________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ તેઓશ્રીની એક બીજી સંસ્કૃત કુતિ, હમણાં જ ઉજજૈનસ્થ શ્રી સિંદિયા એરિએટલ ઇન્સ્ટિટ્યૂટના હસ્તલિખિત ગ્રંથસંગ્રહની એક પ્રતમાં પ્રાપ્ત થયેલું ભક્તામર અને કલ્યાણુમંદિર સ્તોત્રની પાદપૂર્તિરૂપ ૪૬ પદ્યનું અત્યંત મનહર ઉજપ-પાર્શ્વનાથસ્તવન” છે, કે જે ઉપર્યુક્ત કાવ્યની સાથે ગુણસંપન્નતામાં સફળ સ્પર્ધા કરે તેવું છે, અને જે થોડા સમયમાં બીજી અપ્રકાશિત જૈન સંસ્કૃત કૃતિઓ સાથે બહાર પાડવાના ઇરાકે છે.
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં શ્રીહેમવિમલસૂરિજીના હાથની એક “મૃગાપુત્ર સક્ઝાય » જૈન ગુર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૬૮માં અને એક “મૃગાપુત્ર ચાઈ' ભાગ ૭, પૃ. ૫૦૩માં ઉલિખિત છે. યદ્યપિ આ બને કવિતાઓમાંથી આપેલાં ઉદ્ધરણે ભિન્ન ભિન્ન દેખાય છે, તથાપિ શ્રી. મો. દ. દેશાઈજી બન્નેને એક જ કૃતિ ગણે છે તેમ લાગે છે. મૂળ ગ્રંથને જોયા વગર આ સંબંધી વધારે વિગત જાણી શકાય તેમ નથી. અસ્તુ ! તે સિવાય આ આચાર્યની કોઈ પણ બીજી ગુજરાતી કૃતિ હજુ સુધી જાણવામાં આવી હોય તેમ દેખાતું નથી.
આવા સંજોગોમાં હમણાં જ શ્રી સિંદિયા ઓરિએંટલ ઇન્સ્ટિટયૂટની સ્તવને અને સઝાયોના સંગ્રહની એક હસ્તલિખિત પ્રતમાં શ્રી હેમવિમલસૂરિકૃત તેર કાઠીયાની સઝાય” નામની જે ગુજરાતી કૃતિ હસ્તગત થયેલી છે તેને ખરેખર મહત્વની વસ્તુ સમજવી જોઈએ.
પ્રસ્તુત પ્રતનો નંબર ૫૦૯૭ છે. તેના ૪૨”x૧૦” ના દેશી કાગળના ૧૧ પત્રો છે. હરેક પત્ર ઉપર કાળી શાહીથી સાધરણ દેવનાગરી લિપિની ૧૫ લીટીઓ લખેલી છે. માત્ર અંતિમ પત્રનું એક પૃષ્ઠ ખાલી છે. અંતમાં નિમ્રલિખિત લહિયા પ્રશસ્તિ છે :
"सं १८४६ रा वेसाष वद ९ शनिवारे साकथली नगरे सांतीनाथजी प्रसादात् पं मोजीजी वाचनार्थ श्री श्री श्री लिषतं हरिविजय श्री श्री श्री।'
પ્રતનું પહેલું પત્ર ખોવાઈ ગયું છે. પ્રસ્તુત સઝાય પત્ર ૮ પર લખેલી છે. તેના અંતમાં “સ સંજ્જા” આટલો જ ખુલાસો છે. કવિતા આ પ્રમાણે છે –
તેર કાઠીયાની સઝાય પ્રણમું શ્રીગોતમ ગણધાર, બિજે સુહગુરુ તણે આધાર તેર કાઠીયા જિનવર કહ્યા, વિવર કહું, સુણો છમ થયા ના પહિલ આલસ આણે અંગ, મેડે કાયા નવ નવ ભંગ ! જાઉં જાઉં કરતાં આલસ થયે, ધર્મ કામ આલસે રહો મારા બીજો સબલ મોહ કાઠીઉં, પુત્ર કવિત્ર ધન વિટી રહ્યો છે
મોહજાલ બાંઓ ઘર રહે, થયે અસુર પછે ઈમ કહે છે ૧ પ્રતમાં “સહ.” ૨ “ જનવર.” “યંગ.”
For Private And Personal Use Only