________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હરિજન મંદિર–પ્રવેશ અને જૈન [ લેખકઃ શ્રી ચીનુભાઈ લાલભાઈ શેઠ, બી. એ. એલ. એલ. બી.; સાલીસિટર ] .
મુંબઈ પ્રાંતના મંદિરમાં હરિજનોને દાખલ થવાના અને પૂજા-અર્ચા કરવ ના અધિકાર આપવા બાબતના એક્ટને સને ૧૯૪૭ના લેજિસ્લેટિવ એસેમ્બલીનો મુસદ્દો ન. ૨૭ મુંબઈ સરકાર તરફથી પ્રસિદ્ધ થયૅલ છે તેમાં ‘'િશું કામ”ની વ્યાખ્યામાં જૈનાના અમાવેશ કરવામાં આવ્યા છે તે વ્યાજબી નથી.
- કાઈ પણ હરિજન જૈન ધર્મ પાળતા હોય તેવું અત્યાર સુધી જાણવામાં આવ્યું નથી, તેમ જ જૈન ધર્મ પાળતા હરિજનો માટે જૈન મંદિરોમાં પ્રવેશતી મનાઈ કરવામાં આવી હોય તેવા દાખલા પણ બન્યા નથી.
જૈન મંદિરા હરેક જૈન ધર્મ પાળનાર વ્યક્તિ માટે ખુલ્લાં હોય છે. બીજા હિંદુઓ જૈન મંદિરોમાં જૈનાની રજા (Leave and License)થી જ પ્રવેશ કરે છે, પરંતુ હક્ક તરીકે તેઓ પ્રવેશ કરી શકતા નથી. જૈન મંદિરોમાં જૈન વિધિ અનુસાર પૂજા કરવાને હકક ફક્ત જૈન જ ધરાવે છે. જૈનેતરાને આવા હક્ક નથી.
જૈન ધર્મ હિંદુ ધર્મથી તદ્ધ અલગ ધર્મ છે, જો કે વારસાહw, લગ્ન વિગેરે બાબતમાં જૈનોને હિંદુ કાયદો લાગુ પડે છે, છતાં જૈન કામમાં પ્રચલિત રીતરિવાજે પ્રમાણે જે હિંદુ કાયદામાં કાંઈ ફેરફાર થતો હોય તો જે કાયદે રીતરિવાજે પ્રમાણે જેને પાળતા આવ્યા છે તે જ કાયદો તેમને લાગુ પડે છે.
જૈન મંદિરા જૈનોના પિયાથી જ બાંધવામાં આવેલા છે અને તેને નિભાવ પણ તેમના જ પૈસાથી થાય છે. આ મંદિરાના અંગે જાહેર પ્રજાને અમર સરકારનો કઈ પણુ હિસ્સો નથી અને એ મિહકતા જૈન કેમની જ મિહકતા છે; એવી મિકતામાં ઈતર કામોને કાયદા દ્વારા હક આપવો એ તદ્દન ગેરવ્યાજબી છે એટલું જ નહિ પણ અન્યાયી છે. ' તદુપરાંત હિંદનું બંધારણ ઘડનારી સભા અત્યારે હિંદનું' જે બંધારણ ઘડી રહી છે તેમાં પણ કાઈના ધર્મમાં દખલ નહિ કરવાની બાંહેધરી આપવામાં આવી છે.
જૈન મંદિરો જે ફક્ત જેને માટે જ હોય છે તેમાં ઇતર કામના અને કાયદાથી દાખલ થવાનો અને તેમાં પૂજા કરવાનો હક્ક આપવો તે જરાયે વ્યાજબી નથી. જે આમ નહિ થાય તો ભવિષ્યમાં મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. વળી હરિજનોએ જૈન મંદિરોમાં પ્રવેશ કરવાના અને પૂજા અર્ચા કરવાનો હક્ક છે તેવી માંગણી અત્યાર અગાઉ કદી પણ કરી નથી.
આ ઉપરાંત જે હરિજનોને આ પ્રમાણે હક મળશે તો તેઓ ભવિષ્યમાં જેન મદિરાના વહીવટ, હિસાબ તથા બીજી બાબતો અંગે કોર્ટમાં દાવાઓ માંડી શકો, જૈન મંદિરના ટ્રસ્ટીઓ તરીકે દાખલ થવાની માંગણી કરશે અને જૈન મંદિરોના વહીવટ અંગે હખલગિરી કર્યા કરશે.
મારા નમ્ર મંતવ્ય મુજબ આ અંગે સમમ જૈન સમાજે આંદોલન કરી ‘હિંદુ’ શબ્દની વ્યાખ્યામાંથી “જૈન” શબ્દ કઢાવી નાંખવા ખાસ પ્રયત્ન કરવો જોઈએ.
For Private And Personal use only