SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભટ્ટારક શ્રી વિજયલક્ષ્મીસરિ તેઓને ગાયકવાડ સરકારે આપેલી સના લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી દશનવિજયજી ત્રિપુટી) તપાગચ્છીય આચાર્ય ગુણરત્નસૂરિએ ભગવાન મહાવીરસ્વામીથી પિતા સુધીને અવિચ્છિન્ન ગુરુકમ આપ્યો છે અને તે એવો ઈતહાસસિદ્ધ આપે છે કે, તે પછીના બીજ ગચ્છના પટ્ટાવલીકારોએ પણ તે જ ગુરકમને પ્રામાણિક માનીને પિતાની ગુરપરંપરામાં અપનાવ્યો છે. આ તપગચ્છમાં જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિ પ્રાભાવિક જૈનાચાર્ય થયા છે. તેઓએ અકબર બાદશાહને પ્રતિબધી સત્યધર્મપ્રેમી બનાવ્યો હતો અને હિંદુ સમાજ પર ઠેકી બેસાડેલ “જયાવેરા' નામના ગુલામીભર્યા વેરાને કાયમને માટે ભુસાવી નાખ્યો હતો. તેમની પાટે અદ્દભુત મહિમાવાલા આચાર્ય શ્રી વિજયસેનસાર થયા છે. તેઓનું સ્વર્ગ ગમન વિ. સં. ૧૬૭૨માં અમીપુર(ખંભાત)માં થયું. આ આચાર્ય પછી તપગચ્છ પાંચ શાખામાં વહેંચાઈ ગયો હતો. ૧ સગીશાખા–તેઓના પટ્ટધર આ. શ્રી વિજયદેવસૂરિ, તેમના પટ્ટધર આ. શ્રી વિજયસિંહસૂરિ, તેમના શિષ્ય ૫. સત્યવિજયગણુ મહારાજે ક્રિયદ્વાવર કરી મુનિમાને શરૂ રાખેલ છે. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણી અને મહેપબાય શ્રી યશોવિજયજી મહારાજ પણ તેઓની સાથે હતા. પૂ. પંન્યાસજી મહારાજની પરંપરા આજ સુધી વિદ્યમાન છે. આ. શ્રી આણંદવિમલસૂરિના શિષ્ય મુ. મ. શ્રી હિ. વિમલજી, જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિના શિખ્યો ઉ. શ્રી. સહજ સાગરજી અને મુનિ શ્રી તિલકવિજયજીનો શિષ્ય પરંપરાના મુનિએ પણ સંવેગીશાખામાં સામેલ મનાય છે. ૨ દેવસુરગચ્છ–આચાર્ય શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર આ. શ્રી વિજયસિંહસૂરિના પ્રપટ્ટધર આ. શ્રીવિજયપ્રભસૂરિની શિષ્ય પરંપરા “દેવસુરગ” તરીકે ઓળખાય છે, જેની યતિ પરંપરામાં અનેક શ્રી પૂજે થયેલા છે. આ મચ્છમાં વિસા ઓસવાલને જ ભટ્ટારક પદ આપવામાં આવે છે તથા આ ગચ્છનું બીજું નામ ઓસવાળ ગછ છે. - ૩ સુરગચ્છ--આચાર્ય વિજયસેનસૂરિના પ્રપટ્ટધર વિજયાનંદસૂરિથી આ ગચ્છ શરૂ થયો છે. આ ગ૭ ઉપાધ્યાયએ મળીને ચલાવ્યું છે. આ. વિ. આનંદસૂરિ પિરવાડ હતા તેમ જ પિરવાડે તેમની આજ્ઞામાં હતા તેથી આ ગચ્છનાં બીજાં નામે ઉપા ધ્યાય મત અને પિોરવાડગછ છે. તેમજ એનું અણુસૂર ઉપાધિમત એવું વિકૃત નામ પણ મળે છે. આ પરંપરામાં પણ અનેક શ્રી જે થયો છે. ૪ સાગરગચ્છ–નગરશેઠ શાંતિદાસ શેઠે સં. ૧૯૮૬માં અમદાવાદના મહાવીરસ્વામીના દેરાસરમાં મહાપાધ્યાય મુક્તિસાગરજીને આચાર્ય શ્રી વિજયદેવસૂરિના વાસક્ષેપથી રિપદ આપ્યું, તેનાથી આ છ ચાલે છે. આ ગમાં પણ અનેક શ્રીપૂજે થયા છે. ૫ વિમલગચ્છ–આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૪૯માં ફ્રિહાર કર્યો હતો. અને આચાર્ય વિજયપ્રભસૂરિના વાસક્ષેપથી આચાર્ય થયા હતા. તેમનાથી આ છ ચાલે છે. આજે આ પાંચે શાખાઓ મૂળ રૂપે કાયમ રહી નથી, પણ એ બધી તપગચ્છમાં સામેલ થઈ ગયેલ છે. અને સંવેગશાખાના વિજય, વિમલ અને સાગર નામાંતવાલા મુનિઓ વિદ્યમાન છે. ભ૦ શ્રી વિજ્યલક્ષ્મીસર આનંદસુરગચ્છમાં થયા છે, જેની પર કા નીચે મુજબ મળે છેઃ પ૮ આચાર્ય વિજયસેનસુરિ–ભગવાન મહાવીરથી ઓગણસાઠમી પાટે થયા. For Private And Personal Use Only
SR No.521649
Book TitleJain_Satyaprakash 1948 12 1949 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy