SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક | ગુજરાતનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર [ ૩૯ મગરવાડા મગરવાડિ જષ્ય જાગતે તપગછિ મહિમા જે આલતા” મગરવાડામાં તપગચ્છનું માહાઓ અને મહિમા વધારનાર માણિભદ્રવીરનું સ્થાન – મંદિર છે. આજુબાજુનાં નાનાં ગામડાંની અજેન વસ્તીપર ૫ણું આ સ્થાનકનો પ્રભાવ અમે . રસ્તામાં એક ખેતરના ખેડૂતને પૂછયું: ભાઈ, મગરવાડાનો રસ્તો કયાં આવ્યો? તે કહે–બાપુ, વીરના સ્થાનકે જાઓ છે ને ? બહુ ચમત્કારી છે હે. અમે પૂછ્યું, તમે જાએ છે ખરા ? હા. ચ્યમ ના જાઈ? એ તો જાગતે દેવ છે. આ વીરના થાનકે તો હિન્દુ ને મસલમાન (મુસલમાન) બધાયે જાય છે. એક મુસલમાન ભાઈને પૂછયું. એણે પણ આ વીરના ચમત્કારી સ્થાનની ખૂબ પ્રશંસા કરી. એણે તો ત્યાં સુધી કહ્યું બધા દેવ સરખા છે. અમે તો બધે જઈએ છીએ વગેરે વગેરે. આ શબ્દો એટલા માટે ઉતાર્યા છે કે અજેને પણ આ ચમત્કારી માણિભદ્ર વીરના સ્થાનકને બહુ જ પ્રેમ, આદર, શ્રદ્ધા અને ભક્તિથી માને છે. કાળી અને ઠાકરડા કદી પણ આ વીરના સેગન નથી ખાતા. એની માનતા માને છે અને એ જ પ્રમાણે બધું પૂરું પણ કરે છે. આ વીરદેવનું નામ લઈને જનારનું કદી કાઈ નામ ન થે ન તેને લુંટે કે પીડે. અધરાત થાનકનું નામ લઇને જાવ, બા તમે નિર્ભય છે. આટલું માહાઓ આ માણિભદ્રવીરનું ચારે બાજુ ફરતાં ગામડાઓમાં છે. ગુજરાતના અને ગુજરાત બહારના જેને પણ આ થાનકથી પરિચિત તો છે જ, મગરવાડા ગામ બહાર વડના ઝાડની બાજુમાં જ આ ભવ્ય થનક છે; મંદિર વચ્ચે મેટ ચોક-મેદાન-ધર્મશાળા ખેતર અને વિશાલ કમ્પાઉન છે. ગામમાં શ્રાવનાં ઘર છે, સુંદર જિનમંદિર-ઉપાશ્રય છે. આજે મારવાડ અને ગુજરાતના પણ કેટલાક જેને કેટલીક વળગાડની બાધા-પી. વગેરે આટે “ઉનાવા” જાય છે, એ એક જાતનું મહામિથ્યાત્વ જ છે, અને ત્યાં કેટલીક ફસામણી જેવું પણ થાય છે. એના કરતાં આવા સમ્પમૂવી શાસનરક્ષક દેવની ઉપાસના કરી અધઃપતમાંથી બચવું ઉચિત લાગે છે. બાકી તો “વે નવા વર” ખૂબ યાદ રાખવાની જરૂર છે. બહુ જ દુઃખ અને ખેદની વાત છે કે સારા અને બુદ્ધિમાન ગણાતા, ધર્મનિષ્ઠ મનાતા જેનો પણ બુટ માતાએ અને ઉનાવાના પીર-(વીર) પાસે જાય છે, મહિનાઓ અને દિવસે ગાળે છે. આ વસ્તુ બહુ જ સુધારે માગે છે. જેને જાગે અને પોતાના જ શાસનરક્ષક દેવને સમ્યકત્વી દેવ-દેવીઓને શ્રદ્ધા, પ્રેમ-ભકિત અને આદરથી ઉપાસના કરે એ ઉચિત છે. મેત્રાણા ઉત્તર ગુજરાતનું આ પણ એક ઓગણીસમી સદીનું તીર્થ છે. ધાણધાર પરગણામાં આ સ્થાને તીર્થરૂપ મનાય છે. ગુજરાતના ભોયણી, પાનસર, સેરીસા અને વામજથી પણ પહેલાંનું આ તીર્થ છે. અહી વિ. સં. ૧૮૯૩ લગભગમાં મૂલનાયાજી શ્રી આદિનાથજી ભગવાન વગેરે ત્રણ પ્રતિમાઓ નીકળી હતી. અત્યારે મંદિર ભવ્ય અને વિશાલ છે. બહાર For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy