________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ].
[ વર્ષ ૧૨
શ્રી જૈન સત્ય પ્રકાશ વાચક સંઘરાસગણએ વિ. સં. ૬૬૬ કરતાં તે ઘણાં વર્ષો પૂર્વે રચેલ અને મહત્તર ધમસેન ગણિએ પૂર્ણ કરેલ વસુદેવહિંડીના પ્રથમ ખંડમાં કત્પત્તિની પછી ધમ્મિલહિંસ' યાને ધમિધચરિય છે. આ બી. એ. ના બીજા વર્ષના વિદ્યાર્થીઓને આ વર્ષે શીખવાય છે. ધમ્મિલ જ્યારે ગર્ભમાં હતું ત્યારે એની માતાને ધર્મ કરવાને દેહદ થયો હતે એ ઉપરથી એને જન્મ થતાં એનું નામ ધમ્મિલ રખાયું એમ ધમ્મિલહિંડીમાં ઉલ્લેખ છે.
આવસ્મયની નિન્જનિ (ગા૨૧૬૨૦)માં મિલ' એવું નામ છે; બાકી એનું પરિત્ર નથી.
શકસંવત ૧૯૮માં નદીચુણિ રચનારા જિનદાસગણિ મહત્તરે રચેલી મનાતી સાવરયચણિણ (ઉત્તર ભાગ, પત્ર ૩૨૩-૩૨૪)માં નીચે મુજબના ઉલ્લેખમાં હમિલના ઉદાહરણને નિર્દેશ છે –
"इयाणिं फलं । तं दुविहं । इहलोए धम्मिलोदाहरणं, जहा वसुदेवहिंडार ।"
અર્થાત હવે ફળને વિચાર કરીશું. એ બે પ્રકારનું છે. આ લેકમાં ફળ મેળવનાર તરીકે ધમ્મલ(હ)નું ઉદાહરણ જાણવું કે જે વસુદેવહિડીમાં અપાયું છે.
આવસ્મય અને એની નિજજુત્તિ ઉપર યાકિની મહત્તરાના ધર્મનું તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ સંસ્કૃતમાં વિસ્તૃત ટીકા રચી છે. એના ૮૬૩ પત્રમાં ધમ્મિલનું ઉદાહરણ બસ્મિલાહિડીમાંથી જાણવું એમ એમણે કહ્યું છે.
ધમ્મિલહિંડી કરતાં કોઈ પ્રાચીન કુતિ સ્મિલનું ચરિત્ર પૂરું પાઠતી હોય તો તે જાણવામાં નથી, કેમકે વસુદેવહિંડીના પ્રારંભમાં કહ્યું છે તેમ પઢમાણૂએગ (પ્રથમાનુ
ગ)માં વર્ણવેલ વસુદેવચરયને એ આભારી છે અને આ અનુયોગ આજે આપણને ઉપલબ્ધ નથી.
‘અચળ” ગચ્છના મહેન્દ્રપ્રસૂરિના શિષ્ય જયશેખરસૂરિએ ગુજરાતમાં વિ. સં. ૧૪૬૨માં સંસ્કૃત ભાષામાં બસ્મિલલચરિત્ર નામનું રસિક કાવ્ય રચ્યું છે અને એ હીરાલાલ હંસરાજ તરફથી ઘણાં વર્ષો પૂર્વ પ્રસિદ્ધ થયું છે. ત્યારબાદ એની બીજી આવૃત્તિ બહાર પડી. ત્રીજી આવૃત્તિ મનસુખલાલના ગુજરાતી ભાષાન્તર સહિત પ્રત આકારે ચાર
૧ આનો અર્થ “ધ” એમ થાય છે. પાયમ માલિકી' બતાવવાના અર્થમાં આલ, આલુ, ઈત્ત, ઇર એમ જે વિવિધ અનુગ વપરાય છે તેમને એક તે “ઈલ” છે. જમ્મ+છા=મ્મિલ.
૨ આ રહી એ ગાયા:‘पच्चक्खाणस्स फलं इह परलोए अहोइ दुविहं तु । इलॉप धम्मिलाइ दामनगमाई परलोए ॥१६२० ॥
આનો અર્થ એ છે કે પ્રત્યાખ્યાનનું ફળ આ લેકમાં અને પરલોકમાં મળે છે એ હિસાબે એ બે જાતનું છે. સ્મિલ્લ વગેરેને આ લેકમાં ફળ મળ્યું છે, જ્યારે દામનગ વગેરેને પરલેકમાં મળ્યું છે.
For Private And Personal Use Only