SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમી સદીનું એક ખંડકાવ્ય મ. વિનયવિજયગણિકૃત નેમ-રાજુલ-ભ્રમરગીતા સંપાદક તથા વિવેચક–શ્રીયુત વૈદ્ય ચીમનલાલ લલુભાઈ ઝવેરી ભક્તિ પ્રત્યેને નિરવલ પ્રેમ–પગલિક આકાંક્ષા વિનાને પ્રેમ–જ્યારે માનવ હદયમાં ઊછળે છે ત્યારે તે કંઈ ને કંઈ સરસ કે નિરસ, ટૂંકી કે લાંબી, સંસ્કૃત-પ્રાકૃતઅપભ્રંશ કે ગુજરાતી વગેરે ભાષામય વાણીરૂપે કહી નાખે છે. કવિ કવિતા કરવામાં સદાય નિરંકુશ ગણાય છે. સંકુશ કવિઓ કદી પોતાની ઊર્મિઓને રસરૂપે ઠાલવી શકે નહીં, કેમ કહેવું અને શું કહેવું એને માટે તો કવ પણ મિને આધીન છે. અહીં અમે વાચ સમક્ષ એવી જ કવિતાવાળી નાની સાદી ગૂજરાતી પણ છંદ વૈવિધ્યવાળી એક કવિતા, જે સુપ્રસિદ્ધ વિદ્વાન મહેપાધ્યાય શ્રી વિનયવિજયજીમણિની બનાવેલી છે, તે રજુ કરીએ છીએ. આ કાવ્ય કાવ્યરચના રસિકોને જ રસ ઉત્પન્ન કરી શકે તેવું છે. કવિએ દૂહા અને ઢાલના એક એકના અંતરે આખી કવિતા ૨૭ કડીઓમાં પૂરી કરી છે. શ્રમણ ભગવાન બાવીસમા તીર્થંકર નેમિનાથ સંસારી અવસ્થામાં લગ્નયિામાં રાજુલ સાથે પરણવા જાય છે અને ત્યાંથી પાછા ફરે છે, એટલા પ્રસંગનું વર્ણન એ આ કાવ્યને વિષય છે. તેથી એને આપણે ખંડકાવ્યના નામે ઓળખાવેલ છે. કવિએ પ્રથમ સ્ત્રીવર્ણનમાં શૃંગારરસ દીપાવ્યો છે. પછી પત્નીને પતિ પ્રત્યેને ભાવ વર્ણવતાં વિરહવર્ણન કરતાં કારુણ્ય રસનું નામ દઈ કવિ વિયેગીની દુર્દશ રાજુલના પાત્રમાં વર્ણવી પત્નીની પતિ પ્રત્યેની ઉચિત ઉક્તિઓ કહેવડાવે છે; અને કામ અવ થાનું ભાન કરાવી પતનીની નજરે પતિનું મહત્ત્વ બતાવી અને કવિ પ્રેમ પ્યાલામના ઉગ્ર વિશ્વનો ઈશારો કરી નેહીઓમાં શત્રુતા દેખાડે છે. કવિ નેમ-રાજુલના નિરવ પ્રેમના પરિણામે વિશુદ્ધોપદેશથી પગલિક આકાંક્ષાને બાજુ પર થયેલી પરમાત્મત્વ પ્રાપ્ત કરવાની વાત કહી પિતાની કવિતાનો વિધ્ય પૂર્ણ કરે છે. અને પોતે ક્યા ગચ્છના, કાની આજ્ઞામાં રહેનાર, કોના શિષ્ય, તે વાત કહી સંવત આપી કાવ્ય પૂરું કરે છે. આ કાવ્યપદ્ધત્તિએ તેમના સમય પૂર્વે આવી રીતે કેઈએ પ્રભુ-સ્તુતિ કરી નથી, માટે આ ધરણની ગુજરાતીમાં આ પહેલી જ કવિતા છે એમ કહી શકાય. આવી જ વિવિધ છંદ પદ્ધતિનું પ્રાકૃત કાવ્ય “અજિતશાંતિસ્તવ' તો જૈન પ્રજામાં પ્રસિદ્ધ જ છે, પણ ગૂર્જરગિરામાં તેની કેટીમાં આ કાવ્યને પહેલો નંબર છે. આ કાવ્યનું તાત્પર્ય સર્વ મનુષ્યો સમજી શકે તેને માટે અમે એને અર્થ આપ્યો છે. આ કાવ્યની નકલ અમે મહુવા સાહિત્ય-સંગ્રહના રાજરત્ન-મુનિસંચિત સંગ્રહમાંની એક હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉધૂત કરી છે, જે પ્રતિ એગણીસમી સદીમાં લખાયેલી છે. ભાષા–આ કાવ્યની ભાષા જો કે ગુજરાતી છે, છતાં તે અઢારમી સદીમાં વિમાનને હાથે લખાયેલી પ્રતિએ જતાં પરિવર્તન પામેલી જોવામાં આવે છે. આવું પરિવર્તન ભિન્ન ભિન્ન સમયે લખાયેલા એક જ પુસ્તકની વિશેષ પ્રતો મળવાથી નક્કી થઈ શકે છે. For Private And Personal Use Only
SR No.521631
Book TitleJain_Satyaprakash 1947 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy