________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન કૃતિઓમાં ચો, ચી, ચું ને ચે પ્રત્યને પ્રયોગ
(લે. પ્રો. હીરાલાલ ર. કાપડિયા એમ. એ.) એ તે સુવિદિત વાત છે કે જેન કૃતિઓ સંસ્કૃત, પાઈય, ગુજરાતી, ફારસી, દ્રાવિડ એમ વિવિધ ભાષાઓમાં રચાયેલી છે. જિનપ્રભસૂરિત ફારસી કૃતિ પ્રસિદ્ધ છે. આ સૂરિએ એક કૃતિ “કવિત’ ભાષામાં રચી છે એમ “પરસ્થ પ્રાગ્ય જેન ભાડાગારીય અન્ય સૂચી" (પૃ. ૨૬૬) માં ઉલ્લેખ છે. નયચન્દ્ર રચેલા રંભામંજરી નામના સદાકમાં થોડાંક પઘો મરાઠીમાં છે. કઈ પ્રાચીન કૃતિ સંપૂર્ણતયા મરાઠીમાં જેનોને હાથે રચાઈ હોય તો તે જાણવામાં નથી. સંસ્કૃત, પાઈય અને ગુજરાતી કતિઓની વાત ન્યારી છે અને તેમાં પણ ગુજરાતી પ્રાચીન કૃતિઓ જેટલી જેન લેખકોની મળી છે તેટલી અજૈન લેખની મળી નથી. વિશેષમાં શાલિભદ્રસૂરિએ વિ. સં. ૧૨૪૧માં જે ભરતેશ્વરબાહુબલિરાસ રચ્યો છે તેની પહેલાંની કોઈ ગુજરાતી કૃતિ છે ? જે હેય તે તે જણવવા વિધાનને વિજ્ઞપ્તિ છે.
સ્વ. છે. નરસિંહરાવ ભોળાનાથે “ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા” ના અંગરૂપે “Gujarati Language and Literature” એ વિષય ઉપર અંગ્રેજીમાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. એ મુંબઈ વિદ્યાપીઠ તરફથી ઈ. સ. ૧૯૩૨માં પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયાં છે. આમાં પૃ. ૫-૬ માં ચો, ચી, ચું ને ચે પ્રત્યયો વિષે ઊહાપોહ છે. મુખ્યતયા એના આધારે હું આ લેખ લખું છું.
નરસિંહ મહેતાએ રંગારમાળા અને ચાતુરી બત્રીસીમાં ચો' ઇત્યાદિ પ્રત્ય વાપર્યા છે. એની પૂર્વે કેઈ અજેન કવિએ તેમ કર્યું હોય એમ જણાતું નથી. વસન્તવિલાસને જેન કૃતિ ગણતાં કેટલાક અચકાય છે; બાકી એના ૧૮મા અને ૩૪માં પઘમાં “ચું” અને “ચી’ પ્રત્યય વપરાયા છે અને એ કૃતિ વિ. સં. ૧૫૦૮ કરતાં તો અર્વાચીન નથી જ. આથી આને બાજુ ઉપર રાખી આવા પ્રત્યે વાપરનારા જેન લેખક તરીકે હું લાવણ્યસમયને ઉલ્લેખ કરું છું. એમણે વિ. સં. ૧૫૬૮માં વિમલપ્રબંધ રમે છે. એમાં નવ ખંડ છે. દરેક ખંડના અંતમાં “મુનિ લાવણ્યસમયચી વાણું' એવી
૧ એઓ જયસિંહરિના શિષ્ય પ્રસન્નચન્દ્રના શિષ્ય થાય છે. એમણે કુક્કોક, શ્રીહર્ષ, વાસ્યાયન અને (વેણુકૃપાણ) અમરયને ઉલ્લેખ કર્યો છે. કાવ્યના વિષયમાં એ પિતાને બીજા અમરચન્દ્ર” તરીકે ઓળખાવે છે. હમ્મીર મહાકાવ્યમાં અને રંભામંજરીમાં જીવનવૃત્તાન્ત સંબંધી કેટલાંક સમાન પદ્યો છે. એ ઉપરથી આ બંને કુતિઓ નયચ-દ્રની જ છે એમ સિદ્ધ થાય છે. એ કહે છે કે મારું કાવ્ય અમરચન્દ્રના લાલિયથી અને શ્રીહર્ષિની વક્રિમાથી અલંકૃત છે. આ કવિને સરસ્વતીને આશીર્વાદ મળે હતો એમ એની કૃતિ કહે છે. રંભામંજરી એ રાજશેખરે રચેલી કપૂરમંજરી કરતાં કેઈક રીતે ચાંડયાતી છે, એમ કવિ પોતે કહે છે.
જયસિંહરિએ છ ભાષાના જાણકાર અને પ્રામાણિ ( ન્યાયશાસ્ત્રી) એવા સારંગને વાઈવવાદમાં હરાવ્યો હતો. આ સૂરિએ ઈ. સ. ૯૦૦માં થયેલા ભાસવંશના ન્યાયસા૨ ઉપર ટીકા, એક નવું વ્યાકરણ અને વિ. સ. ૧૪૨૨માં સમાપ્ત કરેલું અને દસ સર્ગમાં વિભક્ત કુમારપાલચરિત એમ ત્રણ કૃતિઓ રચી છે.
For Private And Personal Use Only