SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ મા ચાર, મુંબઇ સરકારના ભીખબધી કાયદા સંબધે જાહેરનામા સામે ઉગ્ર વિરોધ મુંબઇ સરકારે તા. ૧૬-૯-૪૯ના રોજ “ગેટ ’માં ભીખબધી કાયદામાં સુધારા કરતું એક જાહેરનામું પ્રગટ કર્યું” છે. તેમાં સાધુ-સાધ્વીઓને પોતાના નામાની નધિણી કરવાનું અને આળખપત્રો રાખવાનું સૂચવવામાં આવ્યું છે. આ જાહેરનામાનો વિરોધ દર્શાવવા રૈનાની એક પ્રચંડ જાહેર સભા તા. ૨૩-૧૦-૪૯ના રોજ બપારે મુંબઈમાં શ્રીનેમિનાથ ભગવાનના જૈન દેરાસરના ઉપાશ્રયમાં શ્રીઅમૃતલાલ કાળીદાસ શેઠના પ્રમુખપદે મળી હતી. આ પ્રશ્ન પરત્વે જૈને જાગૃત છે એ તેની વિશાળ મેદની ઉપરથી જાણી શકાય એમ હતું. તેમાં કુલચંદભાઈ શામજીભાઈ શ્રી મોહનલાલ સોલીસીટર, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ, શ્રી ખીમચંદ મગનલાલ વોરા વગેરે અગ્રણી વક્તાઓએ ભીખબધી કાયદા સામે દલીલભરી વિગતો રજુ કરી હતી અને તેમાં ત્રણે સંપ્રદાયના ફિરકાઓએ મળીને જે ઠરાવ કર્યા છે તે આ છે. ઠરાવ-ન. ૧ઃ ભિક્ષા પ્રતિબંધક કાયદાનો મુખ્ય ઉદ્દેશ માણસને પ્રમાદી નિર ઘમી અને સમાજ ઉપર ખાજારૂપ થતાં અટકાવવાના તથા ભીખ માંગવાના 'ધ લઈ બેઠા હોય છે તેવાઓને કુવ્ય સની થાય તેથી તેમને સુધારવાના છે. આત્મકલ્યાણ અથે" જેમણે સંસાર ત્યાગ કર્યો છે તેવી વ્યક્તિઓને દેખીતી રીતે આવા કાયદો લાગુ ન પડે તે સ્પષ્ટ છે. આ કાયદાના નિયમોમાં ફેરફાર કરવા મુંબઈ સરકાર તરફથી હમણાં એક સુધારા કરવાની કલમ ૨-બ બહાર પડી છે, જે મુજબ ત્યાગી વ્યક્તિઓએ ઓળખપત્રો રાખવાનારહેશે અને સંસ્થાઓમાં પાતાનાં નામઠામ નધિાવવો પડશે. ભીખ માગવાના ઉંધા લઇ બેઠા હોય તેવા માણસેથી ત્યાગીઓને જુદા પાડવામાં કાંઈ મુસીબત નથી; ત્યાગીઓ, ભિખારીની પેઠે સમાજને કાઈ ઉપદ્રવ કરતા નથી એટર્યું જ નહીં પશુ તેમનું સમાજમાં સન્માન છે અને તેથી તેમને ભિખારી ગણવા અપમાન બરાબર છે. જૈન સાધુ-સાધ્વીઓના આચારા સુવિદિત છે; તેમને આવા હેરાનગતિભર્યા કાયદામાં મૂકવા એ સર્વથા અનુચિત છે; તેથી જૈનોની આ જાહેર સભા મુંબઈ સરકારને આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરે છે કે આ કલમ ૨-બ નો નવો સુધારો ન જ કરવો, પણ એક નિયમ ઉમેરી સામાન્ય રીતે જાહેર કરવું કે સર્વથા અપરિગ્રહી અને ત્યાગીએ તથા સાધુઓ આહારપાણી, આદિ જરૂરીઆતા મેળવે છે તે પ્રામાણિત ઉદ્દેશ છે. પ્રસ્તાવક : મોહનલાલભાઇ સોલીસીટર, : અનુમાદક ચીમનલાલ ચકુભાઈ શાહ, ચીમનલાલ પોપટલાલ શાહ, ખીમચંદ મગનલાલ વારા. ઠરાવ-ને. ૨ * શિક્ષા પ્રતિબંધક કાયદાના નિયમો વગેરેમાં સુધારા કરાવવા બાબતમાં યોગ્ય સ્થળે ડેપ્યુટેશન લઈ જવું, વગેરે કાર્યવાહી કરવા શ્રી જૈન શ્વે. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ અને શ્રી. દિગમ્બર જૈન તીર્થક્ષેત્ર કમિટીને સત્તા આપવામાં આવે છે. પ્રસ્તાવક : શ્રી. શાંતિલાલ મગનલાલ શાહ, અનુમાદક : શ્રી. માહુનલાલ દીપચંદ ચાકસી. For Private And Personal use only
SR No.521658
Book TitleJain_Satyaprakash 1949 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy