________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ] અરઢ શ્રેણિઓ નવ નાર ને નવી કાર ચોદ વસવામાં [ ૨૫ બંછિઅને અર્થ વાંચો કરવા હું લલચાઉં છું. ગુમારનો અર્થ સમજાતો નથી.
કારીગર યાને શિરપી એ અર્થમાં “કાર' શબ્દ ધનપાલે વિ સં. ૧૦૨૯માં રચેલી પાયલછીનામમાલામાં છે. આ અર્થમાં સંસ્કૃતમાં પણ કારુ' શબ્દ છે. એ અભિઘાનચિન્તામણ (કાંડ ૩, લે. પ૬ ૭)માં નોંધાયો છે. પ્રસ્તુત પંકિત નીચે મુજબ છે –
__ " कारुरतु कारी प्रकृतिः शिल्पी श्रेणिस्तु तद्गणः"
અથૉત્ કરુ' એ શબ્દના કારિન, પ્રકૃતિ અને શિપન એમ ત્રણ પર્યાય છે. વિશેષમાં શ્રેણિ એટલે કારુને સમુદાય.
નવ નારુ ને પાંચ કાર----લાવણ્યસમયે વિ. સં. ૧૫૬૮માં વિમલપ્રબ યાને વિમલરાસ રચે છે. એના ૭૪માં પદ્યમાં ૧૮ વર્ણને ઉલ્લેખ છે, ૭૫મા પદ્યમાં આચાર પ્રમાણે બ્રાહ્મણદિ ચાર વર્ણ સમજાવાયા છે. એનો વિરતાર ત્યાર પછીનાં ચાર, પદામાં છે. ૮૧મા પદ્યમાં નવ નારુ અને ૮મા પધમાં પાંચ કારુ ગણાવાયા છે. આ બંને પઘો નીચે મુજબ છે:
કઈ કાછી, કુંભાર, માલી, મનીઆ, સૂત્રા, અભિઈસાઈત, તંબોલી સાર, નમું નાણ સુણિ સનાર.-૮૧ ગાંછા, છીપ, નિ લુહાર, મેથી, ચર્મકાર, વ્યવહાર
એ ચિહું ઊપરિ બોલ્યા સહી, પંચ જ્ઞાતિ એ કારૂ કહી.”-૮૨ અહીં સૂત્રથી સુતાર સમજવાના છે. નમુ એટલે નવમા, ચર્મકાર એટલે ચમારપાંચમા કારુ તે ચામડાંનો ધંધે કરનારા છે.
૮૫મા પદમાં કહ્યું છે કે નવ નાડુ, પાંચ કાર અને ચાર વર્ણ એ મળીને ૮ વર્ણ થાય છે અને એથી સકળ લેકવ્યવહાર ચાલે છે.
કાવ્યદેહન (પૃ ૪૩૮-૪૦)માં વીરવિજયકૃત હિતશિક્ષા છપાઈ છે.
આ વીરવિજયના પ્રસિદ્ધ પ્ર" તરીકે અહીં મિલનો રાસ અને શિયલવેલનધિાયેલ છે. વિશેષમાં અહીં વીરવિજય વિ. સં. ૧૯૦૫માં વિદ્યમાન હેવાને ઉલ્લેખ છે. હિત. શિક્ષાની બીજી કડીમાં કારુ અને ના શબ્દ વપરાયા છે. પ્રસ્તુત પંકિત નીચે મુજબ છે.
મૂરખ બાળક જાચક વ્યસની, કારુ ને વળી નાર જી રે.” . ચૌદ વસવાયાં–ગામ તરફથી પસાયતાં આપી વસાવેલા હજામ, બો વગેરે કારીગરને વસવા' કહે છે એમ સા. – જો માં છે. વિશેષમાં અહીં “નારુના વષવા અને વસાવાયાની હકસાઈ એમ બે અર્ષ અપાયા છે. એવી રીતે “ના, કારુ'ના (૧) હલકી જાતનું અને (૨) વસવાયાંની ચૌદ જાત-નવ નારુ અને પચિ ક ર એમ બે અર્થ નોંધાયો છે, નવ નારુ તે કયા અને પાંચ કારુ તે કાનું એ સંબધી અહીં કા ઉલ્લેખ નથી. - “કારુના ત્રણ અર્થ અપાયા છેઃ (૧) કરનારું, બનાવનારું; (૨) કારીગર-શિલ્પો અને (૩) એ કામ કરનારી એક જાત.
' અરઢ વર્ણ-જેત ધર્મ પ્રકાશ” (પુ. ૫૦, અં. ૫ પૃ. ૧૬૮)માં નીચે મુજ અરઢ વર્ણ ગણાવાયા છે – ( ૩ ઈ ઉચ્ચ વર્ણની વ્યક્તિનાં કપડાં ઘણું મેલાં હેય તે તેને ઘાંચીની ઉપમા અપાય છે.
૪ આનો અર્થ સાબૂત કા છે, પણ એ કંઈ સમજાતો નથી. ૫ “પસાયતું એટલે બક્ષિસ તરીકેની જમીન
For Private And Personal Use Only