ. લુણાવાડા ૧૦) ૫ મુનિ શ્રી મહેન્દ્રવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી સાગરગચ્છકમીટી, સાણંદ ૫) ૫. મુનિશ્રી રંગવિજયજી ના સદુપદેશથી શ્રી જેન સંધ સમસ્ત. આંકલાવ,
For Private And Personal Use Only