________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભિન્નમાલસ્થ પાર્શ્વજિનનું ઐતિહાસિક સ્તવન સંગ્રાહક તથા સંપાદક –પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી)
અહીં જે સ્તવન આપવામાં આવે છે તે સ્તવન, બીજા સ્તવનો કરતાં વિશેષતા ધરાવે છે, એટલે જ અહીં તેનો પરિચય આપવો ઉચિત ધાર્યો છે.
આ સ્તવનના રચયિતા છે શ્રી રત્નસિંહસૂરીશ્વરજીના શિષ્ય સુમતિકમના શિષ્ય પુન્યકમલજી. સ્તવનની રચના વિ. સં. ૧૬૬૨, શ્રાવણ સુદ ૫ ને રવિવારે કરવામાં આવી છે. આ પુણ્યકમલજીનો જીવનપરિચય અને તેમણે બનાવેલ અન્ય કૃતિઓ વગેરેને પરિચય ભવિષ્ય ઉપર મુલતવી રાખી હમણું માત્ર સ્તવન ગત વસ્તુને જ પરિચય આપું છું.
સ્તવનની વસ્તુ વાત એમ બની છે કે હિન્દુસ્તાન પરદેશીઓના આક્રમણથી દલિત થઈ ગયું હતું; ભારતમાં મુસ્લીમ સત્તાને હાકોટ વાગી રહ્યો હતો, તેઓ પોતાની મરજી મુજબ શાસન ચલાવતા હતા અને મંદિર અને મૂર્તિઓને અવંસ એ તો જાણે પિતાનું કર્તવ્ય જ હોય એમ એ સમ્રાટો વતી રહ્યા હતા. જે ઈસ્લામ ધર્મ શાંતિ, પ્રેમ અને સહકારના પાયા ઉપર રચાયો હતો, પાડોસીઓ સાથે પ્રેમથી વર્તવાનો સિદ્ધાંત જે ધર્મ શીખવતો હતો તે ધર્મના સિદ્ધાંતથી અનભિજ્ઞ કેટલાક સમ્રાટો મંદિર અને મૂર્તિઓનો વંસ કરી, પાડેસી ધર્મ ચૂક્યા હતા. જે સમ્રાટોએ મૂર્તિઓનો બુતપરસ્તી કહી વિનાશ કર્યો, મંદિરની ભૂતખાનાં કહી હાંસી કરી એ જ સમ્રાટોએ મસ્જિદ, મકબરા અને કબરે બનાવી, શોભાવી, સન્માની અને ધૂપ-દીપ-લ–કૂલથી પૂજી પણ છે. જે બુતપરસ્તીને પોતે નિંદી, એ જ બુતપરસ્તી પિતે સ્વીકારી ! ખેર, એ વસ્તુ અત્યારે જવા દઈએ અને તવનકારનો આશય જોઈએ.
ભિન્નમાલ નામનું પ્રાચીન ભવ્ય નગર છે. એ શ્રીમાલ, પુલ, રત્નમાલ વગેરે નામો છે. અને ચોથા યુગમાં આ નગર સ્થપાયેલું છે. અહીં અનેક વાવો, કુવા, તળાવ, નદી છે; અનેક ગઢ, મહેલો અને જિનમંદિરો છે. ચોરાશી જ્ઞાતિઓની સ્થાપના અહીં થઈ છે. અહીં હજારે વ્યવહારીઓ-વણિકો-વસે છે અને હર બ્રાહ્મણે પણ વસે છે. અહીંના વણિકે ધર્મ અને ધનના ભંડાર હતા. તેમણે પાર્શ્વનાથ પ્રભુની પિત્તળની સુંદર મૂર્તિ પરિકર સહિત બનાવી હતી; કુલ આઠ મૂર્તિઓ બનાવી હતી. એક વાર મુસલમાનનો ભયંકર હુમલો થયો ત્યારે આ મૂર્તિઓ ભૂમિમાં ભંડારી દેવામાં આવી હતી. ઘણાં વર્ષો પછી એક વાર મકાન ખોદતાં એક ઇંટ ખસી ગઈ અને પૂર્વે સ્થાપેલી મહા ચમત્કારી શ્રી પાર્શ્વપ્રભુની મૂર્તિ પ્રગટ દેખાણી. આ સાથે શ્રી મહાવીર પ્રભુનું પત્તળનું સમવસરણ અને શારદાદેવી વગેરે આઠ વિદ્યાદેવીઓની મૂર્તિઓ પણ નીકળી છે. આ ઘટનાને સમય છે સં. ૧૬૫૧ ને.
આ વખતે ભિન્નમાલમાં મહતા લખમણ વગેરે મુખ્ય હતા. ચઉસિયા અને ભાવડ વગેરે ગચ્છો હતા. શ્રીસંઘે ચોવીસી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કર્યો અને એ મૂર્તિઓ ભિન્નમાલના પ્રાચીન મંદિર તરીકે ગણાતા શ્રી શાંતિનાથજીના મંદિરમાં સ્થાપિત કરી.
આ અવસરે ભિન્નમાલ જાવાલના હાથ નીચે હતું. જાવાલમાં ગજનીખાન દ્વિતીય સત્તાધીશ હતો. એના હાથ નીચે ભિન્નમાલમાં એક હાકેમ રહેતો હતો તેને ખબર પડી
For Private And Personal Use Only