________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અંક ૪ ] જૈન દર્શન
[ ૧૨૭ ચારે તરફ નજર નાખી. માનવ ટોળું હસવા લાગ્યું. મૃત્યુના મુખમાં મૂકાયા જેવી સ્થિતિ ઊભી થઈ. આ જ વખતે દૂરથી જૈનાચાર્ય શ્રી આર્યસમિત આ બાજુ આવતા દેખાયા. એક લણવારમાં જ એમણે પરિસ્થિતિનું માપ કાઢી લીધું અને મંત્રોચ્ચાર કરી ચૂર્ણ ફેંક્યું
અને કહ્યું : હે કન્ના નદી, મારે સામે પાર જવું છે, રસ્તો આપ ! બસ, પાણીની વચ્ચેથી રતો થયો અને આચાર્ય મહારાજ એ માર્ગેથી આગળ વધ્યા, અને પેલા ઋષિને પોતાની સાથે લઈ સામે પાર પહોંચ્યા. પેલા ત્રષિ અને આખું તાપમંડળ આચાર્યના પગે પડી બાહ્યું: મહારાજ, માફ કરો. અમે તો કશુંયે નથી જાણતા. તમારે ત્યાગ. તમારું તપ, તમારું જ્ઞાન, અને તમારી વિદાઓ અપૂર્વ છે. સૂરિજીએ કહ્યું : મહાનુભાવો, આ બધું જવા દ્યો. આ બધાથી ભલે તમે દુનિયાને છેતરો, પરંતુ એમાં આમાનું કલ્યાણ ક્યાં છે ? આ પાખંડ, અને આ આત્મવંચના તમારું કલ્યાણ નહિ કરે. આ મંત્ર તંત્ર, યંત્ર કે ચમત્કારોથી જનતા ભલે તાળીઓ પાડે; ભક્તમંડળ ભલે વાહ વાહ કરે, તમે પણ મોટું ભક્તમંડળ જોઈ ભલે રાજી થાઓ, પરંતુ પરલોકમાં તમારી સાથે શું આવશે તે કાંઈ જણો છે ખરા ? પછી સૂરિજી તારવીઓના આશ્રમમાં જઈ ધર્મોપદેશ આપ્યો. સૂરિજીનો ઉપદેશ સાંભળી એક સાથે પાંચસે તાપસેએ તેમનું શિષ્યત્વ રવીકારી દીક્ષા લીધી. જૈન ઇતિહાસકારે જણાવે છે. બ્રહ્મદીપિકા શાખા અહીંથી શરૂ થઈ ચાલુ)
એક ગ્રંથની પ્રશસ્તિ” લખમાં સુધારો
( પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી ) શ્રી જન સત્ય પ્રકાશ” ક્રમાંક ૧૩૪ના ટાઈટલ પેજ બીજામાં “એક મંચની પ્રશસ્તિ” નામને ટૂંક લેખ પ્રકટ થયો છે. તેમાં એ પ્રશસ્તિના “સાર માં ગુરુપરંપરા સુધારીને આ પ્રમાણ વાંચવી :
- શ્રી ધર્મસિરિજી મ.ના પટ્ટધર શ્રી કલ્યાણસાગરસૂરિ મ.. શ્રીધર્મમૂર્તિ સૂરિજીના શિષ્ય શ્રીભાગ્યમૂત્તિ સૂરિજી, તેમના શિષ્યોમાં શ્રીઉદયસાગર ગણું મુખ્ય હતા; તેમના શિષ્યો ૧ દયાસાગર વાયક અને ૨ દેવનધાન મુનિ એ બન્ને મુનિવરોએ સપરિવાર, ગુરુની આજ્ઞાથી કચ્છ દેશના રાજા ભારમલ્લના ભુજ નામના નગરમાં ચોમાસું કર્યું. એ ભુજ ગામમાં, ઉપકેશવંશ અને મીઠડીયાગોત્ર વાળે પુણ્યસિંહ નામે ધર્મપરાયણ શ્રાવક રહેતો હતો. તેણે સં. ૧૫૭૭ની દિવાળીના દિવસે જ્ઞાનની આરાધના નિમિતે આ ગ્રંથ . (શ્રી નેમિનાથચરિત્ર) શ્રીદયાસાગરજી ઉપાધ્યાયને ભેટ કર્યો.
જૈન દર્શન
લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી
(ગતાંકથી ચાલુ) અજીવ તત્ત્વના પાંચ પ્રકાર વર્ણવી ગયા. એમાં પુદ્ગલાસ્તિકાય સંબંધી જરા વિરતારથી જોવાની જરૂર છે. જે કર્મોદ્વારા અનંતકાળથી જીવ સંસાર-ભ્રમણ કરી રહ્યો છે અને જેને સર્વથા છેદ ઉરાડયા સિવાય જીવ મુકતદશા મેળવી શકે તેમ નથી એ કર્મસમૂહનું ગુણ યા સ્વભાવને આશ્રયી પડેલું નામ તે પુદ્ગલ. જેમ નવ તત્તવને સંક્ષેપતાં જીવ, અજીવ એ ઉપર આવી જવાય તેમ જીવોમાં અન્ય ત્રણ ગતિની વાત
For Private And Personal Use Only