________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ] ધમ્મિલના અને અગડદત્તના ચરિત્રની સામગ્રી [ ૧૯
પ્રા. સાંડેસરાએ “ ભાડ” નામને લેખ લખ્યો છે અને એ “પ્રજાબંધુ'ના દીપોત્સવી અંક ૨૦૦૨માં છપાયો છે. આમાંની કેટલીક ક્ષતિઓનું સુચન કરતા અને કેટલીક વધુ વિગતો રજૂ કરતા મારો લેખ નામે “ભારડ: એક મહાકાય પક્ષી ” અહીંના સાપ્તાહિક “ગુજરાતી મિત્ર તથા ગુજરાત દર્પણ”ના તા. ૫-૧-૪૭ના અંકમાં છપાયો છે. આ તેમજ અષ્ટાપદ વગેરે સંબંધી મારે એક અંગ્રેજી લેખ હાહામાં છપાયો છે. એ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે.
શાન્તિસૂરિએ “વૃદ્ધવાદ એવા ઉલ્લેખપૂર્વક અગડદત્તનું ચરિત્ર પાઇયમાં આપ્યું છે. પાઈયટીકાના સંપાદક મહાશયે આ ચરિત્રની સંસ્કૃત છાયા આપી છે.
દેવેન્દ્રગણિ ઉર્ફે મિચન્દ્રસૂરિએ અણહિલપુર પાટણમાં વિ. સં. ૧૧૨માં ઉત્તરઝયણ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે અને એમાં અનેક કથા આપી છે. તેમાં આ પ્રસંગે પત્ર ૮૪–૯૪૫માં અડદતનું ચરિત્ર પાઇયમાં–જઈણ મરહદીમાં ૩૨૮ પદ્યમાં આપ્યું છે. મિલ્લહિંડમના અગડદત્તરિય સાથે આ કોઈ કોઈ સ્થળે જ પડતું જણાય છે અને તેમ હોય તો એ સ્વાભાવિક છે, કેમકે આ તો “વૃદ્ધવાદને આભારી છે–વૃદ્ધોનાં કથનને અનુસરે છે એમ નેમચન્દ્રસૂરિએ જાતે પ્રારંભમાં છે.
આ સંસ્કૃત ટીકાનું તેમજ સાથે સાથે એના મૂળનું સંપાદન-કાર્ય જનાચાર્ય વિજયમંગસૂરિજીએ ઈ. સ. ૧૯૩૭માં કર્યું છે.
જૈન સાહિત્યની અમૂલ્ય સેવા બજાવનારા જર્મન વિદ્વાન 3. હર્મણ યાકેબીએ Ausgewählte Erzählungin in mahârâştri? Hal la 2140 Cellyal સંપાદિત કરી છે. એમાં એમણે ઉપર્યુક્ત ૩૨૮ પદ્યનું અગઠદત્ત-ચરિત્ર આપ્યું છે. જે. જે. મેયરે (meyer) Hindu Talesમાં એનું અંગ્રેજી ભાષાતર કર્યું છે અને તેમ કરતી વેળા કેટલાક સુધારા સૂચવ્યા છે. આ સંસ્કરણને અને ભાષાન્તરનો ઉપયોગ ડે. પી. એલ. વૈધે એમની ઇ. સ. ૧૯૪૦ની આવૃત્તિમાં કર્યો છે. વિશેષમાં એમણે અંગ્રેજીમાં ટિપણે પણ આપ્યાં છે. પ્રે. એન. વી. વધે અને . ટી. ઉષાબેએ પણ પોતપોતાની આવૃત્તિમાં અગડદત્ત ચરિત્રનું અંગ્રેજી ભાષાન્તર વગેરે આપેલ છે. પ્રાકૃત કથા સંગ્રહ (પૃ. ૭૨-૯૭) માં નાગરી લિપિમાં “અડદત્ત’ એ નામથી અગડદત્ત ચરિત્ર છપાયું છે અને એ ડૅ. યાકેબીની આવૃત્તિને આભારી છે.
અગડદત્તનું ચરિત્ર પરું પાડનારી કેટલીક પદ્યાત્મક ગુજરાતી કૃતિઓ “જૈન ગૂર્જર કવિઓ”માં નોંધાઈ છે. જેમકે ભીમ નામના શ્રાવકે વિ. સં. ૧૫૮૪માં અગડદત્તરાસ ઓ છે. વાચક કુશલાલે વિ. સં. ૧૬૨૫માં અગડદત્ત ચેષાઇ (ચરિત્ર), શ્રીસુન્દર
1 અહીં અપાયેલાં કરકંડુ, નમિ અને નગ્નઇનાં ચરિત્ર આ વર્ષે મેટ્રિકના વિઘાથીને કરવાનાં છે, જ્યારે અહીં અપાયેલું બંભદત્તરિય કૅલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શીખવવાનું છે. રોમન લિપિમાં પ્રસિદ્ધ થયેલ બંનદત્તરિય ગુજરાત પુરાતત્ત્વ મંદિર તરફથી નાગરી લિપિમાં વિ. સં. ૧૯૭૮માં પ્રકાશિત થયેલ પ્રાકૃત કથા સંગ્રહ (પૃ. ૨૯ ૫૫)માં અપાયેલું છે. ડો. પી. એલ. વૈદ્ય કહે છે કે આ પ્રકાશનમાં ઘણું ભૂલે છે.
For Private And Personal Use Only