SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮] જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ આધરો શોધવા પડે એવી શંકા જ ઊઠવા પામતી નથી. આપણે રોજ-બ-રોજનો ક્ષણેક્ષણને વ્યવહાર આપણને સ્પષ્ટ માર્ગનું નિશ્ચિત દર્શન કરાવતો હોય ત્યાં શંકા-કુશંકામાં પઢવાને અવકાશ કયાં રહે! ધાર્મિક નાણાં અંગે આવી સુનિશ્ચિત દષ્ટિ જૈન સંધના રોજિંદા વ્યવહારમાં વણાઈ ગઈ છે તેનું મૂળ આપણું ધર્મશાસ્ત્રોમાં રોપાયેલું છે. - આમ છતાં આજે એવા કેટલાક પ્રસંગો આવી પડે છે કે જ્યારે આપણી આવી - સુદઢ અને સુનિશ્ચિત માન્યતાને પણ, એ ડગમગી ન જાય એટલા ખાતર, આપણે ચુસ્તપણે જાળવી રાખવા પ્રાણપૂર્ણ પ્રયત્ન કરવો પડે છે. મુંબઈ ઇલાકામનાં ધાર્મિક ટ્રસ્ટોની તપાસ માટે મુંબઈ સરકારે ન્યાયમૂર્તિ ટેન્ડલકરના અધ્યક્ષપણું નીચે સાત સદગૃહસ્થની એક તપાસ કમીટી નીમી હતી, અને આ કમિટીએ જુદી જુદી હિંદુ તેમજ જૈન આગેવાન વ્યકિતઓની જુબાની લઈને પિતાનું કામ પૂરું કરીને પિતાને થયેલ અનુભવના પ્રકાશમાં પિતાની ભલામણોને અહેવાલ સરકાર સમક્ષ પેશ કરી દીધો છે. આ સમિતિ સમક્ષ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ અને દેશના આગેવાન ઉદ્યોગપતિ શેઠ શ્રી. કરતુરભાઈ લાલભાઇએ જેન સંધનું દ્રષ્ટિબિંદુ રજુ કરતી જે જુબાની આપી છે તેને ઠેરઠેરથી ખૂબ જ આવકાર થmો છે; અને અમદાવાદ મુંબઈના તેમજ બીજા જૈન સંઘોએ આ જુબાનીને જૈન સંઘના પ્રતિનિધિરૂપે સ્વીકાર કરવાને ડરાવ કરીને એ જુબાની ઉપર જૈન સંઘની માન્યતાની મહેર છાપી મારી દીધી છે. શેઠ શ્રી. કસ્તુરભાઇએ જે મકકમતા અને સ્પષ્ટતાપૂર્વક જૈન સંઘનું દૃષ્ટિબિંદુ રજુ કર્યું છે તે બદ્દલ અમે તેમને અભિનંદન આપીએ છીએ. એમણે આપેલી જુબાની જેન સંધની મૂલ્યવાન સંપત્તિરૂપ છે એમ અમને લાગે છે, અને તેથી એ આખી અંગ્રેજી જુબાનીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તૈયાર કરાવેલ ગુજરાતી અનુવાદ આ અંકમાં પ્રગટ કરીએ છીએ. આ જુબાનીના ગુજરાતી અનુવાદની નકલ પૂરી પાડવા થાટે અમે શેઠ આણંદજી કલ્યાણુજની પેઢીને આભાર માનીએ છીએ. મુંબઈ સરકારને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ધર્માદા નાણુના સંરક્ષણ માટે ટ્રસ્ટી ધારે અને ધર્માદા ટ્રસ્ટ રજીસ્ટ્રેશન ધારા–આ બે ધારાનો જે બરાબર અમલ કરવામાં આવે તો આ માટે બીજા કોઈ પણ નવા ધારાની જરૂર જ ઊભી થતી નથી. મહત્વને સવાલ ધારે ઘડવાનો નહીં પણ ધારાને યોગ્ય રીતે અમલ કરવાનો છે એ તરફ અમે સૌનું ધ્યાન દોરીએ છીએ, અને બિનજરૂરી નવા નવા ધારાઓ ઘડવાની માથાકૂટમાંથી ઊગરી જવાનું સુચવીએ છીએ. શેઠ શ્રી. કસ્તુરભાઈએ પિતાની જુબાની આપીને જેન સંધની વાત યોગ્ય રીતે રજુ કરી છે એટલા પૂરતું આપણું એક કામ પાર પાયું ગણાય. પણ ખરેખર કામ તો ટેબ્યુલાકર સમિતિને ભલામનો અહેવાલ બહાર પડે તે વખતે કરવાનું છે એ રખે આપણે ભૂલીએ. તે વખતે પણ આપણે જાગૃત રહીએ અને આપણા સંધને યોગ્ય દોરવણી આપી આપણા અમદા નાણાંનું જતન કરીએ ! અસ્તુ ! For Private And Personal Use Only
SR No.521644
Book TitleJain_Satyaprakash 1948 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy