SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ શું નિમિત્ત મળ્યું હશે? તે સ્પષ્ટ જાણી શકાતું નથી, તેમ છતાં નીચે જણાવેલી ઘટના જેવો કોઈ હકીકત નિમિત્તભૂત થઈ હોય તે તેમાં આશ્ચર્ય જેવું નથી. સિદ્ધરાજ જયસિંહના રાજ્ય-સમયમાં વિ સં. ૧૧૯૩માં માલધારી હેમચંદ્રસૂરિના પટ્ટધર શ્રીચંદ્રસૂરિએ પ્રાકૃત ભાષામાં રચેલા અગીઆર હજાર કપ્રમાણ મુનિસુવતચરિત્રના અંતમાં ગુરુપરંપરારૂપ દર્શાવેલી વિસ્તૃત પ્રશસ્તિમાં (ગાયકવાડ–પ્રાચગ્રંથમાલામાં પ્રકાશિત પાટણ-જૈન ગ્રંથભંડારસૂચી ભા. ૧ તાડપત્રાયમાં પૃ. ૩૨૦-૨૧) સોરઠના રાખંગારને પ્રાસંગિક પરિચયાત્મક ઉલેખ મળે છે કે – અણહિલવાડ નગરથી તીર્થયાત્રા માટે ચાલેલા સંધે મહામહિમાવાળા જે (માલધારી આચાર્ય શ્રી હેમચંદ્ર)ને પ્રાર્થના કરીને પોતાની સાથે લીધા હતા. ઘણું આડંબરવાળા વિશાળ તે સંધે વામણથલી (વણથલી) નગરીમાં આવી બહાર પડાવ નાખ્યો હતો. ત્યા રાજાની છાવણની જેમ તંબૂ તાણીને રહેલો સંઘ શોભી રહ્યો હતો. શ્રાવકજને કંકમના અંગરાગ કરીને, પટ્ટાંશુક જેવાં ઉત્તમ વસ્ત્રો પહેરીને, તથા અંગ ઉપાંગમાં રત્નજડિત સેના વગેરેનાં વિભૂષણથી વિભૂષિત થઈને જિનમંદિરમાં પૂજા–પ્રભાવના કરી રહ્યા હતા. તેમને જોઈ સેરઠના પ્રભુ ખંગારનું મન દુષ્ટ થયું હતું. બીજાઓએ પણ તેને કહ્યું કે-“રાજન ! અણહિલવાડ નગરની સર્વ લક્ષ્મી તમારા ભાગ્યોથી અહિં આવેલી છે, તો તમે એને ગ્રહણ કરો, જેથી તમારા ભંડાર પ્રૌઢ થાય. આ લક્ષ્મી એક કોડ દ્રવ્ય પ્રમાણે સંભવે છે.” તેણે (અંગારે) પણ લેભવડે તે સર્વ લક્ષ્મી લેવા ઈચ્છા કરી, પરંતુ સર્વજન-મર્યાદાના લોપ અને અપયશથી ડરતાં નિવૃત્તિ કરી. “ લક્ષ્મી લઈ લેવી કે મુકત કરવી ?' એ સંબંધમાં નિશ્ચય ન કરી શકાતાં સંશયવાળા ચિત્તે વિચાર કરીને દિવસ પર્યત સંઘને ત્યાં જ રોકી રાખ્યો. કહેવરાવવા છતાં પણ સંધ સંબંધીના કેઈ મનુષ્યને તેણે દર્શન આપ્યાં નહિ. બીજે દિવસે તેનો રવજન મૃત્યુ પામ્યો, તેથી દિલાસો આપવાના બહાને જે મુનીને (માલધારી હેમચંદ્રાચાર્યો) ત્યાં જઈને એ (રા ખંગાર)ને પ્રતિબોધ આપી–સમજાવીને સંઘને ઋદ્ધિ સાથે મુક્ત કરાવ્યો હતો. છે ઉજ્જયંત (ગિરનાર) અને શત્રુજ્ય એ બંને તીર્થોમાં જઈ શ્રોનેમિજિનેન્દ્ર અને ઋષભનાથને વિભૂતિ (આડંબરીપૂર્વક વંદન કર્યું હતું. તેમાં ઉજજયંત તીર્થ (ગિરનાર)માં અર્ધી લાખ પારુત્યય (તે વખતનું નાણું) ઉત્પન્ન થયું હતું. અને શત્રુજય તીર્થમાં ત્રીસ હજાર ઉત્પન્ન થયા હતા ( અર્થાત તે સાથે ત્યાં તેટલી ભેટ ધરી હતી.” અપ્રકાશિત પ્રાચીન તાડપત્ર પર લખાયેલા, પાટણના જૈન ગ્રંથભંડારમાં રહેલા પ્રાકૃતગ્રંથમાં એ હકીકત જણાવેલો છે. १ "अणहिल्लवाड-नयराउ तित्थजत्ताए चलिय-संघेण । अभत्थिऊण नीओ सहप्पणा जो महामहिमो ॥६३॥ वामणथलि-नयरीए दिन्नावासम्मि संघेण ॥६५॥ वाडी–विताणएहि गुरुरख-(च)उखंडएहि गुलिणीहि । वियडे विरायमाणे निवखंधावार-सारिच्छे ॥६६॥ For Private And Personal Use Only
SR No.521628
Book TitleJain_Satyaprakash 1947 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy