________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬ ] શ્રી જિન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ બીજે દિવસે બીજા ઋષિ આવ્યા. તેમણે સ્વાધ્યાય કરતા સાધુની જીભ બંધ કરી દીધી. એક સાધુને સભા ને ઊભા જ સ્થિર કરી દીધા. એક ડંડો વજીસ્વામી પાસે જઈ પહેઓ. એમનું તેજ, વિદ્યા જોઈ એ ડો સુરિજીને પ્રદક્ષિણા દઈ પેલા ઋષિ પાસે પાછો આવ્યો અને એમના માથામાં જ તડંગ, હિંગ વાગવા માંડયો. ઋષિ ગભરાયા; આશ્રમ તરફ દોડયા, પણ કાંઈ સૂઝયું જ નહિ. છેવટે થાકીને વરસ્વામીના ચરણે પડી બોલ્યા: અપરાધ માફ કરો, હવે ફરી કદી પણ જૈન સાધુઓને નહિ સતાવું. વાસ્વામીએ કહ્યુંઃ જાવ, હવે ફરી કદી અહીં ન આવશે. પછી તેમણે આશ્રમમાં જઈ બધાને કહ્યું: આર્યાવજીસ્વામી સામે જવામાં કશો સાર નથી. આ સાંભળી બીજા ઋષિઓની હિમ્મત પણ તૂટી ગઈ છેવટે આર્ય શ્રી વજસ્વામીજી વગેરે માસિકલ્પ પૂરો થતાં ત્યાંથી વિહાર કરી ગયા અને જનતામાં જૈનધર્મના પ્રભાવની જમ્બર અસર મૂકતા ગયા.
એક વખત એક બીજા ઋષિને એક નવી વનસ્પતિનો રસ હાથ આવ્યો. તેનો પગે લેપ કરવાથી પાણીમાં અદ્ધર રહી તરી શકતું. એમણે પ્રયોગ કર્યો. તમાસાને તેડું ન હેય તેમ જનતા આ પ્રયોગ જેવા એકઠી થવા લાગી. એક બ્રાહ્મણે કહ્યું છે કે જેનાચાર્ય, જે આમની સામે ઉભા રહે ?
જૈનાએ કહ્યું : અરે, એમાં શું છે? આય વજસ્વામી વખતે બધા કયાં ગયા હતા? ત્યાં તો આર્ય સમિતસૂરિ વિહાર કરતા એ નગરમાં આવી પહોંચ્યા. એઓ આર્ય વજસ્વામીના મામા થતા હતા; અને ગીતાર્થ, જ્ઞાની અને પૂર્વાધર હતા. એમણે આ વાત સાંભળી એટલે કહ્યું: ભાઈઓ, આમાં કશું જ આશ્ચર્ય નથી એ તાપસને તમારે ઘેર જમવા તૈડે; એ ઘર આંગણે આવે ત્યારે સહેવાતા ગરમ ગરમ પાણીથી સારી રીતે તેમના પગ ધોઈ નાખજે. અંદર શેડો ખારો નાંખજે એટલે પગ સાફ થઈ જશે. બસ, પછી તમાશો જોજે. આમાં કાંઈ ચમત્કાર કે વિદ્યા નથી. પગે લેપ કરીને જ તે આવે છે.
બીજે દિવસે કેવળ પેલા ઋષિને જ નહીં પણ આશ્રમના બીજા તપસ્વીઓને પણ એક મેકીને ત્યાં જમવાનું નિમંત્રણ આવ્યું. બધાને આશ્ચર્ય થયું. શેઠ પરમ જૈનધમી હતા એટલે આ નિમંત્રણથી આશ્રમના અધિષ્ઠાતા તો ચમકી ગયા, પરંતુ બીજાઓ બોલ્યાઃ આ તો ચમત્કાર ત્યાં નમસ્કાર છે! ઋષિનો આનંદ આજે સમાતો નહતો. તેમણે પગે વનસ્પતિના રસનો ખૂબ લેપ કર્યો, અને નદીકિનારે આવી અદ્ધર ને અદ્ધર જ નદી પાર કરી શહેરમાં પેલા શ્રેષ્ઠીને ત્યાં ગયા. શેઠે પોતાની મોટી પુત્રીને કહ્યું : બેટા, આ તપસ્વીઓના હાથ-પગ ધોવા માટે પાણી લાવે. રૂપાની ઝારીમાં પાણી લઈને આવેલી પુત્રીને જોતાં જ પેલા ઋષિ ચમક્યા. એહો, શું સુંદર રૂ૫ વિધાતાએ બનાવ્યું છે ! જાણે સાક્ષાત સરસ્વતી ! શેઠે કહ્યું. મહારાજ, પાણી આવ્યું છે, હાથ પગ ધોઈ લ્યો. ત્યાં તે શેનો મોટા પુત્ર બાલ્યો: પિતાજી, હું જ તેમના પગ ધોઉં. આપણે ઘેર એમના જેવા .અતિથી કયાંથી હોય ? પેલા ઋષિએ ઘણી ના પાડી, પરંતુ શેના પુત્ર તો ખૂબ ઘસી ઘસીને પેલા ઋષિના પગ ધોઈ નાંખ્યા. પેલા ઋષિનું મોટું ઊતરી ગયું; પગમાંથી બધે રસ ધાવાઈ ગયો, હવે શું થશે એની ચિતા પિઠી. પંગત જમવા બેઠી. બત્રીસ જાતની રસવતી તૈયાર હતી, પરંતુ પેલા ઋષિનો રસ ઊડી ગયો હતો. થોડું ખાધું ન ખાધું કરી તે એકદમ ઉઠવ્યા. શેઠના પુત્રે ચરણોદકની અભિલાષાથી ફરી પગ ધોયા. બધું ટોળું મળ્યું. આખું નગર જેવા આવ્યું હતું. જેવા પેલા ઋષિએ નદીમાં પગ મૂકયાકે પગ ભીના થઈ ગયા. એ સમજી ગયા આજે મૃત્યુ ઘંટ વાગશે. થોડે દૂર જતાં જ એ ડૂબવા લાગ્યા.
For Private And Personal Use Only