________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮ ] જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ संवत् १२१९ वर्षे माघशुक्लपक्षे ३ रवौ श्रीराजराजेश्वर कुमारपाल भूपालेन श्री शांतिनाथस्य पादुका कारिता, प्रतिष्ठित श्रीवादीन्द्रचुडामणी श्री x » हेमाचार्येण कारापितं.
લેખને ભાવ સાફ છે. ૧૨૧૯ માં મહા શુદિ ૩ ને રવિવારે રાજરાજેશ્વર મહારાજ કુમારપાલે શ્રી શાંતિનાથ પ્રભુની પાદુકા કરાવી છે. અને વાદચૂડામણિ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પ્રતિષ્ઠા કરાવી છે.
(પરંતુ અમારી દષ્ટિએ આ પાદુકા સહુ પ્રાચીન નથી, લેખની લિપી અને ભાષા જોતાં પણ લેખ એટલો પ્રાચીન નથી લાગતું.)
એક નાના ચોમુખજી છે. ત્રણ તે અખંડ છે અને એક મતિ ખંડિત છે. કુલ નવ મૂર્તિઓ છે.
પછી બાવનજિનાલય મંદિરમાં દર્શન કરવા ગયા. મંદિર પ્રાચીન અને ભવ્ય છે. મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની સુંદર પ્રાચીન મૂર્તિ છે. મૂળ ગભારામાં ત્રણ મૂર્તિઓ છે. ત્રણે મૂતિઓ સુંદર અને પ્રાચીન છે. બહાર ગૂઢ મંડપમાં દસ મૂર્તિઓ છે. બધી મૂર્તિઓ પ્રાચીન અને સુંદર છે. આમાં બન્ને બાજુ પાષાણના બે ચોવીશ જિનેશ્વરની બે મૂર્તિઓ છે. બન્ને ઉપર લેખ છે. ડાબી બાજુની મૂર્તિ ઉપરને લેખ આ પ્રમાણે છે.
/ સં. ૧૨૪૩ વૈરારા રુ. ૬ વુધ શ્રીનાગેન્દ્ર છે : ૪ આગળ નથી વંચાતું. લેખ ઘસાઈ ગયા છે.
આમાં નાની એક સુંદર ગુરુમતિ છે તેના ઉપર લેખ નીચે પ્રમાણે છે.
॥ सं. १४५४ वर्षे वैशाख शुदि १२ रखौ x x x x x गच्छ प. सुमति प्रतिमा વા. સોમ પ્રતિષ્ઠા, x x x
આગળ ઘસાઈ ગયેલ છે.
રંગમંડપ અને પ્રદક્ષિણામ ૫શુ મૂર્તિઓ છે, પરંતુ સમયાભાવને લીધે અમે લેખ લઈ શક્યા નથી. મૂલગભારાની પાછળ મોટે ગભારે છે તેમાં રંગમંડપમાં જમણી બાજુ પ્રાચીન સરસ્વતીની પણ સુંદર મૂર્તિ છે. દેરીઓમાં કેટલીક સુંદર અને પ્રાચીન મૂર્તિઓ છે. પરંતુ વ્યવસ્થાની -વહીવટની ખામી છે. કેટલીક પ્રતિમાઓને ચહ્યું નથી, કેટલીક પ્રતિમાઓને એક ચક્ષુ છે અને એક નથી. ભગવાનને કેસર વગેરે પણ બરાબર નથી ચડતું. અવ્યવસ્થા જોઈ દર્શન કરતાં પારાવાર દુઃખ થયું. બાવન જિનાલયનું આવું ભવ્ય મંદિર હોવા છતાં આ અવ્યવસ્થા બહુજ ખટકે તેવી છે. સુધારા થવાની પૂરેપૂરી જરૂર છે.
આ મંદિરથી એક માઈલ દૂર ખજુરીના વનમાં સરસ્વતીની એક દેરી છે. આ મૂતિ બહુ પ્રાચીન છે. લક્તિ મુજબ કલિકાલસર્વજ્ઞ આચાયવર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી સરસ્વતીની આરાધના માટે કાશ્મીર જતા હતા ત્યારે એ દેવીએ અહીં જ સરિઝને દર્શન આપી અહીં જ આરાધના કરવા જણાવ્યું હતું. એટલે આ મૂર્તિ ખૂબ પ્રાચીન અને ચમત્કારી છે. અત્યારે પણ બહુ જ એકાંત અને શાંતિનું ધામ છે.
સરસ્વતીની આરાધના કરવા ઈચ્છતા મહાનુભાવોએ જરૂર લાભ લેવા જેવું છે.
For Private And Personal Use Only