SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] જેને વર્તમાનપત્રના અભિપ્રાય [ ૨૭ ભાવના સ્કરી આવી અને એમણે દેવસ્થાનનિધિ તથા શિક્ષણનું જોડાણ કરી દીધું એવું કંઈ જ નથી. હકીકત એવી છે કે સ્વતંત્ર ભારતવર્ષમાં જે રાજવીઓને સહિસલામતી જોઈતી હોય તો એમણે બંધારણીય નરેદ્ર બનવું જોઈએ-લે કમાન બનવું જોઈએ. મહારાણાએ આ દિશામાં પ્રયત્ન આદર્યો–એમને રાજનીતિકુશળ ધારાશાસ્ત્રીની મદદ મળી ગઈ. એક બંધારણ તૈયાર કરવામાં આવ્યું. રાજીખુશીથી નહિ, પણ યુગના દબાણથી કયારે કેઈને પણ પિતાના હક-હકુમત ઉપર કાપ મૂક પડે ત્યારે સહેજે દંભ અને તમામ આવ્યા વિના ન રહે. સઘળી રામ સત્તાનું મૂળ ઉદ્દભવસ્થાન પ્રજા જ છે એમ શ્રદ્ધાપૂર્વ સમજીને પ્રજાને અધિકાર સાંપનાર તો કોઈ વિરલ રાજવી હોય છે. મોટે ભાગે સુધારા આપવાની પાછળ ભાવના દેખાવ પૂરતી જ રહે છે. પિતાને ઈશ્વરના પ્રતિનિધિ માનનારા આ રાજવીઓ પ્રજાને સદભાવ કે સહકાર મેળવવામાં નિષ્ફળ નીવડે છે. મેવાડનું આ નવું વિધાન લેકાદરને પાત્ર નથી બન્યું. કારણ કે એમાં જેટલો શબ્દારંબર છે તેટલી વિશુદ્ધ વૃત્તિ નથી. જ્યાં દેવસ્થાનનિધિ અને પ્રતાપ વિશ્વવિદ્યાલયવાળી વાત આ વિધાનમાં આવી છે તે ભાગ આપણે તપાસીએ: મહારાણા સાહેબ કહે છે કે મેવાડને પિતાની સમસ્યાઓ છે. મેવા ધર્મસ્થાને, મંદિર ને સદાવ્રતની ભૂચિ છે. અમારા પૂર્વજોએ અને ભારતના અન્ય ભામના શ્રદ્ધાળુઓએ, ઘણી પેઢીઓ થયાં એની સ્થાપના કરી છે. એટલે તે સમસ્ત ભાતના જાત્રાળુ ઓ આકર્ષાઈને અહીં આવે છે. એક રીતે મેવાડ ભારતનું તીર્થસ્થાન છે. મંદિર, ભૂમિઓ અને બીજા પ્રકારના દાન, જે આજસુધી રાજ્યના બજેટની બહાર, સ્વતંત્ર ટ્રસ્ટરૂપે દેવસ્થાન વિભાગમાં રહ્યાં છે તે સૈકાઓ થયાં આર્યધર્મનાં પિષણનાં કેંદ્રો બન્યાં છે. હવે તેને સરકારના ક્ષેત્રની બહાર એક દૃઢ તથા અચલ સ્થાન ઉપર મૂકવામાં આવે છે... એક વખત મેવાડ જ્ઞાનની ભૂમિ હતી. એનાં મંદિરોમાં અને પ્રાંગણમાં શાસ્ત્રની વિવિધ શાખાનું અધ્યયન થતું. આ ઉદેશને વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ શિલીએ પહોંચી વળવાને, દેવસ્થાનનિધિને, શિક્ષણકેંદ્ર સાથે સાંકળવાની યોજના કરી છે. મેવાડ એક વાર ફરીને પ્રકાશમાન હિન્દુ સંસ્કૃતિનું કેંદ્ર બનશે, જે સંસ્કૃતિની ખાતર અમારા પૂર્વજોએ પ્રાણ આપ્યા છે અને પ્રજાએ પણ પેઢી દર પેઢી ભારે ભોગ આગ છે, તેવું એક સંસ્કૃકિનું મહાધામ બનશે.” મેવાડના ભૂતકાલીન ગૌરવની આ હકીકત વાંચતાં જાણે કે કોઈ કવિતાની પંક્તિ વાંચતાં હોઈએ એવો ભાસ ઊપજે છે. મેવાડને પિતાનું ગૌરવ છે તેમ પિતાની ખાસ સમસ્યાઓ છે. મેવાડ એક દિવસ ભારતની તીર્થભૂમિ હતી અને આજે પણ છે. મેવાડમાં સંત-મહંતો આવતા–રહેતા અને આર્યસંસ્કૃતિને પ્રકાશ પાથરતા. મેવાડ અધ્યયન અને અધ્યાપનનું વિદ્યાધામ હતું અને એની ખાતર રાજકુળ તથા પ્રજાએ ભારે ભોગ આમાં છે, એ વિષે અમારે કંઈ જ કહેવાનું નથી. માત્ર એટલું પૂછી શકીએ કે મેવાડના ગૌરવને શોભા ન આપે એવું આક્રમણ દેવસ્થાન ભંડાર ઉપર લઈ જવાનું કોઈ કારણ આમાં બતાવી શકશો? મેવાડના નવવિધાનમાંથી એવી કોઈ વિગત નથી મળતી. જે એમ કહેવાયું હોત કે દેવસ્થાનના વિશ્વાસુઓ બરાબર વ્યવસ્થા જાળવી શકયા નથી અને તેથી રાજ્યસત્તા હવે સીધી દરમ્યાનગીરી કરવા માગે છે તે આપણે રાજ્યની ચિંતા સમજવા સહાનુભૂતિપૂર્વક પ્રયત્ન કરત. તીર્થરથાને--મંદિર-સદાવ્રતો વિગેરે જે મેવાડના ગૌરવશ ૫ For Private And Personal Use Only
SR No.521633
Book TitleJain_Satyaprakash 1947 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy