________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ શાંતિદાસ મનિઆ
[ એક જરૂરી ખુલાસા ] લેખક–પુજ્ય ઋનિમહારાજ શ્રી દશ”નવિજ્યજી (ત્રિપુટી), અમદાવાદ
“ શ્રી જૈન સત્ય પ્રકાશ " અંક ૧૫૯-૧૬ ૦માં મારા ૬૯ ભટ્ટારક શ્રી. વિજથલક્ષ્મીસૂરિ ” શીર્ષકે લેખ છપાયા છે. ૬ ૭મા આચાર્ય વિજયમાનસૂરિના પરિચયમાં મે' લખેલ છે કે-ઉપાધ્યાય શ્રી, માનવિજયજીએ નગરશેઠ શાંતિદાસની વિનતિથી ધર્મ સંગ્રહ ગ્રંથ રચ્યો વગેરે.
અમદાવાદના શેઠ મયાભાઈ સાકળચંદે આ વચિીને અમને જણાવ્યું કે-ઇ ઉપાધ્યાયજી મહારાજને ધર્મ સંગ્રહ રચવાની વિનંતિ કરનાર શેઠ શાંતિદાસ તે નગરશેઠ શાંતિદાસ નહી, કિન્તુ અમારા પૂર્વજ શેઠ શાંતિદ સ મનિમા છે ” શેઠ મયાભાઈની આ સૂચના સાચી છે. કેમ ઉપાધ્યાયજી મહારાજ પોતે જ કર્મ સં ગ્રની સ્થાપન્ન વૃત્તિમાં બતાવે છે કે-જેણે શહ ત પૃહિયા દરેક દર્શનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, જે તપગચ્છમાં પ્રશ્નન છે, જેણે કાશીમાં મોટી સભાઓ જીતી જૈન શાસનમાં પ્રભાવના કરી છે, જેણે તક" પ્રમાણુ નય વગેરેની વિવેચના વડે પુરાણા શ્રતકેવલીપણાને રજુ કર્યું છે તે મહાપુણ્ય ય યશોવિજથજી મહારાજે આ ગ્રંથમાં સ શાધન સાજન આદિ કરી મારી ઉપર મારા ઉપકાર કર્યો છે. અને તેમના હાથ પકડીને સમાચારી વગેરેથી દુર્ગમ એવા આ કાર્ય માં પ્રવૃત્તિ શીલ થયા છું ( ૧૦-૧૨ ).
સિદ્ધાંત, વ્યાકરણુ, છંદ અને કાવ્યાદિમાં નિષ્ણાત મહોપાધ્યાય લાવણ્યવિજયે આ શાસ્ત્રનું સ શેાધન કર્યું છે. (૧૩).
આ ગ્રંથ સ. ૧૭૩૧ ના વૈ૦ શુ ૩ ના દિવસે બનાવ્યો છે. (૧૪)
| વળી ગુજરાતના અમદાવાદ શહેરમાં શ્રીમાલી મનિઆ શેઠ રહે છે, જે અહ ધમાં છે. અમે પણ તેનાં વિવિધ ધર્મકાર્યનું સંપૂણું કથન કહી શકીએ તેમ નથી (૧૫-૧૬). તેના પુત્ર શાંતિદાસ છે જે ગુણવાન છે, ઉદાર છે, જમતમાં પ્રસિદ્ધ છે, જમકુશાથી અધિક સત્કાર્યાનો કરનાર છે, જેણે ગરીબોને અન્ન વસ્ત્ર સૌષધિ વગેરે માપી દુકાળનું નામ જ બૂસી નાખ્યું છે, જેણે જ્ઞાતિવાલા અને સાધમિ કાનું બહુ સન્માન કર્યું છે. જેણે વૃદ્ધાવસ્થામાં ધરના ભાર પુત્રોને સેપિી શાઅશ્રવણુ વગેરે ધર્મકાર્યમાં જ પ્રીતિ જેડી છે અને જેને સાધુધમ" તથા શ્રાદ્ધધમ સાંભળવાની ઉત્કંઠા છે, તે શેઠ શાંતિદાસની પ્રાર્થનાથી મેં' આ ધમ સંગ્રહ બનાવવા પ્રયત્ન કર્યો છે (શ્લોક ૧૭–૧૮),
[ અનુસંધાન ટાઈટશ્ચના ત્રીજા પાને ]
For Private And Personal Use Only