SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ ખના પ્રકાર-- આધ્યાત્મિક. (૧) શરીર સંબંધી. (૨) મન સંબંધી. એમાં વાત, પિત્ત, કફ રૂ૫ શરીરનું અને કામ, ક્રોધ, લેભ રૂપ મનનું દુઃખ છે. - ૨. આધિદૈવિક-યક્ષ, રાક્ષસ, ગ્રહ વગેરે તરફનું. ૩. આધિભૌતિક-મનુષ્ય, પશુ, પક્ષી, મૃગ, સર્પાદિનું. ; પ બેઠુમત–પ્રણેતા મૌતમબુદ્ધ ક્ષણિક સ્વરૂપ માનનાર એટલે જ્ઞાનદૈતને સ્વીકારી ક્ષણે ક્ષણે નવીન આત્મા સ્વીકારનાર. - દસ આજ્ઞાઓ–૧ પ્રાણાતિપાત વિરમણ (હિંસા ન કરવી), ૨ અદત્તાદાનવિરમાણ (વગર આપ્યું ન લેવું અને ચેરી કરવી નહી), ૩ બ્રહ્મચર્ય પાળવું, ૪ જૂઠું બોલવું નહીં, ૫ ચાડી ખાવી નહીં, ૬ કઠોર ભાષણ કરવું નહીં. અને કેઈનું અપમાન કરવું નહીં, ૭ નકામી ગડબડ કરવી નહીં, ૮ લોભ કરે નહીં, ૯ ક્રોધ કરે નહીં, ૧૦ ધર્મમાં અવિશ્વાસ રાખવો નહીં. ૬. ચાવમત આનું બીજું નામ નાસ્તિકમત છે. માત્ર પ્રત્યક્ષ પ્રમાણને જ માની સર્વ કરણીમાં રક્ત રહેનાર. ઈશ્વર નથી, કર્મ નથી, પરલોક નથી. સર્વ માયાજાળ શાસ્ત્રકારોએ ઊભી કરી છે એમ વદી સર્વ જાતના આરંભ વગેરેમાં રત રહેનાર આ મત છે. ઉપર મુજબ છ મતની સામાન્ય રેખા જાણ્યા પછી, તું સહજ જોઈ શકશે કે તીર્થકર ભગવંતોએ “જૈનદર્શન’ માં જે મૌલિક તો બતાવ્યા છે અને જે છ પદાર્થો પર સંસારચક્રનાં મંડાણ દર્શાવ્યાં છે અને એમાં કાર્ય કરી રહેલ પાંચ સમવાય વર્ણવ્યાં છે એ સીધા અને સચોટ છે, અને સહજ ગળે ઊતરે તેવા છે, એટલું જ નહીં પણ એકબીજાના સંધર્ષણમાં આવતા નથી, તેમ નથી તે પરસ્પર વિરોધાભાસ ઉત્પન્ન કરતા. - જનદર્શન–પ્રણેતા તીર્થંકર ભગવંત સંપૂર્ણ જ્ઞાન થયા પછી જ વસ્તુની પ્રરૂપણ કરે અને એ હકના ઇજારદાર નહીં પણ હરાઈ આત્મા અઢાર દૂષણનું નિવારણ કરી, ચાર ઘાતી કર્મને કૂચ કરી વાળે તો એવું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવું જાહેર કરનાર. પૂર્ણ શક્તિ ફેરવે તો ખુદ તીર્થંકર પદ મેળવી શકે એવું જાહેર કરનાર, સર્વની આઝાદી સ્વીકારનાર. તવ નવ–અકિડે પણ સુંદર અને પ્રગતિ સૂચક; નામ પણ તેવાં જ. ૧ જીવ, ૨ અજીવ, ૩ પુન્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા, ૮ બંધ અને ૯ મોક્ષ. નવના દશ ન થઈ શકે; કેમકે નવમાં સર્વ સમાઈ જાય છે. અપેક્ષાથી નવના સાત ક્રિયા બે જરૂર ઘટાવી શકાય. પદાર્થ છ–જેવા ગ્રંથમાં એ “ષડૂદ્રવ્ય' તરીકે ઓળખાય છે. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય. ૪ કાળ, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ વાસ્તિકાય. એમાં પણ કર્તા કાવતા કિવા મુખ્ય બે જઃ જીવ અને અવ. વિજ્ઞાનની નજરે Soul and matter સમવાય પાંચ–૧ કાળ, ૨ સ્વભાવ, ૩ નિયતિ, ૪ કર્મ, ૫ પુરુષાર્થ. વિશ્વના દરેક બનાવમાં ઉપરના પાંચ સમવાય ( કારણ) માંથી ઓછીવતી દરેકની સંકલના ખરી જ. ભાઈ સુમતિચંદ્ર, જે, આજે વર્ણવેલી વાત તને બરાબર પચી જશે તે જ્ઞાનાર્જનમાં પ્રગતિ કરવામાં મુશ્કેલી નહીં નડે. આજે અહીં જ પૂર્વવિરામ. (ચાલુ) For Private And Personal Use Only
SR No.521649
Book TitleJain_Satyaprakash 1948 12 1949 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy