________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે
લેખકઃ -પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી)
(ક્રમાંક ૧૪૦ થી શરઃ ગતાંકથી ચાલુઃ આ અકે પૂર્ણ) અમે લાજના શ્રી એશ્વર પાર્શ્વનાથજીની બરાબર પિષ દશમીએ યાત્રા કરી પેશ્વા આવ્યા. અહીં પણ સુંદર મંદિર, ઉપાશ્રય અને શ્રાવકનાં ઘર છે. ત્યાં કમલલશ ગચ્છના ધનારિના વર્તમાન શ્રીપૂજ્ય વિજયજિદ્રસૂરિજી મલ્યા. બહુ જ સજન અને ક્રિયાભિરુચિ છે. તેમ જ સંવેગી સાધુઓની જેમ પોતે ક્રિયા આચારવિચાર પાળવાના અભિલાળ છે, પાળે છે. તેમના આગ્રહથી થનારી આવ્યા. તેમને જ્ઞાનભંડાર વગેરે બહુ જ પ્રેમથી બતાવ્યું. અહીં પણ સુંદર નાનું શિખરબદ્ધ જિનમંદિર ઉપાશ્રય વગેરે છે. ત્યાંથી અમે કાછલી આવ્યા.
કાછલી અહીં ઊંચી ખુરશીએ સુંદર શિખરબદ્ધ જિનમંદિર છે. મંદિર પ્રાચીન છે. મલનાયક શ્રી પાર્શ્વનાથજી છે. સાથે જ સુંદર પ્રાચીન પરિકર છે. બન્ને બાજુ ૫ણ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે. મૂલનાયકની નીચે ગાદીના પ્રાસાદિદેવી છે. તેની લાઈનમાં બને બાજુ યયક્ષિણી છે. પછી બન્ને બાજુ હાથી અને સિંહ વગેરે છે. વચમાં પ્રાસાદદેવી, એની નીચે મનોહર ધર્મચક અને બે બાજુ હરણ છે, એની નીચે પરિકરમાં નીચે પ્રમાણેને લેખ છે, જે બહુ જ મુશ્કેલીથી ઉતરા
॥ संवत् १३०३ वर्षे कच्छोलिका श्री पार्श्वनाथ गोष्ठिक श्रेष्ठि सीरीपाल भा० सिरीयादे पु० नरदेव पुत्र हा० श्रे० बोडा भा० वीरी० पु. श्रे०राx द ४(१) महा देवसिंह महं सलखा । पु० श्रे० का भा० अणुपमदे० पुत्र महं. अजेसिंहेन पुत्रा जिदा मोहणसहितेन श्रे० जगसिंह पु० श्रे० धणसिंहर आ (२) म्रपाल श्रे० x यटु पु० धीरा श्रे० साहड पु. विजेसिंह श्रे० झांझण पु. नागसिंह प्रभृति गोष्ठिकसहितेन पितृमातृश्रेयसे श्री पार्श्वनाथ श्रे० अ x (३) परिकरोद्धार कारितः कछोलिग्राम (गोत्र ) Mામુપોન XXX આગનું દબાઈ ગયું છે.
આ લેખ પ્રમાણે તે સ. ૧૩૦૩માં કાછોલીના પાશ્વનાથજીના મંદિરના પરિકરને ઉદ્ધાર થયા છે–પરિકરને ઉહાર કરવામાં આવ્યો છે.
અહીંના ભાઈએ કહ્યું કે-મલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય, પ્રાચીન પ્રતિમાજી હતાં, પરંતુ તે ખંડિત થવાથી ભોંયરામાં પધરાવી દીવાં. ત્યારપછી ભૂલનાયકજી શ્રી સંભવનાથજી બિરાજમાન કર્યા. પછી સં.
૧૭૮માં માગશર દિ દશમે શ્રી સંભવનાથજીનું લંછન વગેરે બદલી નારીના શ્રી પૂજ્ય મહંદઅરિજી અને યોગીરાજ શાંતિવિજયજી મહારાજે (આચાર્ય શ્રી વિજય શાંતિસૂરીશ્વરજીએ) પુનઃ પ્રતિષ્ઠાદિ કરાવ્યાં છે. આ મૂર્તિ પણ પ્રાચીન અને મનહર છે.
કાછલીનાં પ્રાચીનતા અને ગૌરવ કાછોલી ગામ પ્રાચીન છે. કાછીયાવાલન અને કાજોલી ગાત્ર હતાં એના લેખે મળે છે, જેમાંથી બે પ્રમાણે નીચે આપું છું:
For Private And Personal Use Only