________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
| વર્ષ ૧૪ ઊંડા ચિંતનના ભાવો દર્શાવી રહ્યું હતું. જોનારને એમ લાગે જાણે ગજરાજ ચાહો જાય છે. પિયણું જેમાં અનિમિલિત નેત્રો એમના સર્વોતમ પાનને સૂયવતાં હતાં. વનરાજીએ પિતાનાં પાંદડાં નમતા પહોરના સુર્યના તડકામાં પીળાં બતાવી હેમમય તેરો બંધ્યાં હેય એમ દેખતું. ત્યાં તો સંધ્યાના આવાગમનને સૂચવનારા લાલ ગુલાલે દર્શન દીધાં. સવિતા નારાયણ ભૂતલમાં વિચરતા મહર્ષિનાં દર્શન કરવા ઈચ્છતા હોય તેમ નીચે નમ્યા અને શ્રી ઋષભદેવજી ભગવંત એક વિશાલ વટવૃક્ષ નીચે સ્થિર થયા.
ઉદ્યાનપાલકે બાહુબલીરાજને શુભ સમાચાર આપ્યા કે આજે આપના પિતાજી, આદિમ પૃથ્વીનાથ અને આદિમ યતી કે આપણું ઉદ્યાનમાં પુનિત પગલાં કર્યા છે. બહુ અલી જી આજે હર્ષથી પુલકિત બની વિચારી રહ્યા છે કે અહેભાગ્ય છે કે મારા પિતાજીનાં પુનિત પગલાં મારા રાજ્યમાં થાય છે. ધન્ય છે એ રાજર્ષિ મુનિપુંગવને કે એમણે રાજરાજેદ્રનાં સુબે છેડયાં, ઇદને પણ દુર્લભ એવી સમૃદ્ધિ અને ચાહ્યબી છેડી, અરે, કુટુંબપરિવાર, વાત્સલ્યધેલી જનેતા મરૂદેવા એ બધયની મમતા છેડી, શરીરની પણ મમતા મૂકી, બધે પરિગ્રહ છોડી, એકાક ભૂતલમાં વિચરી મૌનપણે રહી, ઘેર તપ તપતા આત્માને વિશુ બનાવી રહ્યા છે. મારા પુન્યને ઉદય ક્યારે થશે કે હું પણ પિતાજીને પુનિત પગલે સંચરી સંયમમાર્ગની આરાધના કરીશ. હું મારા અંતઃપુર સહિત પ્રભુજીનાં દર્શન કરી કૃતાર્થ થઇશ. મંત્રીધરને બોલાવી હુકમ કર્યો આવતી કાલે પ્રાતઃકાલમાં ત્રણ લેકના નાથ દેવાધિદેવ શ્રી ઋષભદેવ પ્રભુનાં દર્શન કરવા સામે આવવાનું છે. તેમજ મધ્યા પ્રભુજી આપણી તક્ષશિલામાં મધુકરી માટે પધારશે એટલે આખી તક્ષશિલાને શણગારજે.
આજે તક્ષશિલામાં રાત્રે પણ સૂર્ય ઊગે છે એમ અજવાળું અજવાળું થઈ રહ્યું છે. રત્નના દીવા દીપી રહ્યા છે. ધજા પતાકા ને તારા બંધાઈ રહ્યા છે. આખી રાત બાહુબલીરાજને નિદ્રા નથી આવી. એમનાં જીવનમાં આજે જ એમને રાત્રિ આવડી મેટીઆવી લાંબી લાગી. અરે ! આ તે વઈ જાય છે કે રવિ જાય છે, એવડી લાંબી રાત્રિ બાહુબલોરાજને આજે લાગી. રાત્રિના પટ્ટરાણી વસંતશ્રીએ પૂછ્યું ? નાથ ! કેમ ઊંઘતા નથી.
બાહુબલી – દેવી ! મારા પિતાજી તે જ રાતના જાગરણું જ કરે છે. વસંતશ્રી–આર્યપુત્ર ! સાધુ પુરુષો સદાયે અપ્રમત્ત હોય છે.
બાહુબલી–હું એ જાણું છું. મારા પિતાજી રાજમહેલના બદલે જંગલમાં વરો છે. પલંગને બદલે ધરતીને પલંગ ગ છે. રેશમી સુંવાળાં વાને બદલે દિશ રૂપી વચ્ચેથી તેઓ અલંકૃત છે. ધ્યાન એ જ એમનું સર્વોત્તમ ધન છે. સુવર્ણપાત્રોને બદલે કર (હાથ)એ જ એમનું પાત્ર છે, ક્ષમા, સમભાવ અને શાંતિરૂપી અનુપમ વસ્ત્રોથી વિભૂષિત બની એ કર્મશનને હશી રહ્યા છે. તેમને મેત્રિભાવ, પ્રેમભાવ અને વાત્સલ્યભાવ જગજંતુને એમના ઉપાસક બનાવે છે, દેવી, એમનાં દર્શન કરી છે કૃતકૃત્ય થાઉં એ જ અભિલાષાથી આજે નિદ્રા દેવી વિદાય થઈ ગયાં છે.
વસંતશ્રી-નાય ! વાત તે સાચી છે. આપને એ અભિલાષ ફળે, ચાલે, તૈયારી કરીએ, પ્રાતઃકાલને સુચવતાં પક્ષી ગણન મીઠાં મધુરાં ગીત સંભળાય છે.
For Private And Personal Use Only