SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરસ્વામી [ ૧૪૧ ઉપસાના પ્રકાર–આ બધા ઉપસર્ગોમાં કર પુતનાને ઉપસર્ગ જઘન્યમાં ઉત્કૃષ્ટ છે; સંગમદેવને ઉપસર્ગ મધ્યમમાં ઉફરે છે અને ગેવાળીયાએ કાનમાં ખીલા ઠેકયા તે ઉત્કૃષ્ટીમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ છે. આમાં સુદષ્ટ વાણુ યંતર, કપુતના રાક્ષસી, કાનમાં ખીલા ઠોક્યા વગેરે ઉપસર્ગો તો પૂર્વાવનાં વૈરને કારણે થયા હતા; સંગમદેવના ઉપસર્ગો ભગવાનની દઢ , સ્થિરતા ને વીતાની પરીક્ષા માટે થયા હતા, જ્યારે હાલના, ચેર, વગેરેને જે ઉપસર્ગો થયા છે તે લોકિક ડેમને લીધે થયા છે; અને અનાર્ય દેશમાં વિચરતાં થયેલા ઉપસર્ગો અને ઘો અભિગ્રહ વગેરે તે ભગવાને કર્મ ખપાવવા સ્વેચ્છાએ જ શીકારેલા છે. તપશ્ચર્યા અને અપ્રમત્તપણું–સાડા બાર વર્ષમાં ભગવાન શ્રી મહાવીર દેવે આ પ્રમાણેનાં મહાન તપ કર્યા હતાં : પૂર્ણ ઇમાસી એક, પચ દિવસ ન્યૂન છમાસી એક, ચારમાસી નવ, ત્રણમાસી એ, અઢીયાસી બે, બેમાસી છ, દોઢમાસી બે, એકમાસી બાર, અર્ધા માસી ખેર, પ્રતિમા અઠ્ઠમતપ બાર, બસે ને ઓગણત્રીસ છ૪, ભદ્ર, મહાભદ્ર, સર્વતોભદ્ર, એકએક રળી કુલ સોળ ઉપવાસ. આ. સાડાબાર વર્ષમાં ૩૪૯ એક્તિ પારણુ કર્યા છે. બધા તપ એવીહાર જ કર્યા છે. એક ભક્તમાં પણ આહાર પાણી સાથે જ લેતા, જધન્ય તપ નું જ છે. અને સાડાબાર વર્ષના છાકાળમાં માત્ર એક અહોરારિને જ નિદ્રા–પ્રમાદનો વખત છે, બાકી સદાયે જાગ્રત-અપ્રમત્તદશામાં જ વિચય છે. કેવળજ્ઞાન-આ રીતે સાડાબાર વર્ષ પર્યત ઘોર તપશ્ચર્યા કરતા અને અનેક ઉપસર્ગોને સહન કરી કર્મોનો ક્ષય કરતા ભગવાન એકદા ગજુવાલુકા નદીના તીરે, શ્યામક ખેડુતના ખેતરમાં, શાલ વૃક્ષ નીચે, શુકલ ધ્યાનમાં હતા ત્યારે વૈશાખ શુદિ દશમે ચેથા પ્રહરમાં સવજ્ઞ સવંદશી વીતરાગ બના–તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં પ્રથમ અપ સમય દેશના દઈ ત્યાંથી એક જ રાત્રિમાં બાર યોજનને ઉગ્ર વિહાર કરી અપાપા નગરીમાં પધાર્યા. સંઘસ્થાપન-ત્યાં મહસેન વનમાં દેવતાઓએ રચેલા સમવસરણમાં બેસી ધર્મ. દેશના આપે છે. આ જ વખતે અપાપા નગરીમાં સોમીલ બ્રાહ્મણને ત્યાં મહાન યજ્ઞ ચાલે છે. યજ્ઞક્રિયા કરાવવા અનેક દિગજ પંડિત, ક્રિયાદી વેદાંતીઓ આવ્યા છે, તેમાં - જૂતિ ગૌતમ વગેરે ૧૧ બ્રાહ્મણ પંડિતે મુખ્ય હતા. તે દરેક પિતાને સર્વજ્ઞ જ માનતા હતા. આ ઈદ્રભૂતિ વગેરે અગિયારે પતિની શંકાઓનું સમાધાન ભગવાને એવી સચોટ રીતે કર્યું કે તેઓ પિતાના ૪૪૦૦ શિષ્યો સાથે ભગવાનના શિષ્ય થયા. ચંદનબાલા પ્રમુખ અનેક ફાજકુમારીઓએ દીક્ષા લીધી અને અનેક મુમુક્ષુ ભવ્યાત્માઓએ શ્રાવકનાં બતે લીધાં. ભગવાને અહીં વૈશાખ શુદિ અગિયારસે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સર્વાવસ્થામાં વિહાર અને ઉપદેશ-સર્વ અવસ્થામાં ત્રણ વર્ષ પયત ભગવાન વિચર્યા. ભારતમાં અહિંસા પરમો ધર્મને પડહ વગાડી નિર્દોષ પશુઓનાં બલિદાન બંધ કરાવ્યાં. જડ બાળ ક્રિયાઓ અને ખાડંબરને બદલે અંતરની વિશુદ્ધિપૂર્વક જ્ઞાન-વિવેકપૂર્વકની ક્રિયાનું મત્વ સમજાવ્યું. આત્મા–પરમાત્મા, પરલોક–પુશ્ય–પાપ આદિ તત્તનું વ્યાખ્યાન કરી લે કોને સન્માર્ગે દોર્યો. “સત્ય તપ છે, કૃતિ તપ છે, અહિંસા તપ છે અને ક્ષમા મહાતપ છે” એમ લેકેને સમજાવ્યું. પશુઝને બદલે શાંતિયા, ઈદ્રિયનિગ્રયા, બ્રહ્મયજ્ઞ, વાસુયજ્ઞ, મનેયા, અને કર્મચાનું મહત્વ તેમાં દાખણ થયું. “સોને મઢેલી For Private And Personal Use Only
SR No.521652
Book TitleJain_Satyaprakash 1949 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy