________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩-૪]
શ્રી સૂરિમ–કાસ ” | [૫૧ આ બિલમાં ઘટતે ફેરફાર કરાવવાની ખાસ જરૂર છે.
આ ઉપરાંત મુંબઈ પ્રાંતનાં ધાર્મિક ટ્રસ્ટ વગેરેની તપાસ માટે મુંબઈ સરકારે નીમેલ તેંડુલકર કમિટીને અહેવાલ અને એ કમિટીની ભલામણ પ્રગટ થઈ ગઈ છે. આ સમગ્ર અહેવાલ અને ભલામણને પણ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને એ અંગે જે કંઈ આપણે સૂચવવા જેવું હોય તે મુંબઈ સરકારને સત્વર લખી જણાવવાની પણ ખાસ જરૂર છે.
આ બન્ને કાર્યો કાયદાનું રૂપ ધારણ કરે તે પહેલાં તેમાં ઘટતે જરૂરી ફેરફાર નહીં કરાવીએ તે પાછળથી ખૂબ મહેનત કરવા છતાં કશું પરિણામ નહીં આવે.
આશા છે, આપણા આગેવાનો આ માટે જાગ્રત બની અત્યારથી જ પ્રયત્નશીલ બનશે.
“શ્રીસૂરિમ–કહ૫સંદેહ”
[એક ટૂંકી સમાલોચના ] લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી અરિહંત, સિહ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચ પરમેષ્ઠી કહેવાય છે. તેમાં જે આત્મા ગૃહસ્થપણાનો ત્યાગ કરી–અગાર છોડી–અણગાર બને છે, જિનેજર પ્રતિપાદિત પંચ મહાવ્રત વગેરે આચારને પાળે છે તે મુનિ કહેવાય છે. મુનિધર્મમાં વિકાસ સાધી કાગળ વધતો આત્મા ચોગઠનના આરાધનક્રમે “ઉપાધ્યાય પદ મેળવે છે, ને ઉપાધ્યાય કહેવાય છે. વિશિષ્ટ શક્તિ સંપન્ન આત્મા વિધિવિધાન કરવા કરાવવા–આચારનું પાલન સારી રીતે થાય તેમ વર્તવું–ઈત્યાદિ યોગ્યતા મેળવે છે ત્યારે “આચાર્ય'પદ પર સ્થાપિત થાય છે ને આચાર્ય કહેવાય છે. - જિનશાસનમાં આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ ગુરુ કહેવાય છે. વર્તમાનમાં ભારતમાં ગુરુ તરીકે ગણાતા ત્રણું વિદ્યમાન છે. દેવ તરીકેના બન્નેને માર્ગ અવરુદ્ધ છે.
આચાર્યને પર્યાયવાચક શબ્દ સૂરિ છે. તેઆચાર્ય યા સરિ-પદ પર સ્થાપિત થવા માટે વિશિષ્ટ વિધિવિધાન કરવું પડે છે. આચાર્યપદનાં વિશિષ્ટ વિધિવિધાનમાં જ તે પદનું મહત્વ સમાયું છે. ગમે તે માણસ ગમે તે રીતે તે વિધિવિધાને જાણી શકતો નથી તેમ કરી પણ શકતો નથી. ને અવિધિએ કરવા જનાર, પારદ-રસ અવિધિએ ખાનારની માફક, પસ્તાય છે. કુપથ્ય કરનારને જેમ પારો ફૂટી નીકળે છે તેમ અવિધિએ વિશિષ્ટ અનુષ્ઠાન વાયરનાર વિભ્રમિત થઈને જીવનસર્વસ્વ ગુમાવે છે. માટે જ એવાં વિશિષ્ટ અનુષ્ઠાને વિશિષ્ટ મહાપુરુષો પાસે સચવાયેલાં રહે તે હિતાવહ છે.
For Private And Personal Use Only