________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ [૪] ઉપયુંકત ચુણના રચનારના પછી થયેલા હરિભદ્રસૂરિએ આ જ યુણિમાંના લગભગ શબ્દ શબ્દમાં આ ઉત્પત્તિની બાબત કહી છે અને એની સંસ્કૃત છાયા હરિભદ્રીય ટીકાના સંપાદક મહાશયે આપી છે. અહીં જે જરાતરા તફાવત જોવાય છે તે જ હું નેધિીશ : યૂપની નીચે સર્વ રનની જે અરિહંતની પ્રતિમા છે તેનું પ્રક્ષાલન કરાય છે. આમ અહીં પ્રક્ષાલનની વાત છે. બીજું મયણ'ને બદલે “મણાય છે, જોકે અર્થ તો એને પણુ, “કંઈક એમ જ છે.
[૫] વિ. સં. ૧૧૪પની કાર્તિકી પૂર્ણિમાએ જન્મેલા અને વિ. સં ૧૨૨૯માં સ્વર્ગે સંચરેલા “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ પરિરાષ્ટષ (સર્ગ ૫, લે. ૨-૮૬) માં (સયાલિયની ઉત્પત્તિ સંસ્કૃતમાં વર્ણવી છે. એમાંથી નીચેની વિશેષતાઓ હું નપું છું:
વત્સ’ કુળમાં ઉત્પન્ન થયેલ, આસનભવ્ય બાહ્મણ યંભવ છે (લે. ૭).
૧૨-૧૪માં યજ્ઞ પટકનું વર્ણન છે. કલો. ૨૦માં એ વાત છે કે ઉપાધ્યાય કહ્યું કે સ્વર્ગ અને મોક્ષને આપનારા વદ “ તરવ” છે અને વેદ કરતાં બીજું કોઈ તત્વ નથી એમ તવના જાણકારો કહે છે. શ્વે. ૨૮–૨માં એ હકીક્ત છે કે આ ચૂપની નીચે અરિહંતની (તીર્થકરની) પ્રતિમા રખાઈ છે. અહીં જ રાખીને એ ગુપ્ત રીતે પૂજાય છે અને એ પ્રતિમાના પ્રભાવથી અમારું યજ્ઞાદિ કામ નિવ ને થાય છે. મહાતપસ્વી, સિદ્ધ પુત્ર અને પરમ આહંત નારદ, અહંતા (તીર્થકરની) પ્રતિમા ન હોય તે યજ્ઞને અવશ્ય નાશ કરે છે. આમ કહીને યુપને ઉપાડી ત્યાં રહેલી રાનની તીર્થંકરની પ્રતિમા ઉપાધ્યાયે એને બતાવી અને એણે કહ્યું કે જે તીર્થંકર દેવની આ પ્રતિમા છે તે તત્વ' છે, એમણે કહેલો ધર્મ છે અને યજ્ઞ ઇત્યાદિ વિબના છે. લે. ૬૯માં કાયચિન્નાર્થ અર્થાત્ દિશા જવા માટે પ્રભવસ્વામી ચંપાનગરીના પરિસરમાં ગયા એમ કહ્યું છે. લો. ૭૮માં એ વાત છે કે પ્રભવવામી કહે છે કે તારા પિતામાં અને આ તારા કાકામાં કશે ભેદ નથી.
અહીં જે નારદની વાત અપાઈ છે તે શાના આધારે હશે એ જાણવું બાકી રહે છે, તો એ ઉપર પ્રમાણુ પ્રકાશ પાડવા બહુશ્રુતને મારી વિજ્ઞપ્તિ છે.
૯ પુત્તિ એવો જે પાઠ છપાયો છે તે “પુતિ ” હે જોઈએ એમ માની મેં આ અર્થ કર્યો છે, કેમકે પુણ્ ધાતુનો અર્થ ધાવું, પ્રક્ષાલન (પખા) કરવું એમ થાય છે. છાયામાં પ્રતિ એવો જ ઉલ્લેખ છે તે તે પુર પાઠ હોત તો સમુચિત ગણુાત. વિશેષમાં એ પાઠ માનતાં પણ પ્રતિમાને અચળ-નિત્ય કહેવામાં કઈ હેતુ સધાતો હોય એમ જણાતું નથી એટલે અર્થષ્ટિએ એ અસંગત ગણાય એટલે મેં અન્ય પાઠ કહે છે.
For Private And Personal Use Only