________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
- ૩ કા. વ. ૧૪–ગુરુવાર. છે. ગઈ કાલે સવારમાં બોલી બોલાયા પ્રમાણે ખૂબ જ ઉત્સવપૂર્વક દરેક મંદિરો ઉપર વજા ચઢાવવામાં આવી તેમજ શાસનદેવને ખેસ અને ચુંદડી તથા નાળીયેર વગેરે ચઢાવ્યાં. ત્યારપછી ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાન શ્રવણ કર્યું. તેમજ પૂજા આરતી વગેરેની બેલી બોલાઈ. પૂજા આદિ કરી પસીનાના શ્રીસંઘનું જમણ જમ્યા. સાંજે પણ પિસીના શ્રીસંધ તરફનું જમણ હતું. રાત્રિના આરતી ભાવના વગેરે થયાં. તેમજ રાત્રિના સાધારણ ખાતાની ટીપ પણ થઈ.
૪ કી. વ. ૦))_શુક્રવાર
આજે રહીડા તરફનું પ્રયાણું હતું. કાલીકાંકરમાં પાણી વગેરેની સગવડ બરાબર ન હોવાથી રોહીડા સંધ તરફનું બપોરનું જમણ જમીને નીકળવાનું હતું, બધાયે દર્શન પૂજન આદિને ખૂબ સારો લાભ લીધો. સંધ જમણ જમી બધા બપોરે “કે વાગ્યા ને સંધ ઉપડયો રે' જેવું દેય સરજાયું. પૂજ્ય શ્રમણ સંધ વગેરે દશ વાગે વિહાર કરી કાલીકાંકરની ચોકીએ પધાર્યા હતા. અહીં નાનું એવું સંધ જમણુ હતું. પોસીના છ તીથની પ્રાચીન ભવ્ય જિન મૂર્તિઓનાં દર્શન કરી શ્રીસંધમાં બધાને ખૂબ જ હર્ષ અને આનંદ થયો હતો. સંઘ વર્ણન:
સંઘમાં કુલ શ્રમણ અને શ્રમણ સંધ દશ સાથે હતા. પસીનામાં સંધ જમણમાં પાંચસો માણસની સંખ્યા હતી. સંઘમાં કુલ ૩૫ થી ચારસો માણસની સંખ્યા હતી. પિસીના તીર્થની યાત્રા કરવા માટે રહીડા શ્રીસંધમાંથી ૩૦૦ માણસે હતા તેમજ વાટકા, વાસા, ભારા, વીકરણી, સ્વરૂપગંજ આદિના પણ ભાઈ બહેને યાત્રાર્થે સાથે આવ્યાં હતાં.
કાલીકાંકરની ચેકીથી માગશર શુદિ એકમને શનિવારે સવારમાં જ શ્રીસ પ્રયાણું કર્યું અને બાપાના બંગલે આવી પહોંઓ. અહીં વીકરણવાસી શેઠ કાલીદાસજી માયાચંદજી તરફથી ખૂબ જ ભકિતપૂર્વક સંધ જમણુ થયું.
ખાપાના બંગલેથી સવારમાં માગશર શુદિ બીજના દર્શન આદિ કરી નવકારશી પાળી દશ વાગે સંધ રહીડા જવા ઉપડયો. રસ્તામાં ભૂલા, સનવાડા ગામ થઈને બપોરે ત્રણ વાગે ચતુર્વિધ સંધ રોહીડા આવી ગયા. ઉપાશ્રયે જઈ મંગલિક સાંભળી સૌ પિત પિતાના ઘરે શાંતિપૂર્વક પહોંચી ગયા.
શ્રીસંધની સાથે નિરંતર દર્શન માટે શ્રી શાંતિનાથ પ્રભુજીની પંચતીથી પ્રતિમાજી હતાં. નિરંતર દર્શન પૂજનને બધે લાભ લેતા હતા અને આ બે શ્રીસંઘ જતાં ને આવતા નિર્વિઘ તદ્દન શાંતિપૂર્વક રોહી પહોંચ્યો એથી બહુ જ આનંદ થયો.
રસ્તા બહુ જ કઠિન અને પહાડી છે. ભૂલા પછી તો એક પહાડી પ્રદેશ જ આવે છે. આ પ્રદેશમાં ભીલોની વસ્તી ઘણી છે. રસ્તામાં પહાડની ટેકરીમાં બબ્બે ચાર ચાર ઝુંપડી બાંધીને એ ભીલો વસે છે. તીરકામઠાં એમનું મુખ્ય શસ્ત્ર છે. એ લોકોમાં સંગઠનસંપ એવો જબરે છે કે એનું ઢોલ પીટાય એટલે બધા ભેગા થઈ જાય. એનું એક નાનું છોકરું પણ સાથે હોય તો તમને કેઈ આંગળી ન અડાડી શકે. દરેકની સરહદ આવે એટલે પાછી જાય. બીજી હદમાં એ ન જાય કે એનું કાંઈ ન ચાલે,
For Private And Personal Use Only