________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: અંક ૧૦ ] જૈન વર્તમાનપત્રોના અભિપ્રા
[ ૩૦૧ તે બાબતની ફરિયાદો ઊભી જ છે. ઉદેપુરના ના. મહારાષ્ટ્ર સાહેબે તાજેતરમાં જે હુકમ કર્યો છે, તેમાં પણ આપણું સંધના સઘળા જ હક્કોને ઇનકાર કરવામાં આવ્યો છેઉપરાંત, દેવસ્થાનનિધિ નામની એક સમિતિ નીમોને તે સમિતિના હાથમાં શ્રી કેસરીઆઇ તીર્થ તેમજ છોટી સાદડી (સેવા)નું શ્રી આદીશ્વરજી ભગવાનનું જિનાલય સાંપી દેવામાં આવ્યું છે. આ દેવસ્થાનનિધિ સમિતિને માત્ર પૂછીને નહિ, પણ તેના હુકમ મળે તે જ જીણુંબહાર, પ્રાતષ્ઠા અને ધ્વજદંડારોપણ વિગેરે કરી શકાય. દેવસ્થાનાનાંધ સમિતિની આજ્ઞાથી પણ માત્ર જૈન શ્વ. મૂતિ પૂ. સંઘના જ ભાઈઓ તે પ્રતિષ્ઠાદિ કરી શકે એમ નહિ, પણ તે હક્ક વેતાંબર, દિગંબરો અને સવળા હિન્દુઓને હવાનું ઠરાવ્યું છે. ધ્વજાદડારોપણની ઉછામણમાં જે કોઈ માણસ વધારેમાં વધારે રકમ બેલે, તે માણસ પોતાના ખર્ચે પિતાને ફાવે તે વિધિથી વજાદંડારેપણું આદિ કરી શકે. કોઈ ભીલ પણ જે ઉછામણુંમાં વધુમાં વધુ રકમ બોલે, તા જેન ધર્મથી દરેક પ્રકારથી વિરુદ્ધ એવા વિધિએ પણ વજાદંડારોપણું આદિ કરી શકે. આ બાબતનો છેલે નિર્ણય પણ દેવરથાનનધ સમિતિ કરે. ના દેવસ્થાનનિધિ સામતિમાં કોઈ પણ જેનને નીમ્યાનું જાણવામાં આવ્યું નથી. એકદિગબર આગેવાનનું નામ સંભળાય છે, પણ કોઈ વે. મતપૂ. જન તો નથી જ. આ સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીને નિમ્યા છે. અને ડો. શ્રી રાજેન્દ્રપ્રસાદ, શેઠ શ્રી જુગલકિશોર બિરલા, શ્રીમાન મહેન્દ્ર મહારાજા સર યાદવેન્દ્રસિંહજી વિગેરે આ સમિતિના સભ્યો છે. આ દેવસ્થાનનિધિ સમિતિને શ્રી કેસરાઆજી તીર્થનો ભંડાર પણ સંપાયો છે. શ્રી કેસરીયાજી તીર્થનો ભંડાર ડાંક વર્ષો થયાં રાયે ખેલીને શ્રી કેસરીયાજી તીર્થના નામથી અલગ જમે રાખેલ. તે બાબતમાં થોડી તપાસ કરતાં જણાયું છે કે – સં. ૨૦૦૦ ને અંતે પંદર લાખ રૂપીઆથી કાંઇક વધારે રકમ જમા હતી અને બે વર્ષમાં જે ઉમેરો થયો હોય તે જૂદે. આ આખીય રકમ દેવસ્થાનનિધિ સમિતિને સુપ્રત કરવામાં આવી છે; એટલું જ નહિ પણ હવેથી જે નવી આવક થાય તેમાંથી ખર્ચ બાદ કરતાં જે વધે તે પણ દેવસ્થાનનિધિ સમિતિને જ મળે. વળી આ દેવસ્થાનનિધિ સમિતિ એ માત્ર દેવસ્થાન અને માદાવતા વિગેરેના વહીવટ પૂરતી જ નથી. એ સમિતિ પિત શ્રી વિશ્વવિદ્યાલયની પણ કાર્યવાહક સમિતિ છે. આ સમિતિ દેવસ્થાન આદિની સઘળી મિલકત તેમજ ભવિષ્યની આવક શ્રા પ્રતાપ વિશ્વવિદ્યાલય માટે ઉપયોગમાં લે, એવું કરાવવામાં આવ્યું છે.
સર્વસ્વ લૂંટાય છે –
આ વસ્તુને ખ્યાલમાં રાખીને આપણે જે વિચાર કરે છે, તે આપણું શ્રી કેસરીઆ તીર્થનું સર્વસ્વ લુંટાઈ જાય છે. માલિકી આપણું રહેતી નથી. આપણું ધર્મના વિધિ મુજબ પ્રતિકાદિક કાર્યો થાય એવું પણ રહેતું નથી. સઘળી જ મિલ્કત ચાલી જાય છે અને ભવિષ્યની આવક ઉપર પણ કશે જ અધિકાર રહેતું નથી. ભગવાન શ્રી રાષભદેવના મંદિરમાં ગમે તે ધર્મવાળો ગમે તે ધર્મને વિધિ આચરી શકે. આ પછી એ તીર્થમાં આપણું રહે છે શું ? આ વાત આપણને ગમે તેટલી અળખામણું લાગતી હોય, તો પણ આ એક નક્કર સત્ય છે એ નિર્વિવાદ વાત છે.
For Private And Personal Use Only