________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાગુબંધ કાવ્યો
[ ૧૭. આ સમગ્ર કાવ્યમાં ભ. નેમિનાથ કે રાજુલ સંબંધે પ્રથમ અને છેલ્લા શ્લોકમાં આપેલા નામો સિવાય કશું વર્ણન નથી. આમાં નારીના નિરામનું વર્ણન જ મુખ્ય છે. એટલે “નારીનિવાસ” એ નામ કાવ્યને ઉપયુક્ત છે. છતાં નારીનો નિરાસ કરવામાં ભ. તેમના પ્રમુખ છે એમ સૂચવી બીજા નામને પણ આમાં ઘટાવી સાર્થક કર્યું છે.
ભાષાની દૃષ્ટિએ આ કાવ્યમાં પોતાના સમય કરતાં કંઈક પ્રાચીનતાની છાંટ છે. જે, ઘરન્નાદું, માથું જેવા અપભ્રંશના પ્રયોનો પણ પ્રયોગ આમાં જોવાય છે. શાર્દૂલવિક્રિડિત, અગધગ, હરિણી, ઉપજાતિ જેવા મોટા સંસ્કૃત “વૃત્ત અંધ’વાળા શ્લોકના ભાવને એક નાના “દેશીબંધ' દૂહા છંદમાં સમાવવો અને તેમાંયે યમબંધનો ખ્યાલ રાખવો એ ઊંચા પ્રકારના કવિત્વનું ભાન કરાવે છે. પં. રનમંડનગણિ તેમના સમયના પ્રતિષ્ઠિત પ્રૌઢ વિદ્વાન હતા એ તેમની બીજી રચનાઓથી પણ જાણી શકાય છે.
આજ કવિનું એક બીજું કાવ્ય “સેમિનાથ નવરસ ફાગ (રંગસાગર ફાગ)” નામનું મળે છે. તેમાંથી શ્રી. મોહનલાલ દેસાઈએ “જનયુગ પુ. ૨ના ૭-૮મા અંક”માં “પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન' એ શીર્ષક હેઠળ અવતરણ આપેલું છે. એમાંની રચનાશૈલી તેમના પ્રૌઢ કવિત્વને ખ્યાલ આપતી ગમે તેને મુગ્ધ બનાવે તેવી છે. તેમાં પણ તેમણે માનવશૃંગારની ભાવનાને વહેતી મૂકી સંયમનો સીમાબંધ બાંધી પોતાની કવિત્વકળાનો પરિચય આપ્યો છે. આ સિવાય તેમની સુકૃતસાગર (પેથડ-ઝાંઝણ પ્રબંધ), મુગ્ધમેધાલંકાર, જલ્પકલ્પલતા, સંવાદસુંદર વગેરે કૃતિઓ પણ મળી આવે છે.
| | ૩ | સં. ૧૫૨૪માં શ્રી પ્રતિષ્ઠા સામે રચેલા “કૌમાથrષ્ય”ના છેલા સર્ગ ૧ના શ્લોક ૪૪-૪૫માં તેમની પ્રતિભાનું વર્ણન મળે છે -
श्रीमान् राजति रत्नमण्डनगुरुबुद्धया गुरुश्चातुरौं
भ्राजिष्णुः स्मरजिष्णुरुष्णकिरणप्रोन्निद्रभाभास्वरः । यद्वक्तृत्व-कवित्वकाम्यकलया ते रञ्जिता वादिनो
विद्वांसश्च न धूनयन्ति तरसा स्वीयं शिरः के भुवि ? ॥ ४४ ॥ गम्भीरैर्मधुरैमहाथरुचिरैः स्फारैरुदारैः परैः
पहृद्यतमैश्च गद्यपटलैर्जल्पन्नविश्रान्तगोः । विद्वत्संसदि रत्नमण्डनमिवाभाति स्म यः स्मेरभा--
स्तल्लेभे भुवि रत्नमण्डन इति ख्याताभिधां सूरिराट् ॥ ४५ ॥ વળી સં. ૧૫૪૧માં શ્રમચારિત્રગણિએ રચેલા “મુળુજના ”ના સર્ગ રના વ્હે. ૧૧માં પણ નીચે મુજબનું તેમનું વર્ણન મળે છે –
" वाग्देवतादत्तवरा व्रतीश्वरा दीव्यद्वपूरूपपराजितस्मराः ।
चकाशिरे ये कविमौलिभण्डनाऽनुकारकाः श्रीगुरुरत्नमण्डनाः ॥ ११ ॥ આ અવતરણો ઉપરથી શ્રીરત્નમંડનસૂરિ અને રત્નમંદિરમણને એક ગણું આલેખતા શ્રી દેસાઈની અને તેની નકલ કરતા શ્રી. કાપડિયાની ભૂલ તેમ જ પં. લાલચંદભાઈની કંઈક સુધારાવાળી છતાં બીજી રીતની ભૂલની પરંપરાને ખ્યાલ આવે છે.
For Private And Personal Use Only