________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૪ ] યુતિપ્રબોધ નાટક
( ૧૧૭ હતું, પણ વારાણસીના પૂજારીના કહેવાથી બનારસીદાસ નામ પાડ્યું, ને તે જ પ્રસિદ્ધિમાં આવ્યું. બાળજીવન વીત્યા બાદ લવનના ઉન્માદમાં જીવન અનેક વિચિત્ર સ્થિતિમાંથી પસાર થયું. ૧૬૫૪માં ૧૧ વર્ષની વયે તેમનો વિવાહ કરવામાં આવ્યો હતો, ને ૧૪ વર્ષની ઉંમરે ૧૬૫૭માં તો તે પ્રેમના દંદામાં ફસાઈ ગયા. પુત્રના જીવનનો પ્રવાહ ઉન્માર્ગે જતો જાણી પિતાને ઘણું દુ:ખ થયું. તેને સુધારવા માટે તેમને વિચાર થયો. તે સમયે જોનપુમાં લઘુખરતરગચ્છીય અભયધમ ઉપાધ્યાયજીના શિષ્ય મુનિ ભાનુચછ આવ્યા હતા. તેમના સમાગમમાં બનારસદાસને તેમના પિતાએ જોયા. સદાચારી અને વિદ્વાન મુનિને સમાગમ દિવસે દિવસે બનારસીદાસને વિશેષે રુચવા લાગ્યો. ઘણખરે તેમનો સમય મુનિ પાસે જ જતો. આવશ્યક વિધવિધાનનાં સૂ, સંસ્કૃત કાવ્ય–કેપ-છન્દ શાસ્ત્ર વગેરે ટૂંક સમયમાં શીખી લીધાં. સુન્દર લોકો પણ સંખ્યાબંધ કંઠસ્થ કર્યો. આ સર્વ છતાં ઇશ્કબો–પ્રેમપાશમાં જે લગની લાગી ગઈ હતી તે છૂટી નહિ. એ લગનીમાં તેમણે એક શૃંગારપષક ગ્રન્થ રચ્યો. અતિ વિલાસના ફળ રૂપે સળગે વર્ષે તેમના શરીરમાં કુષ્યરોગ થય. એક વૈદ્યના ષપચારથી તે રોગ શાન્ત થયે. ૧૬૬માં તેમણે સર્વ અભ્યાસ છોડી દીધો. પછી પૈસા કમાવાની રુચિ જાગી.તે ઈચછાથી જુદા જુદા બાવા જોગોના સંસર્ગમાં રહેવા લાગ્યા. એક સંન્યાસીએ સુવર્ણમુદ્રા કરવાનો મંત્ર આપી તેમને ધૂળ્યા. તે મંત્રની સાધના એક વર્ષ સુધી કરી, પણ કાંઈ વળ્યું નહિ. શ્રી ભાનુચંદ્રજીને આ હકીકત જણાવી ત્યારે તેઓશ્રીએ તેમને ભ્રમ દૂર કર્યો. આ ઠાકર પછી તેમના જીવનમાં કાંઈક સુધારે થવા લાગ્યા, તેમને પોતાના વિલાસીજીવન ઉપર તિરસ્કાર 2. ૧૬૬૪માં તેમણે શંગારી ગ્રન્થને ગમતી નદોમાં નાખી દીધે ને વિકારવૃત્તિઓને છોડી દીધી. દિવસે દિવસે વ્રતનિયમ વગેરેમાં વિશેષ રૂચ વધવા લાગી. ૧૬૬૭માં તેમને તેમના પિતાએ ઘરને ને વ્યાપારને સર્વ ભાર સોંપી દીધો. તેમને ધધો ઝવેરીને હતો. વ્યાપારને માટે તેઓ આમ આવ્યા. ત્યાં નુકસાન થયું તે જૈનપુર પાછા ગયા. પિતાના અવસાન બાદ ફરી ૧૬૭૩માં આગ્રા આવીને રહ્યા. આગ્રામાં મરકી ચાલી ત્યારે તે ખાલી થવા લાગ્યું. તેમાં તેઓ પણ ત્યાંથી નીકળી ગયા ને અહિચ્છત્રા (પાર્શ્વનાથ), હસ્તિનાપુર, દિલ્હી, મીરત વગેરે સ્થળોની યાત્રા કરી પરિવાર સાથે આગ્રામાં આવીને રહ્યા. - અહીં ધાર્મિક અનુષ્ઠાનની આરાધના સારી રીતે તેઓ કરતા હતા, પણ દિવસે દિવસે તેમાં ચિ વધવાને બદલે ઘટતી જતી હતી. ધાર્મિક ગ્રન્થનું વાચન પણ વિશેષ હતું, પણ તેટલું જીરવવાની તાકાત ન હતી. વખત જતાં તેમને બાહ્ય યિાનુષ્ઠાનોમાં નીરસતા ને નિરર્થકતા ભાસવા લાગી. એક સમય ઉપવાસથી પિસહ કર્યો હતો ને તેમાં ભૂખ ને તરસ નહીં સહન થવાથી વારંવાર ખાનપાનની ઇચ્છા થતી હતી. એટલે શંકા થઈ કે આવી ક્રિયાથી શું લાભ? એ શંકા તેમણે ત્યાં રહેલા કેઈ મુનિ મહારાજને પૂછી. તેમણે પણ શંકાને પુષ્ટ કરે એ જ ઉત્તર, ભાવિભાવને વશ થઈ આપ્યો કે “ આવી ચિત્તશન્ય ક્રિયાને કાંઈ અર્થ નથી.' આ ઉત્તર વિષબીજમાં જલસિંચન સમાન નીવડે ને તેમની બાહ્યક્રયા તરફની શ્રદ્ધા તદ્દન ઊડી ગઈ. આ અરસામાં આગ્રામાં અર્થમલજી નામના એક અધ્યાભી રહેતા હતા. બનારસીદાસે તેમને પરિચય વધાર્યો ને કુંદકુંદાચાર્ય કૃત સમયસાર નાટક વગેરેનું વાચન કરવા માંડયું. તેથી વ્યવહાર સર્વથા વિફલ છે, એમ દૃઢ માન્યતા બંધાઈ. દિવસે દિવસે આ અધઃપતન વધવા લાગ્યું. તેમણે પોતાના
For Private And Personal Use Only