SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'કુમારે વાંદરા બની ગયા ! (લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા) જૈન દન પ્રમાણે જ્ઞાનના પાંચ પ્રકાર છે. તેમાંના એકનું નામ “મતિજ્ઞાન' છે. એના મૃતનિશ્રિત અને અમૃતનિશ્રિત એમ બે ભેદ છે. તેમાં અમૃતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર પ્રકાર છે. આ ચાર પ્રકારનો ઔત્પાતિકી બુદ્ધિ નિયિકા બુદ્ધિ કાર્મિકી બુદ્ધિ અને પરિણામિકી બુદ્ધિ તરીકે નિચ કરાય છે. આ હકીકત તેમજ ઔત્પાતિકી બુદ્ધિનું લક્ષણ નજી (સ. ૨૬-૨)માં છે. આવસ્મયનિત્તિ (ગા. ૯૩૮-૯)માં પણું આ બે બાબત છે, અને તે પણ એના એ જ પદ્યમાં છે. જાતકી બુદ્ધિનું લક્ષણ આપણે વિચારીએ તે પૂર્વે નાપાધમ કાર ( સુય. ૧, અ. ૧)માં ઉપર્યુક્ત ચાર પ્રકારની બુદિથી અલંકૃત અભયકુમાર હોવાનો ઉલ્લેખ છે. આમ આ ચાર પ્રકારની બુદ્ધિની હકીકત મહાવીરસ્વામીના સમય જેટલી છે. પ્રાચીન ગણાય જ. ઉપર્યુક્ત ગ્રંથમાં ઔત્પાતિકી બુદ્ધિનું લક્ષણ એ અપાયું છે કે પહેલાં જેનું દર્શન, શ્રવણ કે શાન ન થવું હોય એવા પદાર્થને તત્કાળ યથાર્થ સ્વરૂપમાં ગ્રહણ કરનારી અને અબાધિત ફળના સંબંધવાળી બુદ્ધિ તે ઔત્પાતિક છે. હકની ઔત્પાતિની બુદ્ધિના તેર ઉદાહરણો નંદીમાં (૪, ૨૭; ગા. ૬૪માં તેમજ અવસ્મયનિત્તિ (ગા. ૯૪૧)માં અપાયા બાદ આ બંને કૃતિમાં એક જ શબ્દમાં અન્ય છવ્વીસ ઉદાહરણેનો ઉલ્લેખ છે. તેમાં પહેલું ઉદાહરણ રેહકની વાતમાં પણ છે. બાકીનાં ઉદાહરણ પૈકી એડગ–નિહાણ' નામનું બાવીસમું ઉદાહરણ તે આ લેખને વિષય છે. જેમ આ કથાનું નામ “ચેડગ-નિહાણ' ઉપર્યુક્ત બે કૃતિઓની રચના જેટલું પ્રાચીન છે તેમ આ સંપૂર્ણ કયા જિનદાસગણિની કૃતિ તરીકે ઓળખાવાતી આવસ્મયચુરિણ જેટલી તે પ્રાચીન છે, કેમકે એમાં આ ભાગ, પત્ર ૫૫૧માં જઈ મરહદોમાં મળે છે. નદીની દરિદ્રસૂરિકૃત ટીકા (પત્ર ૬૧ )માં હરિભકવિએ આ કથા તેમજ ગોપાતિકો બુદ્ધિને અંગેની બીજી કથાઓ “ આવશ્યકમાં કરીશું' એમ કહ્યું છે. અને એ આપણ ૧ આ કથાનું મૂળ નામ “ચેડગ-નિહાણ' છે, અને એ નંદી (સ. ૨૭; ગાથા ૬૫)માં તેમજ આ વયની તિજજુતિ (ગા, ૯૪૨)માં અપાયેલું છે. એડગ એટલે બાળક, અને નિધાન એટલે ખજાને. આ બે આ વાતની મુખ્ય અંમ હેવાથી આ નામ રોજાયું છે. ૨ આ અંગેની કેટલીક કષા મેં ભાત દર્શન દીપિકા (પ. ૨૧૮-રરર)માં ગુજરાતીમાં આપી છે. ક-૪ આ તમામ ઉદાહરણો દ્વારા સૂચિત સ્થાઓ ચન્દન–જેનાગમ-ગ્રન્થમાથાના કિતીત પુખ તરીકે પ્રસિદ્ધ થયેલા “ શ્રોમનન્દોસત્રમ ” (પૃ. ૫૫-૭૬)માં હિન્દીમાં અપાઈ છે. For Private And Personal Use Only
SR No.521647
Book TitleJain_Satyaprakash 1948 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy