________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ અકસ્માત એ આખું મકાન કકડભૂસ કરવું પડ્યું અને પાતાં જ રૂપસેનકુમાર દબાયો, :: વિચાર તરંગમાંથી એ જાગ્યો અને બોલ્યો : “હા! કિં ગાત' ત્યાંતો મકાનના એક પછી એક ખડે પડવા માંડયા. રૂપસેનના નીકળવાના તરફડાટ અર્થ ગયા. એની ચીસ કઈ સાંભળનાર નહતું અને એ જબરો આઘાત થયો કે ક્ષણવારમાં જ રૂપસેનકુમાર મરણ શરણ થયા. ૨૫સેન કુમારે ચિંતવ્યું હતું કંઈક અને થયું કંઈક, મરતાં મરતાં રાજકુમારી સાથેના ભાગના વિચારોમાં મૃત્યુ પામી એ જ રાજકુમારીના ઉદરમાં ગર્ભપણે ઉત્પન્ન થશે. ખરેખર શાસ્ત્રકારોએ સાચું જ કહ્યું છે –
“विषाणां विषयाणां च, दृश्यते महदन्तरम् । उपभुकतं विषं हन्ति, विषयाः स्मरणादपि"॥
વિષ અને વિષયમાં મોટું અંતર છે. વિષ તો ખાય ત્યારે મારે છે પરંતુ વિષ તે સ્મરણ માત્રથી હણે છે.
રૂપસેન કુમારનું પણ આવું જ થયું. તે વિષયભોગના સ્મરણમાં જ માર્યો અને જેની સાથે રમવા જતો હતો તેની જ કુક્ષીમાં ઉત્પન્ન થયા. ભાગ્યની વિચિત્રતા એ આનું જ નામ છે. ચાલુ વાર્તાનું “મન પણ મનુષ્યા શાળે પોષયો :”નું મૂળ અહીં જ છે. રૂપાસેન કુમારે હજી શરીરથી વિષય ભોગવ્યા નહોતા, માત્ર સંકલ્પ કર્યો હતો, એ જ વિચારણું કરતે મનથી પ્રમુદિત થતો ચાલ્યો જતા હતા, એ જ વિચારણાથી રાજકન્યાના ગર્ભમાં જ ઉત્પન્ન થયો.
[૬] ભાવ૫રંપરા?
પેલો ધૂત પુરુષ ભોગ ભોગવી રાજકન્યાનાં કિંમતી આભૂષણો લઈને ગયા તે મય જ. રાજકન્યાએ જ્યારે જોયું કે આભૂષણો નથી. ત્યારે વિચાર્યું કે કદાચ મારી ઉપરના પ્રેમથી શ્રેષ્ઠીપુત્ર સ્મરણ ચિહ્નરૂપે લઈ ગયેલ હશે, કાલે મળશે ત્યારે પૂછી લેવાશે.
પ્રાતઃકાળ થતાં જ નગરવાસીઓ નગરમાં આવ્યા. રૂપસેન કુમારના પિતા અને બાઈઓ વગેર ઘેર આવ્યો. જોયું તો તાળું વાચ્યું છે. રૂપસેન કુમાર કયાં ગયો ? હમણું બહારથી આવતું હશે. જબલ ગયો હશે. એમ કરતાં બે ઘડી દિવસ ચઢયો પરંતુ રૂપસેન કુમારનો પત્તો જ નથી. તાળું તોડી બધાં ઘરમાં ગયાં. રૂપસેન કુમારની તપાસ કરાવી. પણ કયાંય પતો ન લાગ્યા. આખરે તાળું તોડી બધાં ઘરમાં તે ગયાં પરંતુ થર થન્ય લાગ્યું. રૂપસેન કુમારની ચારે બાજુ શોધ કરાવી પરંતુ કયાંય પત્તો ન જ લાગે.
રૂપસેન કુમારના પિતાએ રાજાને આ સમાચાર આપ્યા. રાજાએ પણ શેઠને ખૂબ જ આશ્વાસન આપ્યું અને કહ્યું: શેઠ ગભરાશો નહિ. હું હમણાં જ તપાસ કરાવું છું. આવો દેવા જે દીકરો જાય કયાં?' ગમે ત્યાં હશે; અમે ત્યાં ગયો હશે, તો પણ તમારા પુત્રને શોધી લવાશે. રાજાએ પણ ઘણું ઘણા પ્રયત્ન ક્ય; ધણી ધણી શોધ કરી પણ પત્તો ન જ લાગે. આખરે રાજા, શેઠ-શેઠાણું બહુ જ દુખી થયાં.
રાજકુમારીને ઘણે દિવસે આ સમાચાર મળ્યા. હે ? રૂપસેન કુમાર નથી? અરેરે અહીંથી જતાં જ ધરેણાંના લોભે કેાઈ કે મારી નાંખ્યા, લૂંટી લીધા? શું થયું ? રાજ
For Private And Personal Use Only