SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ તેમને આદર-સત્કાર કરીને પછી જમું. એના પુણ્યોદયે મા ખમણના પારણાવાળા મુનિમહાત્મા આવી ચઢે છે, અને નયસાર તેમને સત્કાર કરી કૃતકૃત્ય થાય છે. મુનિમહાત્મા પારણું કરી શાંતિ અનુભવે છે. અને મધ્યાન વ્યતીત થયા પછી નયસાર તેમને જંગલમાં માર્ગ બતાવી સીધે માગે ચઢાવે છે. નયસારની ભકિત ફળી–તે સત્સંગ કો. મુનિમહાત્મા આ દ્રવ્યમાર્ગદર્શકને ભાવમા–જીવનપથને અજવાળનાર મહામાર્ગ–નું દર્શન કરાવે છે. સમ્યગ્દર્શનના લાભ સમા આ ભાવમાગનું દર્શન કરી નયસાર કૃતકૃત્ય બને છે, અને અમૃતમય ધમને જીવનમાં ઉતારી મૃત્યુ પામી સંધિમકલ્પમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. મરીચિ-સીંધમંક૯૫માં આયુષ્ય પૂર્ણ કરી નયસારને જીવે આ ભરતક્ષેત્રના પ્રથમ ચકવતી ભરત રાજાના પુત્ર મરીચિ તરીકે જન્મ લે છે. એક વાર શ્રી ઋષભદેવ ભગવાન અયોધ્યાના ઉધાનમાં પધાર્યા, અને તેમને ધર્મોપદેશ સાંભળી મરીચિએ અનેક રાજપુત્રો સાથે દીક્ષા લીધી. પણ સમય જતાં સુકેમલ દેહધારી મરીચિને શ્રમણુધર્મ કઠિન લાગ્યો અને એણે ન જ વેશ સોઃ હાથમાં ત્રિદંડ, શિર ઉ૫ર શિખા, છત્ર અને પગમાં ચાખડી પહેરવી શરૂ કરી, સાથે જ સ્નાનાદિ પ્રિયાએ પણ રાખી. આમ છતાં તેઓ ભગવાનની સાથે જ વિહાર કરતા અને ધર્મોપદેશ પણ શ્રી વીતરાગદેવના ધર્મને જ આપના. એક વાર શ્રી ઋષભદેવ ભગવાનને ભરત મહારાજએ પ્રશ્ન પૂછો કે આ પર્ષદામાં એ કઈ જીવ છે ખરો કે જે ભવિષ્યમાં તીર્થ કર થવાનું હોય. શ્રી ઋષભદેવ ભગવાને કહ્યું કે તારા પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ થશે, ત્યાર પછી પશ્ચિમ મહાવિદે. માં પ્રિય મિત્ર નામે ચક્રવર્તિ થશે અને છેવટે આ ભરત ક્ષેત્રમાં મહાવાર નામના અંતિમ તીર્થકર થશે. આવી વાણી સાંભળી હપિત થઈ ભરતમહારાજે મરીચિ પાસે આવી વંદન કરતાં કહ્યું કે હે મરીચિ, હું તારા પરિવ્રાજકત્વને વંદન નથી કરતો, પણ તું આ ચોવીશીમાં આ ભરતક્ષેત્રમાં અતિમ તીર્થંકર થવાનું છે તેથી તને વંદન કરું છું. તેમજ તું ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ઠ નામને પ્રથમ વાસુદેવ અને મહાવિદેહમાં પ્રિયમિત્ર નામે ચાવતી' પણ થવાનો છે. પરંતુ હું તે તને જે વંદન કરું છું તે એટલા માટે જ છે. તે આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં અતિમ તીર્થંકર થવાનો છું. ચક્રવતિ ભરતના મુખથી આ વાત સાંભળી મરીચિ ખૂબ પ્રસન્ન થયો અને હર્ષાવેશમાં પિતાનો ત્રિદંડ હાથમાં લઈ તાળી વગાડી બોલવા લાગે- વાસુદેવ, ચક્રવતી અને તીર્થ કર થઈશ, હું વાસુદેમાં પહેલે, મારા પિતા ચક્રવતિઓમાં પહેલા અને મારા દાદા તીથકમાં પહેલા, મારું કુળ કેવું શ્રેષ્ઠ છે ! આ હર્ષોન્માદમાં કુલમર કરી મરીચિએ તીવ્ર નીચગેત્ર કમ ઉપાર્જન કર્યું. જેના દર્શન કહે છે કે જે જીવ જાતિ, કુલ, બલ, એશ્વર્ય, રૂપ, જ્ઞાન, વગેરેનું અભિમાન કરે છે તે જીવે જેનું અભિમાન કર્યું હોય તેથી હીન થાય છે. મરીચિએ કુલમર કર્યો, પરિણામે તેમને પણું અનેક ભવ સુધી નીચ કુલમાં જન્મ લેવો પડ્યો છે. વળી તેમ સંસાર–વૃદ્ધિ થવાને પણ એવો જ બીજો પ્રસંગે ઉપસ્થિત થયો હતે. મરીચિ એક વાર બિમાર પડયા. અન્યશધારી હોવાથી અસંયમી સમજીને સાથેના સાધુઓએ તેમની વૈયાવચ્ચ ન કરી. આથી મરીચિએ વિચાર્યું કે હવે હું સાજો થાઉં તે એક શિષ્ય કરે. આમ કરતાં મરીચિ નાગી થયા. એમની પાસે કપિલ નામે એક રાજપુત્ર આએ. મરીચિને ઉપદેશ સાંભળી કપિલ દીક્ષા લેવા તૈયાર થયા. મરીચિએ એને સાધુઓ For Private And Personal Use Only
SR No.521652
Book TitleJain_Satyaprakash 1949 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy