________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
# વર્ષ ૧૨ વાક શબ્દસિંધુમાં મસ્યાંડી ઉપરાંત સાકર અર્થમાં પુપદભવા શબ્દો ઉલ્લેખ છે. તેનો અર્થ કરતાં પુષ્પશર્કરા શબ્દ મૂકેલો છે જેને અત્યારે કુલસાકર કહેવામાં આવે છે. તે કદાચ આ હાય. અથવા ફૂલોમાંથી બનતી સાકર એવો અર્થ પણ તેમાંથી નીકળી શકે છે. સૂત્રમાં લખેલી પુષોત્તર અને આ પુષ્પોભવા એ બંને કદાચ એક હોઈ શકે.”
પમુત્તા માટે સંસ્કૃત શબ્દ પત્તા છે. પદ્મ એટલે કમળ. કમળના જેવી સુગંધવાળી કે પછી કમળમાંથી બનતી સાકર એવો પ૩મુત્તરાનો અર્થ થઇ શકે. જેમ કે અજેન સાહિત્યમાં પડ્યોત્તર વિષે વિશેષ હકીકત હોય તે તેના જાણકારને આ સંબંધમાં પ્રકાશ પાડવા વિજ્ઞપ્તિ છે. ગોપીપુરા, સુરત, તા. ર૭-૭–૪૬
મહોપાધ્યાય શ્રીમે વિજયવિરચિત
“યુકિતપ્રબોધ” નાટક
[ નવીન દિગબર મતની માન્યતાઓનું નિરસન કરતે એક મંથ]
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રીધુરંધરવિજયજી
[૧] ગ્રંથની રચના શેલી અને ગ્રંથને વિષય વેતાઅર અને દિગંબર મત વચ્ચે જેમ અનેક તનું સામ્ય છે તેમ અનેક તરવ-વિચારોમાં મતભેદો પણ છે. કેટલાક પદાર્થો એવા હોય છે કે જે લાંબે કાળે ઘસાઈ ભૂંસાઈ જાય છે. આ મતભેદો કાંઈ કાળના એ નિયમથી મુક્ત નથી. પણ પ્રસંગે પ્રસંગે એ મતભેદેને એવાં પિષણે મળ્યાં કે તે નાશ પામવાને બદલે ઊલટા વખત જતાં વધ્યા ને પુષ્ટ બન્યા. તે તે પરસ્પરવિરોધી વિચારો અંગે કોઈ વખત ચર્ચાને પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે સાચી સમજ માટે કે વિજયી થવા માટે તે તે વિષયને તલસ્પર્શી અવગાહન અત્યંત આવશ્યક છે. જે તે ન હોય તો ચર્ચામાં ચૂપ થવાનો જ વખત આવે. તેમાં પણ સામે પક્ષ એમ કહે કે તમે જે આગમના પુરાવાથી આ સાબિત કરે છે તે આગમો અમે પ્રમાણભૂત માનતા નથી, ત્યારે તે પક્ષ જે ગ્રન્થને પ્રમાણભૂત માનતો હેય તેના પુરાવાઓ અને યુક્તિઓ પ્રધાનપણે ઉપયોગી થાય છે. તેથી પરપક્ષના ખંડન માટે અને સ્વપક્ષના મંડન માટે તે તે યુક્તિઓ અને તે તે યુક્તિઓના પિષક સામા પક્ષને સ્વીકાર્ય શાસ્ત્રવચનોનું જ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ.
એવું જ્ઞાન કરાવનાર સાંગોપાંગ કઈ ગ્રન્ટ હોય તો તે “યુક્તિપ્રબંધ’ નાટક છે.
શ્વેતામ્બર અને દિગમ્બરનો મૂળભૂત વિરોધ તે બે જ બાબતને છેઃ ૧ મુક્તિ અને ૨ વલિથુક્તિ. વેતાંબર અને દિગબર વચ્ચે એ બે હકીકતોનો જ મુખવે વિરોધ છે એમ ઇતર દર્શનકારમાં પણ પ્રસિદ્ધ હતું, જે માટે “સર્વદર્શનસંગ્રહમાં Eલ્લેખ છે કે
म भुंक्ते केवली न स्त्री मोक्षमेति दिगम्बरः। अयमेव महान् मेद-स्तेषां श्वेताम्वरैः सह ॥ આ બે વિષયને અંગે પુષ્કળ સાહિત્ય લખાયેલ છે. સમય જતાં આ બે વિષય- 1
For Private And Personal Use Only