________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ મે કંપન–બાલક હોવા છતાં વર્ષમાન કુમાર ધીર, વીર અને મહાપરાક્રમી છે. સૌથી પ્રથમ દેવોને પણ ચમત્કાર ઉપજાવે તેવો પ્રસંગ એમને જન્મસવ ઊજવતી સમયે જ ઉપસ્થિત થાય છે. દ્ધિ નવપ્રસ્ત બાલકને ખોળામાં લઈને બેઠા છે. અને દેવતાઓ લાખો કળશ લઈ અભિષેક માટે ઊભા છે. તે વખતે ઇકને શંકા થઇ કે “આજના જન્મેલા આ બાલકનું શરીર આ સમયે આટલા બધા કળશોના અભિષેકને કેવી રીતે સહન કરશે?” બસ, આ શંકા થઈ ત્યાં જ ભગવાને અંગૂઠાથી મેરને સ્પર્શ કર્યો અને ગિરિરાજ મેરુ કમ્પાયમાન થયો. એનાં શિખરે ડોલવા લાગ્યાં અને ધરણું ધ્રૂજી ઊઠી, સમુદ્રનાં પાણી ખળભળી ઊઠયાં અને પ્રલયકાળ જેવા અવાજે થવા લાગ્યા. ઈદ્ધ અવધિજ્ઞાનથી આ ઉત્પાતનું કારણ જાણ્યું અને પિતાની જ ભૂલ છે, એમ સમજી ક્ષમા માંગતાં કહ્યું કે હે ભગવાન, મારે અપરાધ માફ કરો. આપ તે અમાપ બલશાલી છે. આપનું બસ તે ઈદ્રો, દેવેંદ્રો અને ચક્રવર્તીઓ કરતાં પણ અનંતગણું અધિક છે. મહારાજે ક્ષમા માંગતાં ઉપદ્રવ શાંત થઈ એ.
આમલકી ક્રીડા– શ્રીવર્ધમાન કુમાર અવસ્થાએ બાલક હતા છતાં શક્તિ, વીરતા, ધીરતા અને ગંભીરતામાં અબાલ હતા. એક વાર મિત્રોની સાથે ગામ બહાર ઉદાનમાં કીડા કરી રહ્યા હતા ત્યારે ઈવર્ધમાન કુમારની વીરતા, ધીરતા અને ગંભીર તાના વખાણ કર્યા. આ સાંભળી વર્ધમાન કુમારના બહની પરીક્ષા કરવા એ દેવ ભ-લોકમાં આવ્યો. અને બધા બાલક રમતા હતા ત્યાં આવી એક ભયંકર કાળા નાગનું રૂપ કરી ઝાડને વીંટળાઈ વળ્યો. વર્ધમાન કુમારની સાથેના સો બાળકે આ ભયંકર નાગને જોઈને મૂઠીઓ વાળીને નાઠા, પણ વર્ષમાન કુમારે નાગને દોરડીની જેમ પકડી દૂર ફેંકી દીધે. સાપ ચાલ્યો જતાં છોકરાઓ પાછા આવ્યા અને ફરી રમત શરૂ થઈ. દેવ પણ બાળકનું રૂપ કરી બધાની ભેગે ભળી જઈ રમવા લાગ્યા. જે તે તેને હારનારે ખભા ઉપર બેસાડવાની શરત હતી. દેવ બનેલા બાલક હાર કબૂલી વર્ધમાન કુમારને પિતાના ખભે બેસાડયા. હજી તે બધા જુવે જ છે ત્યાં તો પેલા દેવે એકદમ શરીર વધાર્યું અને સાત તાડ જેટલે પો, વર્ધમાન કુમારે જ્ઞાનથી તેનું સ્વરૂપ જાણી એવા જોરથી મૂડી મારી કે દેવ મશકની જેમ સંકોચાઈ ગયા, અને વધુ માન કુમારની ક્ષમા માંગી કહ્યું કે હે વર્ષનાન કુમાર, ઈન્દ્ર મહારાજે કહ્યું છે તેમ ખરે જ તમે સાચા મહાવીર, મહાધીર અને મહાપરાક્રમી છે. આ પ્રસંગ પછી વર્ધમાન કુમાર “મહાવીર' નામથી પ્રસિદ્ધિ પામ્યા.
શાળા-ગમન –વર્ધમાન કુમારને માતાપિતાએ બહુ જ હેશથી પંડિત પાસે નિશાળે ભણવા મૂક્યા. ત્રણ જ્ઞાનથી વિભૂષિત હોવા છતાં માતાપિતાની હેશ પૂર્ણ કરવા વર્ષમાન કુમાર ઉત્સવપૂર્વક નિશાળે જાય છે. આ જ વખતે ઇંદ્રનું આસન કંપવાથી ઈદ્ર
બ્રાહાણ રૂપે નીચે આવે છે. અને વર્ધમાન કુમારને પંડિતના આસને બેસાડે છે. અને વમાન કુમાર પંડિતની બધી શંકાઓને યથાર્થ જવાબ આપે છે. ત્યારપછી શબ્દશાસ્ત્રના નિયમે પૂછયા. વર્ધમાન કુમારે તેનું પણ યથાર્થ સ્વરૂ૫ ક. આ પ્રશ્નોત્તરના સંગ્રહ રૂપ અંદ્ર વ્યાકરણ બન્યું. પછી બ્રાહ્મણ રૂપે આવેલા ઇંદ્ર મહારાજે બધાને કહ્યું કે મા બાલક કાંઇ સામાન્ય માનવી નથી પણ ત્રણ જ્ઞાનથી યુકત છે અને અન્તિમ તીર્થ. કર થવાના છે.
For Private And Personal Use Only