SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭]. ભગવાન મહાવીર સ્વામી [ ૧૩૯ વધમાન કુમારનું લગ્ન-યોગ્ય ઉમ્મર થતાં માતાપિતાના આગ્રહથી વર્ધમાન કુમારનું સમરવીર રાજાની રાજકન્યા યશોદા સાથે લગ્ન કરવામાં આવ્યું. જલકમલ સમ નિર્લેપ રહી સંસારને ભેગવતાં તેમને પ્રિયદર્શના નામે પુત્રી થઈ. વધમાન કુમારની દીક્ષા-વર્ધમાન કુમાર અટ્ટ વીશ વર્ષના થયા ત્યારે તેમનાં માતાપિતાનું વર્ગગમન થયું. પિતે ગર્ભમાં ધારણ કરેલે અભિગ્રહ પૂર્ણ થયા જાણી વડીલ બધુ નંદીવર્ધન રાજાને દીક્ષા ગ્રહણ કરવાને પિતાને નિશ્ચય જણાવ્યો. પણ વડીલ બંધુના અતિ આગ્રહથી બે વરસ ઘરમાં સાવ નિર્મમપણે રહેવાનું રવીકાર્યું. તેમણે કહ્યું કે મારા નિમિત્તે કોઈ પણ જાતના આરંભ સમારંભ કરશે નહીં. હું પ્રાસુક અન્ન જળ લઈશ, સર્વ આભૂષણને ત્યાગ કરીશ, બ્રહ્મચર્ય પાળી જીવન સાધુ જેવું જ રાખીશ. આ રીતે ગૃહસ્થ જીવનમાં પણ ઉચ્ચ સાધુદક્ષા પાળતા વર્ધમાન કુમાર રાજમહેલમાં જ રહ્યા. એક વર્ષ પછી લોકાંતિક દેવોએ તીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી અને વાર્ષિક દાન આપ્યું. બે વર્ષ તે ચપટી વગાડતામાં પૂરું થઈ ગયાં અને ત્રીશ વર્ષની ભર જુવાનીમાં રાજા-પ્રજા કુટુમ્બ પરિવારનાં સહકાર સાથે મહેસપૂર્વક દીક્ષા સ્વીકાર કરી. એ મહે સવ ઉજવવા દેવ, દેવેંદ્રો, માનો અને માનો પણું હાજર હતા. આમ આ મહાપરાકમી વર્ધમાન કુમાર ત્રીશ વર્ષની વયે પંચમુછી લેચ કરી માગશર વદિ દશમે એક જ દેવદુષ્ય સ્વીકારી, બાકી બધાને ત્યાગ કરી, નિઃસંગ બની શ્રમણ બન્યા. જે વખતે તેમણે દીક્ષા લીધી તે જ વખતે તેમને મન પથવિજ્ઞાન પ્રાપ્ત થયું. વિહાર અને દસ્થ જીવન-વર્ધમાન કુમાર શ્રમણ બન્યા પછી ભૂતલમાં વિચરવા લાગ્યા. દૂર સુદૂર અનેક પ્રદેશમાં વિચરતાં સમામિણ પદને સફલ કરતા, દેવ, દાનવ, માનવ અને પશુ-તિર્યંચકૃત ઉપસીને સમભાવપૂર્વક અદીન મને સહે છે, ધર તપશ્ચર્યા કરે છે અને કર્મ શત્રુને હણતા દિન પ્રતિદિન આધ્યાત્મિક પ્રગતિ સાધતા જાય છે. પહેલે વર્ષે જ એક ગરીબ બ્રાહ્મણને એની યાચનાથી એક જ દેવદુષ્યમાંથી અ ફાડીને આપી દે છે અને બાકીનું બધું વસ્ત્ર પણ એક વર્ષ પછી પડી જાય છે. પ્રથમ વર્ષમાં ગોવાળીયાના ઉપસર્ગથી ઉપસર્ગની પરંપરા શરૂ થાય છે અને પ્રથમ ચાતુર્માસમાં અસ્થિક ગ્રામમાં શૂલપાણી પક્ષના ઘેર ઉપસર્ગો સહન કરે છે. આ પ્રથમ ઉપસર્ગ નિવારવા નીચે ભૂલેકમાં આવી ઉપસર્ગનું નિવારણ કરી ભકિતથી કહે છે કે હે ભગવાન, આપને છાસ્થ અવસ્થામાં સાડાબાર વર્ષ પર્યત ઘર ઉપસર્ગો થશે. તેથી આપ આજ્ઞા આપે તે આપની સેવામાં રહી હું એ ઉપસર્ગો દૂર કરું. પરંતુ ક્ષમાશ્રમણ મહાવીર તે ધીરતાથી કહે છે કે હે તીર્થ કરે કદી પણ કોઈની સહાયતાથી કેવળજ્ઞાન નથી પ્રાપ્ત કરતા. એ તે સ્વબલ પરાક્રમ અને વીર્ય ફેરવી, કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. માટે મારે તાદી સહાયતાની લગારે અપેક્ષા નથી, ઘર ઉપસર્ગો–ભગવાન અદ્દભુત ક્ષમા રાખતા વિચરે છે, ત્યાં, ચંડકાશિક નાગના ઉપદ્રવ સમયે તેના ઝેરી ડંખને સહે છે અને છેવટે એ થાકે છે ત્યારે “બુજઝ બુજઝ ચંડકોશીય” કહી તેને પ્રતિબંધ પમાડે છે અને અનશન કરાવી કરુણુના અને ક્ષમાના અમૃતથી સીંચી નિર્વિષ બનાવી વર્ગને અધિકારી બનાવે છે. પછી નદી ઊતરતાં સુખ For Private And Personal Use Only
SR No.521652
Book TitleJain_Satyaprakash 1949 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy